Karnataka Cabinet expansion: કેબિનેટ વિસ્તરણ બાદ અનેક નેતાઓ નારાજ, સિદ્ધારમૈયાએ કહ્યું, “અમારા સમાજને અન્યાય”

|

Aug 05, 2021 | 10:00 AM

અગાઉ મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઇના મંત્રીમંડળમાં સ્થાન ન મળતા નેતાઓ અને તેમના સમર્થકોએ ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી હતી.કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે અને તેમની સાથે અન્યાય થયાનો પણ આરોપ લગાવ્યો છે.

Karnataka Cabinet expansion: કેબિનેટ વિસ્તરણ બાદ અનેક નેતાઓ નારાજ, સિદ્ધારમૈયાએ કહ્યું, અમારા સમાજને અન્યાય
Siddaramaiah (File Photo)

Follow us on

Karnataka Cabinet expansion: કર્ણાટકમાં કેબિનેટ વિસ્તરણ (Cabinet expansion) બાદ પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ  રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે અને અમારી સાથે અન્યાય કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું હતુ કે, “ભાજપ દ્વારા મંત્રીમંડળની રચના કરતી વખતે અમારા સમુદાયને સંપૂર્ણપણે અવગણ્યો હતો. ઉપરાંત વધુમાં જણાવ્યું હતું કે, કેબિનેટમાં(Cabinet) માત્ર ચાર મંત્રીને સ્થાન આપીને તેમની સાથે અન્યાય કરવામાં આવ્યો છે.”

તેમણે ટ્વિટ (Tweet) કરીને લખ્યું હતું કે, રાજ્યમાં અમારા સમાજની સંખ્યા 24 ટકા છે. આવી સ્થિતિમાં મંત્રીમંડળમાં માત્ર ચાર વ્યક્તિને સ્થાન આપીને તેમની સાથે અન્યાય કરવામાં આવ્યો છે. સિદ્ધારમૈયાએ કહ્યું કે, “ભાજપની કર્ણાટક સરકારનો હેતુ માત્ર નારાજ નેતાઓને શાંત કરવાનો હતો અને આ માટે તેમને મંત્રીમંડળમાં સ્થાન આપીને તેમને તક આપી હતી.ઉપરાંત જણાવ્યું કે, વહીવટ માટે આ સારું નથી.

ભાજપના નેતાઓએ પણ નારાજગી વ્યક્ત કરી હતી

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

અગાઉ મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈના (Basavaraj Bommai) મંત્રીમંડળમાં સ્થાન ન મળતા નેતાઓ અને તેમના સમર્થકોએ ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી હતી. ઉપરાંત ઘણા જિલ્લાઓને કોઈ પ્રતિનિધિત્વ મળ્યું નથી. જેમાં મૈસુરુ, કાલાબુરાગી, રામનગરા, કોડાગુ, રાયચુર, હસન, વિજયપુરા, બેલ્લારી, દાવનગરે, કોલાર, યાદગીર, ચિકમગલુરુ અને ચામરાજનગરનું મંત્રીમંડળમાં કોઈ પ્રતિનિધિત્વ નથી.

મંત્રીમંડળમાં સામેલ ન થવા પર નારાજગી વ્યક્ત કરતા શંકરે (Shankar) જણાવ્યું હતુ કે, મને આશ્ચર્ય છે કે “ખાતરી છતાં” મંત્રી કેમ ન બનાવવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે, 2019 માં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન છોડ્યા બાદ ભાજપમાં(BJP Party) જોડાયેલા ધારાસભ્યોમાંના તેઓ એક છે. આપને જણાવવું રહ્યું કે,આગામી દિવસોમાં મંત્રીમંડળમાં સમાવિષ્ટ થવાની આશા પણ વ્યક્ત કરી હતી.

અગાઉ, ઘણા મંત્રીપદના ઉમેદવારોએ બોમ્માઇને મંત્રીમંડળમાં (Cabinet) સામેલ ન કરવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી.બોમ્માઇ સાથે ભૂતપૂર્વ કૃષિ મંત્રી બી.સી. પાટીલે મુલાકાત કરી હતી.પરંતુ જ્યારે તેમને આ વિશે પુછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે,” એક સિંચાઇ પ્રોજેક્ટ સંબધિત તેમની સાથે મુલાકાત કરી હતી.”

 

આ પણ વાંચો: દુષ્કર્મ પિડીત બાળકીના પરિવારજનોની તસ્વીર શેર કરવા બદલ રાહુલ ગાંધી પર પસ્તાળ, ફોટો દૂર કરવા ટ્વિટરને ફટકારાઈ નોટીસ

આ પણ વાંચો: Monsoon Session 2021: કોરોના મુદ્દે વિપક્ષને જવાબ આપવા માટે કેન્દ્ર બનાવી રહ્યું છે રણનીતિ !

Published On - 9:47 am, Thu, 5 August 21

Next Article