મહારાષ્ટ્રની રાજનીતિમાં બદલાતા સુર? સંજય રાઉતે PM મોદીના ભરપૂર વખાણ કર્યા, જાણો શું કહ્યું

|

Jul 15, 2021 | 7:14 AM

તાજેતરમાં જ શિવસેનાના સાંસદ સંજય રાઉતે પ્રધાનમંત્રી મોદીના વખાણના પૂલ બાંધી દીધા. રાઉતે કહ્યું કે ભલે બીજી લહેર બાદ તેમની લોકપ્રિયતા ઘટી. પરંતુ તે મોદી છે.

મહારાષ્ટ્રની (Maharashtra) રાજનીતિના સુર આજકાલ બદલાયેલા જોવા મળી રહ્યા છે. એક તરફ અહેવાલ આવી રહ્યા છે કે પ્રશાંત કિશોર ચૂંટણી માટે વિપક્ષને એકઠા કરવાની વાત કરી રહ્યા છે. આ વચ્ચે શિવસેના (Shivsena) સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે (Sanjay Raut) કંઇક અલગ જ સુર છેડ્યા છે. સંજય રાઉતના નિવેદન બાદ ચર્ચાઓએ જોર પકડ્યું છે.

સંય રાઉતે મોટા નિવેદનો આપતા PM નરેન્દ્ર મોદીના (Narendra Modi) વખાણનો પહાડ ઉભો કરી દીધો છે. રાઉતે કહ્યું કે PM મોદી સામે ટક્કર આપવા માટે વિપક્ષ પાસે કોઈ મોટો ચહેરો નથી. રાઉતે કહ્યું કે જ્યાં સુધી કોઈ મોટો ચહેરો નથી મળી જતો, ત્યાં સુધી કોઈ ચાન્સ નથી. આ સાથે રાઉતે PM મોદી સામે NCP પ્રમુખ શરદ પવારને (Sharad Pawar) સૌથી યોગ્ય ઉમેદવાર કહ્યા છે. સંજય રાઉતે કહ્યું કે 2024 માં મોટા ચહેરા વગર નરેન્દ્ર મોદીને હરાવવા મુશ્કેલ છે. શરદ પવાર યોગ્ય વિકલ્પ છે.

રાઉતનું કહેવું છે કે પ્રધાનમંત્રી મોદીનો ચહેરો ખૂબ મહત્વનો છે. ભલે બીજી લહેર બાદ મોદીની લોકપ્રિયતામાં થોડો ઘટાડો થયો છે. પરંતુ તે મોદી છે, આજે પણ વડાપ્રધાન મોદી દેશના સૌથી મોટા નેતા છે.

સંજય રાઉતે કોંગ્રેસ અને રાહુલ ગાંધી (Rahul Gandhi) પર નિવેદન આપતા કહ્યું કે રાહુલ એક મોટા નેતા છે, પરંતુ કોંગ્રેસમાં હજુ મોટા નેતા હયાત છે. કોંગ્રેસમાં પણ લીડરશીપને લઈને સમસ્યા છે. એટલે જ હજુ પાર્ટી પ્રેસિડેન્ટ નથી નીમી શક્યા.

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને (Prashant Kishor) લઈને રાઉતે કહ્યું કે તેમણે બંગાળમાં સારું કામ કર્યું, એમ તૃણમૂલ કોંગ્રેસ કહે છે. મને ખ્યાલ નથી ટે શું કરવા માંગે છે. તેઓ દેશના વિપક્ષને સાથે લાવવામાં યોગદાન આપી શકે છે.

 

 

આ પણ વાંચો: સંસદની રક્ષા સમિતિની બેઠકમાંથી Rahul Gandhi સહિત કોંગ્રેસ સાંસદોનું વોકઆઉટ, LAC મુદ્દે કરવા માંગતા હતા ચર્ચા

આ પણ વાંચો: વારાણસી મુલાકાત પૂર્વે PM Modi નું ટ્વિટ, કહ્યું નવી પેઢીને ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રકચર આપવાનું વિઝન

Next Video