Vaccination : રાહુલ ગાંધીને સ્મૃતિ ઈરાનીનો જવાબ, કહ્યું ભ્રમ ના ફેલાવો રસી લગાવડાવો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના વેકસીનેશનને લઇને આમને સામને આવ્યા છે. જેમાં રાહુલ ગાંધીએ કોરોના વેકસીનેશનની નીતિ પર ઉભા કરેલા સવાલ પર સ્મૃતિ ઈરાની પોતાના અંદાજમાં જવાબ આપ્યો છે.

Vaccination : રાહુલ ગાંધીને સ્મૃતિ ઈરાનીનો જવાબ, કહ્યું ભ્રમ ના ફેલાવો રસી લગાવડાવો
રાહુલ ગાંધીને સ્મૃતિ ઈરાનીને જવાબ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની(Smriti Irani) કોરોના વેકસીનેશન( Vaccination)ને લઇને આમને સામને આવ્યા છે. જેમાં રાહુલ ગાંધીએ કોરોના વેકસીનેશન  નીતિ પર ઉભા કરેલા સવાલ પર સ્મૃતિ ઈરાની પોતાના અંદાજમાં જવાબ આપ્યો છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi )એ કોરોના રસીકરણ માટે માત્ર ઓનલાઇન રજીસ્ટ્રેશન પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે જેમની પાસે ઇન્ટરનેટ સુવિધા નથી તેમને પણ આ રસી આપવી જોઈએ.

તેમણે ટ્વિટ કર્યું હતું કે, રસી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન પૂરતું નથી. જે વ્યકિત રસીકરણ કેન્દ્ર પર પહોંચે છે તેને રસી આપવી જોઈએ. તે લોકોને પણ જીવનનો અધિકાર છે.જેમની પાસે ઇન્ટરનેટ સુવિધા નથી.

સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો

જો કે રાહુલ ગાંધીના આ ટ્વિટ બાદ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો હતો. તેમણે ટ્વિટ કરીને કબીરનો  એક દોહો લખ્યો હતો . તેમણે કહ્યું હતું કે “કહત કબીર – બોએ પેડ બબુલ કા આમ કહાં સે હોય.. જે લોકો સમજે છે તે સમજી ગયા હશે.

સ્મૃતિ ઈરાની(Smriti Irani) એ વધુમાં કહ્યું કે, ‘કેન્દ્ર સરકારે રાજ્યોને વોક-ઇન નોંધણી માટે મંજૂરી આપી દીધી છે. મૂંઝવણ ન ફેલાવો, માત્ર રસી લગાવડાવો

કો-વિન’ નોંધણી કરવાની મજબૂરી પર સવાલ

ઉલ્લેખનીય છે કે આ પૂર્વે પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન જયરામ રમેશે ભૂતકાળમાં પણ ‘કો-વિન’ નોંધણી કરવાની મજબૂરી પર સવાલ ઉઠાવ્યા હતા.

તેમણે કહ્યું હતું કે, “અમે ઘણી વાર કહ્યું છે કે આ ફરજિયાત હોવું જોઈએ નહીં કારણ કે દેશમાં ઘણા લોકો પાસે ઇન્ટરનેટ સુવિધા નથી. સરકારે માંગણી સાંભળી છે પણ પૂરી વાત સાંભળી નથી. અત્યારે સરકારી હોસ્પિટલોમાં નોંધણી ફરજિયાત નથી. પરંતુ તે ખાનગી હોસ્પિટલો માટે છે. અમે ફરી માંગ કરીએ છીએ કે કો-વિન નોંધણી બધે જ ફરજિયાત હોવી જોઈએ નહીં.