રાજયમાં નવી ફાયર રેગ્યુલેશન સિસ્ટમની સીએમ દ્વારા જાહેરાત, ફાયર સર્વિસને મજબૂત કરવા ચાર ઝોનમાં ચાર અધિકારી નિમાશે

|

Dec 13, 2020 | 7:48 PM

રાજ્યમાં વધી રહેલી આગની દુર્ઘટનાઓ અટકાવવા સરકારે એક નવી ફાયર રેગ્યુલેશન સિસ્ટમની જાહેરાત કરી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે ફાયર સર્વિસને વધારે મજબૂત બનાવવા ચાર ઝોનમાં ચાર અધિકારી નિમાશે. આ ઉપરાંત એક ડાયરેક્ટર ઓફ ફાયરની પોસ્ટ ઉભી થશે. રાજ્યમાં ફાયર સેફ્ટીના કડક અમલથી લોકોના જીવ-મિલકતોનું રક્ષણ કરાશે. આ ફાયરના નવા નિયમોનો અમલ 26 જાન્યુઆરીથી કરવામાં […]

રાજયમાં નવી ફાયર રેગ્યુલેશન સિસ્ટમની સીએમ દ્વારા જાહેરાત, ફાયર સર્વિસને મજબૂત કરવા ચાર ઝોનમાં ચાર અધિકારી નિમાશે

Follow us on

રાજ્યમાં વધી રહેલી આગની દુર્ઘટનાઓ અટકાવવા સરકારે એક નવી ફાયર રેગ્યુલેશન સિસ્ટમની જાહેરાત કરી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે ફાયર સર્વિસને વધારે મજબૂત બનાવવા ચાર ઝોનમાં ચાર અધિકારી નિમાશે. આ ઉપરાંત એક ડાયરેક્ટર ઓફ ફાયરની પોસ્ટ ઉભી થશે. રાજ્યમાં ફાયર સેફ્ટીના કડક અમલથી લોકોના જીવ-મિલકતોનું રક્ષણ કરાશે.


આ ફાયરના નવા નિયમોનો અમલ 26 જાન્યુઆરીથી કરવામાં આવશે. રાજ્યમાં હાઈરાઈઝ બિલ્ડિંગ, વેપારી એકમો, શાળા, કોલેજ, હોસ્પિટલ અને ઔદ્યોગિક એકમોને ફાયર એનઓસી ઑનલાઈન મળશે. નવા બિલ્ડિંગો માટે ફાયર સર્ટિફિકેટ 3 વર્ષ સુધી માન્ય રહેશે. રાજ્યમાં ફાયર મેનેજમેન્ટ કામગીરીની ચકાસણી કરવા પ્રાઈવેટ ફર્મને કામ સોંપવામાં આવશે. જેની દર 3 મહિને તપાસ કરાશે. આ ચેકિંગમાં ઈજનેર અને એક્સપર્ટને પણ જોડવામાં આવશે. રાજ્યમાં ફાયર એનઓસી માટે હવે લોકોને કચેરીના ધક્કા નહીં ખાવા પડે. તો ફાયર સેફ્ટી કોપ પોર્ટલ પરથી એનસીઓ વિકસાવવામાં આવશે. રાજ્યમાં યુવાનો માટે ફાયર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રે રોજગારીની તકો પણ ઉપલબ્ધ થશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article