કેન્દ્ર સરકાર પર રાહુલનો કટાક્ષ – ચૂંટણી તો ગદ્દાફી અને સદ્દામ હુસેન પણ જીત્યા હતા

|

Mar 17, 2021 | 9:55 AM

રાહુલ ગાંધીએ (Rahul Gandhi) મંગળવારે લોકશાહીને લઈને કેન્દ્ર સરકાર પર સવાલ ઉભા કર્યા. તેમણે કહ્યું કે, ઇરાકના સરમુખત્યાર સદ્દામ હુસેન અને લિબિયાના મુઅમ્મર ગદ્દાફી પણ ચૂંટણી જીત્યા હતા.

કેન્દ્ર સરકાર પર રાહુલનો કટાક્ષ - ચૂંટણી તો ગદ્દાફી અને સદ્દામ હુસેન પણ જીત્યા હતા
Rahul Gandhi

Follow us on

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને કેરળના વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) મંગળવારે લોકશાહીને લઈને કેન્દ્ર સરકાર પર સવાલ ઉભા કર્યા. તેમણે કહ્યું કે, ઇરાકના સરમુખત્યાર સદ્દામ હુસેન અને લિબિયાના મુઅમ્મર ગદ્દાફી પણ ચૂંટણી જીત્યા હતા. અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીના પ્રોફેસર આશુતોષ વાષ્ળેર્યની સાથેની ઓનલાઇન વાતચીતમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, સદ્દામ હુસેન અને ગદ્દાફી પણ ચૂંટણી લડ્યા અને તેમને જીત્યા પણ હતા. એવું નહોતું કે લોકો મત નહોતા આપ્યા, પરંતુ તે મતની સુરક્ષા માટે કોઈ સંસ્થાકીય માળખું નહોતું.

રાહુલે કહ્યું કે, ચૂંટણી એ જ નથી કે લોકો જઇને મતદાન મશીન પર બટન દબાવે. ચૂંટણી એક વિચાર છે. ચૂંટણી સંસ્થાઓ છે, જે સુનિશ્ચિત કરે છે કે, દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોગ્ય રીતે કાર્યરત રહે. ચૂંટણી એટલે ન્યાયપાલિકા નિષ્પક્ષ હોવી જોઈએ અને સંસદમાં ચર્ચા થવી જોઈએ. તેથી આ બાબતો મત માટે જરૂરી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

કોંગ્રેસ નેતાએ બે વિદેશી સંસ્થાઓ દ્વારા ભારતમાં સ્વતંત્રતા અને લોકશાહીની સ્થિતિની ટીકાના સંદર્ભમાં કહ્યું હતું કે, દેશને આ સંસ્થાઓની મહોરની જરૂર નથી. પરંતુ અહીંની પરિસ્થિતિ તેઓની કલ્પના કરતા પણ ઘણી ખરાબ છે. પ્રોફેસર આશુતોષ વાષ્ળેર્ય સાથેની વાતચીતમાં રાહુલે એવો દાવો પણ કર્યો હતો કે, જો કોઈ ફેસબુક અને વોટ્સએપને નિયંત્રિત કરી શકે છે, તો લોકશાહીનો પણ નાશ થઈ શકે છે. અમેરિકન સંસ્થા ‘ફ્રીડમ હાઉસ’ અને સ્વીડિશ સંસ્થા ‘વી ડેમ ઇન્સ્ટિટ્યુટ’ દ્વારા ભારતના સંદર્ભમાં તાજેતરમાં કરવામાં આવેલી ટિપ્પણી અંગે રાહુલને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

 

રાહુલ ગાંધીએ કહ્યું કે “આ વિદેશી સંસ્થાઓ છે અને ભારતને તેમની મહોરની જરૂર નથી, પરંતુ અહીંની પરિસ્થિતિ તેઓની કલ્પના કરતા ઘણી વધારે ખરાબ છે.” રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે, તેમણે પાર્ટીમાં આંતરિક લોકશાહીનો આગ્રહ રાખ્યો અને તેમણે ક્યારેય કહ્યું નહીં કે કોંગ્રેસમાં ચૂંટણી ન હોવી જોઇએ. તેમણે દાવો કર્યો કે, “ભાજપના સાંસદોએ મને કહ્યું કે, તેઓ સંસદમાં ખુલીને ચર્ચા કરી શકતા નથી. તેમને કહેવામાં આવે છે કે શું બોલવું. આ એકદમ સીધી વાત છે.”

રાહુલે કહ્યું કે “આપણે ભયંકર નોકરીની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ. જો આ સમસ્યાનું સમાધાન લાવવામાં નહીં આવે તો ભારત વૈશ્વિક પરિસ્થિતિમાં નહીં આવે, જ્યાં ચીન તરફથી આવતા પડકારોનો સામનો કરી શકાય.” રાહુલ ગાંધીએ કહ્યું, “લાખો લોકો ગામડાથી શહેરોમાં આવે છે. આપણે તેમના માટે કંઈક કરવાની જરૂર છે, તેમને દ્રષ્ટિ આપવાની જરૂર છે. પછી ભલે તે કૃષિ અને ઉત્પાદન ક્ષેત્રે સુધારણા દ્વારા હોય કે સેવાઓની સુધારાણા.

Next Article