ચીન સામે ચાલી રહેલા તણાવ અંગે બોલાવેલી સર્વપક્ષિય બેઠક સમાપ્ત. વડાપ્રધાન મોદીનું નિવેદન, દેશનાં લોકોની હિમ્મતનો સંદેશો દુનિયા જોશે. જે ને કોઈ રોકતું કે ટોકતું નોહતું તેમને હવે આપણે અટકાવીએ છે.

|

Jun 19, 2020 | 4:17 PM

ચીન સામે ચાલી રહેલા તણાવ વચ્ચે વડા પ્રધાન મોદી દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષની બેઠક પુરી થઈ ગઈ છે. વડાપ્રધાને બેઠક પૂર્ણ કરીને દેશવાસીઓને સંબોધન કર્યું હતું અને દેશને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે આપણા દેશની સેના સુસજ્જ છે અને દુશ્મનોને જવાબ આપવા સક્ષમ છે તેમજ સીમાની સુરક્ષા કરવા માટે અડગ છે. સેનાને એમના સ્તર પર […]

ચીન સામે ચાલી રહેલા તણાવ અંગે બોલાવેલી સર્વપક્ષિય બેઠક સમાપ્ત. વડાપ્રધાન મોદીનું નિવેદન, દેશનાં લોકોની હિમ્મતનો સંદેશો દુનિયા જોશે. જે ને કોઈ રોકતું કે ટોકતું નોહતું તેમને હવે આપણે અટકાવીએ છે.
http://tv9gujarati.in/sarv-papkshiy-be…niya-joshe-mesej/

Follow us on

ચીન સામે ચાલી રહેલા તણાવ વચ્ચે વડા પ્રધાન મોદી દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષની બેઠક પુરી થઈ ગઈ છે. વડાપ્રધાને બેઠક પૂર્ણ કરીને દેશવાસીઓને સંબોધન કર્યું હતું અને દેશને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે આપણા દેશની સેના સુસજ્જ છે અને દુશ્મનોને જવાબ આપવા સક્ષમ છે તેમજ સીમાની સુરક્ષા કરવા માટે અડગ છે. સેનાને એમના સ્તર પર આવી કોઈ પણ સ્થિતિને પહોચી વળવા માટે ઉચિત પગલા લેવાની છુટ આપી દીધી છે. દેશે ડીપ્લોમેટીક માધ્યમોથી ચીનને સ્પસ્ટ સંદેશો પહોચાડી દીધો છે. ભારત શાંતી અને મિત્રતા ચાહે છે, પણ પોતાના સ્વાભિમાનનાં ભોગે નહી. દેશે છેલ્લા પાંચ વર્ષમાં પોતાની સીમા મજબુત કરી દીધી છે.બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રકચર, ફાઈટર પ્લેન,મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને લઈને LAC પર સેનાની પેટ્રોલિંગની કેપેસીટી વધી ગઈ છે. પહેલા જ્યાં નોહતું જઈ શકાતું ત્યાં જવાનો સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. જેમને પુછી નોહતું શકાતું કે ટોકી નોહતું શકાતું તેમને હવે સેનાનાં જવાનો રોકી પણ રહ્યા છે અને ટોકી પણ રહ્યા છે.

              આપણા માટે રાષ્ટ્રહિત સૌથી ઉપર છે, ભારતે ક્યારેય બાહરનાં દબાણને ગણકાર્યું નથી કે સ્વીકાર્યું નથી. રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ ઝડપથી કરવામાં આવશે. તમામ રાજનૈતિક પક્ષને કહેવા માંગુ છું કે સેના આપણી સીમાની રક્ષા કરવા માટે સક્ષમ છે. દેશવાસીઓ આ મુદ્દે જે રીતે આગળ આવ્યા છે તેનાથી સેનાનું , દેશવાસીઓનું મોરલ વધ્યું છે અને તેનો મેસેજ દુનિયાને પણ જશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Next Article