Rajasthan : સચિન પાયલોટ અને અશોક ગેહલોત વચ્ચે વિવાદ યથાવત, હવે બસપામાંથી કોંગ્રેસમાં આવેલા ધારાસભ્યોએ બેઠક બોલાવી

|

Jun 20, 2021 | 4:01 PM

રાજસ્થાન(Rajasthan)કોંગ્રેસમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ(Sachin Piolet)વચ્ચે ચાલી રહેલા રાજકીય ખટરાગ અટકવાનું નામ નથી લઈ રહ્યો. તેમ હવે કોંગ્રેસમાં આવેલા બસપા અને અપક્ષ ધારાસભ્યોએ બેઠક બોલાવીને મુશ્કેલીમાં વધારો કરી દીધો છે.

Rajasthan : સચિન પાયલોટ અને અશોક ગેહલોત વચ્ચે  વિવાદ યથાવત, હવે બસપામાંથી કોંગ્રેસમાં આવેલા ધારાસભ્યોએ બેઠક બોલાવી
સચિન પાયલોટ અને અશોક ગેહલોત વચ્ચે રાજકીય વિવાદ યથાવત

Follow us on

રાજસ્થાન(Rajasthan)કોંગ્રેસમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ(Sachin Piolet)વચ્ચે ચાલી રહેલા રાજકીય ખટરાગ અટકવાનું નામ નથી લઈ રહ્યો. તેમ હવે કોંગ્રેસમાં આવેલા બસપા અને અપક્ષ ધારાસભ્યોએ બેઠક બોલાવીને મુશ્કેલીમાં વધારો કરી દીધો છે.

ગેહલોત સમર્થકો નારાજ થયા

રાજસ્થાન(Rajasthan)માં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ(Sachin Piolet) વચ્ચે ચાલી રહેલો રાજકીય વિવાદ હજુ પણ યથાવત છે. તેવા સમયે પાયલોટના તરફેણમાં રાજ્યના પ્રભારી અજય માકનના નિવેદન બાદ એવું માનવામાં આવે છે કે ગેહલોત સમર્થકો નારાજ થયા છે . તેમજ હવે કોંગ્રેસ હાઈકમાન્ડ ઉપર દબાણ લાવવા માટે બહુજન સમાજ પાર્ટીથી કોંગ્રેસમાં આવેલા અને અપક્ષ ધારાસભ્યોથી કોંગ્રેસના સહયોગી સભ્યો બનેલા ધારાસભ્યોએ બેઠક બોલાવી છે.

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

જયપુરની હોટલ અશોક ખાતે એક બેઠક બોલાવવામાં આવી

રાજસ્થાન(Rajasthan)માં 23 મી જૂને જયપુરની હોટલ અશોક ખાતે એક બેઠક બોલાવવામાં આવી છે. જો સૂત્રોનું માનવું હોય તો ગેહલોત જૂથ પાઇલટ જૂથ વિરુદ્ધ વાતાવરણ બનાવવા માટે વ્યૂહરચના ઘડી છે. આ બેઠક અંગેની માહિતી બસપાથી કોંગ્રેસમાં જોડાનારા તમામ અપક્ષ અને ધારાસભ્યોએ  આપી  છે. તેમાંથી છ ધારાસભ્યો બસપા અને 13 અપક્ષો છે.

સચિન પાયલોટને દેશદ્રોહી ગણાવી રહ્યા છે 

માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં હાલની રાજકીય પરિસ્થિતિ, કેબિનેટ વિસ્તરણ, રાજકીય નિમણૂકો અંગે વિચારણા કરવામાં આવશે. બહુજન સમાજ પાર્ટીમાંથી આવેલા અને અપક્ષ ધારાસભ્યો જીતેલા ધારાસભ્યો સચિન પાયલોટ અને તેના સમર્થકો પર સતત હુમલો કરી રહ્યા છે અને સચિન પાયલોટને દેશદ્રોહી ગણાવી રહ્યા છે.

પાયલોટે નકારી દીધી હતી

કોંગ્રેસ હાઈકમાન્ડને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ(Sachin Piolet) વચ્ચે ચાલી રહેલા રાજકીય યુદ્ધની પણ જાણકારી છે. આ સિવાય એવી માહિતી પણ બહાર આવી રહી છે કે કોંગ્રેસની અંદરના આ રાજકીય સંકટને ટાળવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડે સચિન પાયલોટને પાર્ટીમાં જનરલ સેક્રેટરી પદની ઓફર કરી હતી જેને પાયલોટે નકારી દીધી હતી.

સચિન પાયલોટ ઇચ્છે છે  સાત પોસ્ટ તેમના ખાતામાં આવે

એવું પણ માનવામાં આવે છે કે સચિન પાયલોટ ઇચ્છે છે કે તેમના જૂથના લોકો ગેહલોત સરકારમાં ખાલી રહેલા પ્રધાન પદ પર બેસે. હાલમાં ગેહલોત કેબિનેટમાં નવ ખાલી જગ્યાઓ છે અને સચિન પાયલોટ ઇચ્છે છે કે આમાંથી છ-સાત પોસ્ટ તેમના ખાતામાં આવે. જ્યારે કોંગ્રેસમાં આવેલા બસપા અને અપક્ષ ધારાસભ્યો પણ આ પદો પર નજર રાખી રહ્યા છે.

Published On - 3:58 pm, Sun, 20 June 21

Next Article