VIDEO: પાટલીપુત્રના સાંસદ રામકૃપાલ યાદવના પુત્રને ટ્રાફિક નિયમ તોડવા બદલ ફટકાર્યો આટલો દંડ

|

Sep 09, 2019 | 12:14 PM

પોલીસ હોય કે નેતા, ટ્રાફિકના નિયમો તોડવા પર આજકાલ દરેકને દંડ થઈ રહ્યો છે. આજ રીતે પાટલીપુત્રના સાંસદ રામકૃપાલ યાદવનો પુત્ર પણ આવી ગયો છે. સીટબેલ્ટ ન બાંધવા પર રામકૃપાલ યાદવના પુત્રને રૂપિયા 1 હજાર રૂપિયા રોકડા ભરવા પડ્યા. દેશભરમાં લાગુ કરાયેલા નવા મોટર વાહન અધિનિયમ અંતર્ગત પોલીસ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી રહેલા લોકોને દંડ […]

VIDEO: પાટલીપુત્રના સાંસદ રામકૃપાલ યાદવના પુત્રને ટ્રાફિક નિયમ તોડવા બદલ ફટકાર્યો આટલો દંડ

Follow us on

પોલીસ હોય કે નેતા, ટ્રાફિકના નિયમો તોડવા પર આજકાલ દરેકને દંડ થઈ રહ્યો છે. આજ રીતે પાટલીપુત્રના સાંસદ રામકૃપાલ યાદવનો પુત્ર પણ આવી ગયો છે. સીટબેલ્ટ ન બાંધવા પર રામકૃપાલ યાદવના પુત્રને રૂપિયા 1 હજાર રૂપિયા રોકડા ભરવા પડ્યા. દેશભરમાં લાગુ કરાયેલા નવા મોટર વાહન અધિનિયમ અંતર્ગત પોલીસ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી રહેલા લોકોને દંડ ફટકારી રહી છે.

આ પણ વાંચોઃ ડૉક્ટર હાઉસના ધાબા પરથી કૂદીને આપઘાત કરવાની કોશિશ, આ રીતે લોકોએ યુવાનને બચાવ્યો

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

બિહારના પટનામાં પણ પોલીસ કાર્યવાહી કરી રહી છે. સાંસદનો પુત્ર અભિમન્યૂ પણ પટનાના સ્ટેશન રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે ટ્રાફિક પોલીસે તેમની ગાડીને રોકી હતી. તે સમયે અભિમન્યૂએ સીટબેલ્ટ બાંધેલો નહોતો. જેથી પોલીસે એક હજાર રૂપિયાનું ચલણ ફાડ્યું હતું. અભિમન્યૂએ પણ સાંસદના પુત્ર હોવાનો રૌફ બતાવ્યા વિના ચૂપચાપ દંડ ભરી દીધો હતો. જેનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં અભિમન્યૂ દંડ ભર્યાની પહોંચ બતાવી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જોકે અભિમન્યૂએ દંડ ભરીને નથી કોઈ મહાન કાર્ય કર્યું કે નથી કોઈ અહેસાન કર્યું. પરંતુ જે નેતાઓના અને અધિકારીઓના નબીરાઓ ટ્રાફિક પોલીસ પર પોતાનો રૌફ બતાવતા હોય છે તેવા નબીરાઓએ અભિમન્યૂમાંથી શીખ લેવાની જરૂર છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article