મહારાષ્ટ્રમાં મેડિકલને લઈને 10 ટકા અનામત મામલે સુપ્રીમ કોર્ટે રાજ્યસરકારને મનાઈ ફરમાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું કે મહારાષ્ટ્રમાં આર્થિક અનામતનો લાભ આ વર્ષે વિદ્યાર્થીઓ PG મેડિકલના એડમિશન માટે નહીં લઈ શકે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પાછળનું કારણ કોર્ટે એવુ દર્શાવ્યું છે કે બંધારણમાં સંશોધન થયા પહેલા જ એડમિશનની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ હતી. જેને લઈને આ બેઠકો પર અનામતનો નિયમ લાગુ થઈ શકે નહીં. આ નિર્ણય મહારાષ્ટ્રમાં મેડિકલ PGના કોર્સ માટે 2019-20ના એડમિશન માટે કર્યો છે. અગાઉ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારે ડેન્ટલ અને PGના કોર્સમાં આર્થિક અનામત માટે કોટા લાગુ કરવાનો આદેશ કોર્ટે કર્યો હતો.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 4:10 pm, Thu, 30 May 19