મહારાષ્ટ્રના મુદ્દે સંસદમાં કોંગ્રેસના સાંસદોએ બેનર સાથે કર્યો હોબાળો, માર્શલોએ ધક્કામુક્કી કરી હોવાનો આક્ષેપ

|

Nov 25, 2019 | 8:17 AM

સંસદના શિયાળા સત્રનો આજે છઠ્ઠો દિવસ હતો. અને કોંગ્રેસે મહારાષ્ટ્રની રાજનીતિ પર કેન્દ્ર સરકારને ઘેરવાની કોશિશ કરી હતી. સંસદમાં આજે રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસના સાંસદોએ બેનર સાથે હોબાળો મચાવ્યો હતો. જે દરમિયાન સ્પીકરે અનેક વખત બેસી જવાની વિનંતી કરી હતી. પરંતુ હોબાળો શરૂ રહ્યો હતો. અને ધક્કામુકી થઈ હોવાની […]

મહારાષ્ટ્રના મુદ્દે સંસદમાં કોંગ્રેસના સાંસદોએ બેનર સાથે કર્યો હોબાળો, માર્શલોએ ધક્કામુક્કી કરી હોવાનો આક્ષેપ

Follow us on

સંસદના શિયાળા સત્રનો આજે છઠ્ઠો દિવસ હતો. અને કોંગ્રેસે મહારાષ્ટ્રની રાજનીતિ પર કેન્દ્ર સરકારને ઘેરવાની કોશિશ કરી હતી. સંસદમાં આજે રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસના સાંસદોએ બેનર સાથે હોબાળો મચાવ્યો હતો. જે દરમિયાન સ્પીકરે અનેક વખત બેસી જવાની વિનંતી કરી હતી. પરંતુ હોબાળો શરૂ રહ્યો હતો. અને ધક્કામુકી થઈ હોવાની વાત પણ સામે આવી છે. કેરળમાંથી કોંગ્રેસના સાંસદ હિબી એડને કહ્યું કે, સુરક્ષાકર્મીએ અમારા બેનર લઈ લીધા છે. આ લોકતંત્ર નથી. માર્શલોએ અમારી સાથે ધક્કામુક્કી કરી હતી. મહિલા સાંસદો સાથે પણ ધક્કામુક્કી મામલે અમે સ્પીકરને લેખિત ફરિયાદ કરી છે. તો બીજી તરફ સોનિયા ગાંધી સહિતના નેતાઓએ સંસદ બહાર પણ બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો.

 આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર મામલે સુપ્રીમ કોર્ટ આવતીકાલે સવારે 10.30 વાગ્યે નિર્ણય સંભળાવશે

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભારે હોબાળાના કારણે લોકસભાની કાર્યવાહી 12થી 2 વાગ્યા સુધી સ્થગીત કરી દીધી હતી. મહત્વનું છે કે, આજે લોકસભામાં મહત્વના ત્રણ બિલ રજૂ થવાના હતા. જેમાં ઈ-સિગારેટ પ્રતિબંધ બિલ 2019 પર વિચાર થવાનો હતો. જે બાદ રાજ્યસભામાં ટ્રાન્સજેન્ડર પર્સન્સ બિલ પર ચર્ચા ચાલુ રહેશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article