કાશ્મીર મુદ્દે સમિટનું આયોજન કરશે સઉદી અરબ, ભારત સાથેના સંબંધમાં તણાવ ઉભો થઈ શકે છે

|

Dec 29, 2019 | 11:57 AM

ભારતના સાથી મિત્ર સઉદી અરબની સાથે સંબંધમાં તણાવ જોવા મળી શકે છે. સઉદી અરબે કાશ્મીર મુદ્દે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામીક કોપરેશનની સમિટ બોલાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં ઈસ્લામીક સંગઠન સાથે જોડાયેલા વિદેશ મંત્રી હાજર રહેશે. આ પણ વાંચોઃ 2022થી ભારતીય રેલવેના 100 રૂટ પર 150થી વધુ ખાનગી ટ્રેન ચાલશે, રેલવે બોર્ડે તૈયારીઓ કરી શરૂ Web Stories […]

કાશ્મીર મુદ્દે સમિટનું આયોજન કરશે સઉદી અરબ, ભારત સાથેના સંબંધમાં તણાવ ઉભો થઈ શકે છે

Follow us on

ભારતના સાથી મિત્ર સઉદી અરબની સાથે સંબંધમાં તણાવ જોવા મળી શકે છે. સઉદી અરબે કાશ્મીર મુદ્દે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામીક કોપરેશનની સમિટ બોલાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં ઈસ્લામીક સંગઠન સાથે જોડાયેલા વિદેશ મંત્રી હાજર રહેશે.

આ પણ વાંચોઃ 2022થી ભારતીય રેલવેના 100 રૂટ પર 150થી વધુ ખાનગી ટ્રેન ચાલશે, રેલવે બોર્ડે તૈયારીઓ કરી શરૂ

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

આ સપ્તાહમાં સઉદી અરબના વિદેશ પ્રધાન ફૈસલ બિન ફરહાદ અલ-સઉદે પોતાના ઈસ્લામાબાદના પ્રવાસ દરમિયાન પાકિસ્તાનની સરકારને આ સમિટ વિશે જાણકારી આપી છે. માહિતી પ્રમાણે ગત સપ્તાહમાં કુઆલલામ્પુરમાં મલેશિયાના PMની અધ્યક્ષતામાં બોલાવવામાં આવેલી મિટિંગથી પાકિસ્તાને દૂરી રાખી હતી. સઉદી અરબ મલેશિયાની આ કોશિશને ઈસ્લામીક ઓર્ગેનાઈઝેશનના સમાન્તર સંગઠન ઉભું કરવાના પ્રયાસરૂપે જોવામાં આવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મલેશિયાની તરફથી આયોજીત સમિટમાં તુર્કીના PM રેસેપ તૈયપ અર્દોગન સિવાય પાકિસ્તાન પણ હાજર રહેવાનું હતું. પરંતુ છેલ્લી ઘડીએ દૂરી બનાવી લીધી હતી. દુનિયાભરમાં મુસ્લિમો સાથે જોડાયેલા મુદ્દા પર આયોજીત સમિટ હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કાશ્મીર મુદ્દે વિદેશ મંત્રીઓની સમિટને લઈ સઉદી અરબની તરફથી કોઈ તારીખ જાહેર થઈ નથી. પરંતુ એ વાત ચોક્કસ છે કે, આ નિર્ણયથી ભારત સાથે સઉદી અરબના સંબંધ પ્રભાવીત થશે. છેલ્લા કેટલાક વર્ષમાં સઉદી અરબ અને ભારત વચ્ચે સારા સંબંધ રહ્યા છે. તો પાકિસ્તાને ઘણી વખત એ વાત પર નિરાશા દર્શાવી છે કે, આર્ટીકલ 370 હટાવ્યા મુદ્દે સઉદી અરબ સહિતના દેશે તેમને સમર્થન મળ્યું નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article