સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની તૈયારીઓ શરુ, પ્રદેશ કોંગ્રેસ નેતાઓએ શરૂ કર્યા રૂબરૂ પ્રવાસ, રણનીતિ બદલવાના આપ્યા અણસાર

|

Dec 13, 2020 | 3:13 PM

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્રારા હવે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓને લઇને કવાયત હાથ ધરી છે. ચુંટણીઓના જંગને પાર પાડવા માટે થઇને હવે કોંગ્રેસે જીલ્લાઓ અને શહેરોને ખુંદવાની શરુઆત કરી છે. શરુઆત સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાથી શરુ કરી છે. સાબરાકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે કાર્યકરો અને આગેવાનો સાથે જેના ભાગરુપે મુલાકાત કરી હતી. આગેવાનોને સાંભળવામાં આવ્યા હતા અને તેમની પાસે […]

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની તૈયારીઓ શરુ, પ્રદેશ કોંગ્રેસ નેતાઓએ શરૂ કર્યા રૂબરૂ પ્રવાસ, રણનીતિ બદલવાના આપ્યા અણસાર

Follow us on

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્રારા હવે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓને લઇને કવાયત હાથ ધરી છે. ચુંટણીઓના જંગને પાર પાડવા માટે થઇને હવે કોંગ્રેસે જીલ્લાઓ અને શહેરોને ખુંદવાની શરુઆત કરી છે. શરુઆત સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાથી શરુ કરી છે.
સાબરાકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે કાર્યકરો અને આગેવાનો સાથે જેના ભાગરુપે મુલાકાત કરી હતી. આગેવાનોને સાંભળવામાં આવ્યા હતા અને તેમની પાસે થી કોંગ્રેસની સ્થિતીને જાણવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસે એક પ્રકારે સેન્સ લેવાની આ પ્રક્રિયા યોજી છે અને જેને આધારે ઉમેદવારો નક્કિ કરવા માટેની કવાયત કરશે. તો સાથે જ બુથ લેવલ સુધી પણ કોંગ્રેસ મજબુત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
 
પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ એ કહ્યુ હતુ કે, સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને ધ્યાને રાખીને પ્રવાસ શરુ કર્યો છે.  જેમાં આગેવાનોને મળીને સાંભળીને બુથ લેવલ તૈયારી કરી રહ્યા છીએ. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા એ કહ્યુ હતુ કે, હાલમાં અમે મુદ્દાઓને જાણવા માટેનો પ્રયાસ હાથ ધર્યો છે.  વિધાનસભાની પેટા ચુંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓના મુદ્દાઓમાં ફરક છે. પરિણામો આશાજનક નહોતા પરંતુ તેની અસર નહી થાય
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓમાં કોગ્રેસ દ્રારા અલગ જ રણનિતી અપનાવશે. તાજેતરની પેટાચુંટણીઓમાં વિધાનસભાની આઠેય બેઠકો ગુમાવી હતી. તે વેળાના મુદ્દાઓમાં પણ કોંગ્રેસ બદલાવ કરશે અને હવે પ્રજાના મુદ્દાઓને પ્રજા પાસે થી જાણીને જ મેદાનમાં ઉતરવાનો પ્રયાસ કરશે. વિધાનસભાની ચુંટણીઓના અન અપેક્ષિત પરિણામોને તોડફોડની રાજનિતી આધારીત ગણાવી, સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં તેની અસર નહી પડવાનો દાવો કર્યો હતો. આમ હવે કોંગ્રેસ કોર્પોેરેશન થી લઇને પાલીકા, તાલુકા થી જીલ્લા પંચાયત સુધીની ચુંટણીઓમાં જીત મેળવવા માટે કમર કસવાની શરુઆત કરી રહી છે. કોંગ્રેસ માને છે કે તે આવનારી વિધાનસભાની સામાન્ય ચુંટણી માટે મહત્વની માનવામાં આવી રહી છે. માટે જ હવે રણનિતીમાં બદલાવ લાવવાના અણસાર કોંગ્રેસે આપ્યા છે. 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

Next Article