આજે કોંગ્રેસ સંસદીય જૂથની મહત્વની બેઠક કોણ બનશે વિપક્ષના નેતા, રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી?

|

Jun 01, 2019 | 3:56 AM

સંસદના સેન્ટ્રલ હોલમાં કોંગ્રેસની સંસદીય દળની બેઠક આજે મળવાની છે. જેમાં વિપક્ષના નેતાની પસંદગી કરવામાં આવશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કે UPAના ચેરપર્સન સોનિયા ગાંધીમાંથી કોઈ એકને આ પદ માટે પસંદ કરવામાં આવી શકે છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી […]

આજે કોંગ્રેસ સંસદીય જૂથની મહત્વની બેઠક કોણ બનશે વિપક્ષના નેતા, રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી?

Follow us on

સંસદના સેન્ટ્રલ હોલમાં કોંગ્રેસની સંસદીય દળની બેઠક આજે મળવાની છે. જેમાં વિપક્ષના નેતાની પસંદગી કરવામાં આવશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કે UPAના ચેરપર્સન સોનિયા ગાંધીમાંથી કોઈ એકને આ પદ માટે પસંદ કરવામાં આવી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

લોકસભા ચૂંટણીમાં જીત મેળવેલા સાંસદ પણ આજે પહેલીવાર બંને નેતાઓને મળશે સાથે જ રાજ્યસભા સભ્યો પણ બેઠકનો ભાગ બનશે. મીટિંગમાં આગામી સંસદ સત્રની રણનીતિ પણ નક્કી કરવામાં આવશે. ગયા અઠવાડિયે કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠક પછી આ મીટિંગ થશે. જેમાં રાહુલ ગાંધીએ પાર્ટીની હાર પછી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.

TV9 Gujarati

 

લોકસભામાં કોંગ્રેસના 52 સાંસદ છે. વિપક્ષનો દરજ્જો મેળવવા માટે ઓછામાં ઓછા 55 સાંસદ હોવા જરૂરી છે. 2014માં લોકસભામાં કોંગ્રેસના માત્ર 44 સાંસદ પહોંચ્યા હતા. આ ચૂંટણીમાં ભાજપને 303 સીટો મળી છે.

આ પણ વાંચો: મોદી કેબિનેટે બધા જ ખેડૂતો માટે લીધો આ મહત્વનો નિર્ણય

એક તરફ રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવા માટે અડગ છે. ત્યારે કોંગ્રેસ નેતા તેમના નિર્ણયને બદલવાની માગ કરી રહ્યાં છે. ઘણાં પ્રદેશ અધ્યક્ષોના રાજીનામાં પર પણ અત્યાર સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. હવે જોવુ એ રહેશે કે કોંગ્રેસ વિપક્ષના નેતા તરીકે કોને પસંદ કરે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article