‘મહારાષ્ટ્રમાં ચાલી રહી છે વસૂલી સરકાર.. મનસુખ હિરેન કેસને NIAને આપવાથી કેમ બચી રહ્યા છો?’ રવિશંકર પ્રસાદે ઉદ્ધવ ઠાકરેને કર્યા સવાલ

|

Mar 23, 2021 | 7:07 PM

પૂર્વ મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહ (Param Bir Singh) દ્વારા ગૃહમંત્રી અનિલ દેશમુખ (Anil Deshmukh) પર લગાવવામાં આવેલા ગંભીર આરોપો પર આજે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે (Ravi Shankar Prasad) પત્રકાર પરિષદ કરી.

મહારાષ્ટ્રમાં ચાલી રહી છે વસૂલી સરકાર.. મનસુખ હિરેન કેસને NIAને આપવાથી કેમ બચી રહ્યા છો? રવિશંકર પ્રસાદે ઉદ્ધવ ઠાકરેને કર્યા સવાલ
Ravi Shankar Prasad

Follow us on

પૂર્વ મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહ (Param Bir Singh) દ્વારા ગૃહમંત્રી અનિલ દેશમુખ (Anil Deshmukh) પર લગાવવામાં આવેલા ગંભીર આરોપો પર આજે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે (Ravi Shankar Prasad) પત્રકાર પરિષદ કરી. રવિશંકર પ્રસાદે કહ્યું કે આવું પહેલા ક્યારેય સાંભળ્યું નથી કે એક પોલીસ કમિશનરે કોઈ મુખ્યપ્રધાનને પત્ર લખી જણાવ્યું હોય કે ગૃહમંત્રી પોલીસ અધિકારીઓને 100 કરોડની વસૂલીનો ટાર્ગેટ આપી રહ્યા છે અને તે માત્ર મુંબઈ સુધીની જ વાત છે.

 

રવિશંકર પ્રસાદે આગળ કહ્યું કે મહારાષ્ટ્રમાં ઘણા મંત્રી છે. અન્ય મંત્રીઓ વિશે શું કહેવામાં આવે? આ વસૂલી વ્યક્તિગત રૂપે થઈ રહી હતી કે સમગ્ર પાર્ટીનું સમર્થન તેની પાછળ હતું? તેની ઉંડાણપૂર્વક તપાસ જરૂર થવી જોઈએ. પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઘણા એવા દસ્તાવેજ બતાવ્યા છે, જેનાથી જાણી શકાય છે કે મહારાષ્ટ્રમાં મોટા સ્તરના પોલીસ અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગ માટે લાંચ અને હફ્તાવસૂલી કરવામાં આવતી હતી અને હવે જ્યારે કમિશનર ઓફ ઈન્ટેલિજન્સે તેની પૂરી તપાસ કરી રિપોર્ટ રજૂ કર્યો તો મુખ્યપ્રધાને તે રિપોર્ટના આધાર પર કાર્યવાહી કરવાની જગ્યાએ મહિલા પોલીસ અધિકારીનું પ્રમોશન અટકાવી દીધું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

સચિન વાજે અને શિવસેનાના કનેક્શનને લઈને પણ રવિશંકર પ્રસાદે કહ્યું કે સચિન વાજે 15 વર્ષથી નિયુક્ત હતા. ત્યારબાદ તે શિવસેનાના નેતા બન્યા, તે પછી કોરોનાકાળમાં તેમને ફરીથી સેવામાં લેવામાં આવ્યા. ત્યારબાદ આ અધિકારીને મુંબઈના રેસ્ટોરન્ટ અને બાર પાસેથી 100 કરોડની વસૂલી કરવાનો ટાર્ગેટ આપવામાં આવે છે. તેનાથી શું મેસેજ જાય છે, તે કે મહારાષ્ટ્રમાં વિકાસની નહીં વસૂલીની સરકાર છે.

 

મનસુખ હિરેન કેસને NIAને કેમ નથી આપતી રાજ્ય સરકાર?

રવિશંકર પ્રસાદે કહ્યું કે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર મળેલા વિસ્ફોટકથી ભરેલી ગાડી મામલે તપાસ NIA કરી રહી છે. મહારાષ્ટ્ર સરકારે મનસુખ હિરેન કેસની તપાસ NIAને અત્યાર સુધી કેમ નથી આપી? NIAના સેક્શન 8માં તે નિયમ છે કે આ પ્રકારના ગંભીર કેસથી ક્નેક્ટિંગ કોઈ કેસ હોય તો NIA તેની તપાસ કરી શકે છે. વિસ્ફોટક કારના માલિકનું શંકાસ્પદ મોત થઈ જાય છે તો NIA તેની તપાસ કેમ ના કરે?

રવિશંકર પ્રસાદે વધુમાં કહ્યું કે મનસુખ હિરેન કેસની તપાસ મહારાષ્ટ્ર ATS કરી રહી છે. એટીએસે સચિન વાજે સુધી તપાસને સીમિત રાખી છે. કેમ વધુ તપાસ કરવામાં નથી આવી રહી? કારણ કે મીડિયાના રિપોટિંગમાં જિલેટિન પ્રકરણના સુત્ર દિલ્હી તિહાડ જેલ સુધી પહોંચ્યા હતા. એટલે આ કેસ મહારાષ્ટ્ર સુધી સીમિત નથી.

 

આ પણ વાંચો: Naxal Attack : છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં હુમલો, ત્રણ જવાન શહીદ અનેક ઘાયલ

Published On - 7:06 pm, Tue, 23 March 21

Next Article