SURAT: AAP અને BJP વચ્ચે બબાલ શરૂ, જીત બાદ પર કોર્પોરેટર તોડવાનો આરોપ

SURAT મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થતાં, સુરત મહાનગરપાલિકામાં AAP અત્યારે મુખ્ય વિપક્ષ બની છે.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 25, 2021 | 1:31 PM

 SURATમાં આમ આદમી પાર્ટી  (AAP)એ ભારતીય જનતા પાર્ટી (BJP) પર કોર્પોરેટર તોડવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. AAPના કોર્પોરેટરોએ સુરત આમ આદમી પાર્ટીના સંયોજક મનોજ સોરઠિયાને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ મનોજ સોરઠિયાએ  BJP પર  AAPના કોપરોરેટર તોડવાનો આરોપ લગાવ્યો છે. 

મનોજ સોરઠિયાએ કહ્યું કે ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવા છતાં AAPના કોર્પોરેટરો તૂટયા નથી એનો પાર્ટીને ગર્વ છે. ઉલ્લેખનીય છે છે કે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટર ચૂંટાઈને આવ્યા છે અને કોંગ્રેસનો સફાયો થતાં, સુરત મહાનગરપાલિકામાં AAP અત્યારે મુખ્ય વિપક્ષ બની છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">