‘હું અનુસરીશ’ના સ્લોગન સાથે સાબરકાંઠા ટ્રાફિક પોલીસની અનોખી પહેલ, દંડની સાથે ચાલકોને અપાઈ છે કાયદાની સમજણ

|

Sep 16, 2019 | 1:56 PM

આજથી માર્ગ પરીવહનના કડક કાયદાની શરુઆત થઇ છે ત્યારે સાબરકાંઠા જિલ્લાની ટ્રાફીક પોલીસે દંડ કરતા સુરક્ષાને મહત્વ આપવાની અનોખી પહેલ કરી છે. સાબરકાંઠા ટ્રાફિક પોલીસ દ્રારા વાહન ચાલકોને દંડની સાથે ટ્રાફીકના કાયદાનું પાલન કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો અને સંકલ્પ બાદ તેના વાહન પર વાહન ચાલકને વંચાય અને આસપાસના વાહનચાલકોને પણ વંચાય એ રીતે આઇ ફોલો […]

હું અનુસરીશના સ્લોગન સાથે સાબરકાંઠા ટ્રાફિક પોલીસની અનોખી પહેલ, દંડની સાથે ચાલકોને અપાઈ છે કાયદાની સમજણ

Follow us on

આજથી માર્ગ પરીવહનના કડક કાયદાની શરુઆત થઇ છે ત્યારે સાબરકાંઠા જિલ્લાની ટ્રાફીક પોલીસે દંડ કરતા સુરક્ષાને મહત્વ આપવાની અનોખી પહેલ કરી છે. સાબરકાંઠા ટ્રાફિક પોલીસ દ્રારા વાહન ચાલકોને દંડની સાથે ટ્રાફીકના કાયદાનું પાલન કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો અને સંકલ્પ બાદ તેના વાહન પર વાહન ચાલકને વંચાય અને આસપાસના વાહનચાલકોને પણ વંચાય એ રીતે આઇ ફોલો સ્લોગનનું સુત્ર ધરાવતું સ્ટીકર ચોંટાડવાનો પ્રયોગ કરવામા આવ્યો હતો. 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

વાહન ચાલક જ્યારે તેનું વાહન સ્ટાર્ટ કરે એટલે તેને આઇ ફોલોનું સ્લોગન વંચાતા જ ટ્રાફીકના કાયદાનું પાલન કરવાની એલર્ટ માનસીક રીતે થઇ આવે તે માટે આ અનોખી પહેલ કરવામાં આવી છે. દશ હજાર જેટલા સ્ટીકરો હાલમાં ટ્રાફીક પોલીસ દ્રારા એસપી ચૈતન્ય મંડલીકના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યા છે. ટ્રાફીક પોલીસે વાહન ચાલકોની સુરક્ષાને લઇને છેલ્લા એક સપ્તાહ થી લોકોને જાગૃત કરવા માટે ની તૈયારી શરુ કરી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આઇ ફોલો સ્લોગન અમલમાં મુકવામાં આવ્યુ હતુ અને તેનો અમલ આજે નવા નિયમના અમલ સાથે અમલવારી શરુ કરી હતી. આઇ ફોલો વાંચતા જ વાહન ચાલકને માનસીક રીતે જાણે કે નોટીફીકીશન થઈ આવતુ હોય એમ જ તે ટ્રાફીકના કાયદાનું પાલન કરવા જે-તે વાહનચાલક કેળવાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જિલ્લા ટ્રાફીક પોલીસના PSI અમિત દેસાઇ મુજબ આ એક પ્રકારે માનસિક રીતે લોકોને સુરક્ષાની કાળજી બાબતે તૈયાર કરવા માટેનો વિચાર છે. દંડ વસુલ કરવો એ પ્રાથમિકતા નથી પરંતુ લોકો સુરક્ષાની બાબતે સભાનતા કેળવે તો જોખમોને ઘટાડી શકાય છે અને તેના હેતુસર  આઇ ફોલો સ્લોગનને સંદેશા સ્વરુપ અમલમાં મુકવામાં આવ્યુ છે. લોકો તેનાથી પ્રેરાઇને વાહન ચલાવવાની શરુઆત કરતી વેળા જ સુરક્ષીત ડ્રાઇવિંગ કરવા પ્રેરાશે એવી આશા છે. આવનારા દિવસોમાં હજુ પણ લોકોને સુરક્ષા બાબતે પ્રોત્સાહીત કરતા પ્રયોગો કરવામાં આવશે.

પોલીસે તો પોતાના તરફથી સુરક્ષાની બાબતોને લઇને લોકોને જાગૃત કરવાનો અભીગમ દાખવ્યો છે પરંતુ આમ છતાં પણ જોખમી અને અસલામત વાહન હંકારવા મજબુર જ બને તો દંડ વસુલ કરવા પણ પોલીસે પણ મજબુરી દાખવવી જ પડે એ પણ સ્વાભાવિક છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Next Article