સૌપ્રથમ તો રાહુલ ગાંધીએ ટ્વીટ કરી પીએમ મોદી પર જુઠ્ઠું બોલવાનો આરોપ લગાવ્યો છે, તો લોકસભા ચૂંટણી 2014માં અમેઠીમાં રાહુલને ટક્કર આપના કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ રાહુલ પર પલટવાર કર્યો છે.
નોંધનીય છે કે પીએમ મોદીએ રવિવારે અમેઠીના કોરવામાં ઑર્ડિનંસ ફૅક્ટરીનું ઉદ્ઘાટન કર્યુ હતું. ઇન્ડિયન આર્મીની જૂની ઇંસાસ રાઇફલોને રિપ્લેસ કરવા માટે રશિયા સાથે મળી લગભગ 7 લાખ એક-203 રાઇફલોનું આ ફૅક્ટરીમાં નિર્માણ થશે. મોદીએ આ પ્રસંગે રાહુલ પર અમેઠીમાં કોઈ વિકાસ કાર્ય ન કરવા સહિતના અનેક પ્રહારો કર્યા હતાં.
મોદીના પ્રહારો અને આરોપોના જવાબમાં રાહુલ ગાંધીએ આજે ટ્વીટ કરી પીએમ મોદી પર આદત પ્રમાણે જુઠ્ઠું બોલવાનો આરોપ લગાવ્યો. રાહુલે ટ્વીટ કર્યું, ‘વડાપ્રધાન જી, અમેઠીની ઑર્ડિનંસ ફૅક્ટરીનું શિલાન્યાસ 2010માં મેં પોતે કર્યુ હતું. છેલ્લા ઘણા વર્ષોથી ત્યાં નાના હથિયારોનું ઉત્પાદન ચાલી રહ્યું છે. ગઈકાલે આપ અમેઠી ગયાં અને પોતાની આદતથી મજબૂર થઈ આપ ફરી જુઠ્ઠું બોલ્યા. શું આપને બિલ્કુલ પણ શરમ નથી આવતી ?’
प्रधानमंत्री जी,
अमेठी की ऑर्डिनेंस फैक्ट्री का शिलान्यास 2010 में मैंने खुद किया था।
पिछले कई सालों से वहां छोटे हथियारों का उत्पादन चल रहा है।
कल आप अमेठी गए और अपनी आदत से मजबूर होकर आपने फिर झूठ बोला।
क्या आपको बिल्कुल भी शर्म नहीं आती?
— Rahul Gandhi (@RahulGandhi) March 4, 2019
રાહુલના ટ્વીટની ગણતરીની મિનિટોમાં જ ભાજપના નેતા સ્મૃતિ ઈરાની રાહુલને પડકારવા મેદાને આવી ગયાં. સ્મૃતિએ 2010ના એક ન્યૂઝ રિપોર્ટને શૅર કરતા રાહુલના દાવા પર સવાલ ઉઠાવ્યો. તેમણે ટ્વીટ કર્યું, ‘જો કોરવામાં 2010માં આપે શિલાન્યાસ કર્યું, તો 2007માં ઑર્ડિનંસ ફૅક્ટરી અંગે જે થયું, તેના પર પ્રકાશ નાખશો ?’
अगर कोरवा में 2010 में आपने शिलान्यास किया तो 2007 में ऑर्डिनेंस फैक्ट्री के सम्बंध में जो हुआ उसपे प्रकाश डालेंगे? @RahulGandhihttps://t.co/FxdCT1ye3Rhttps://t.co/f6qeWP4tlb
— Smriti Z Irani (@smritiirani) March 4, 2019
સ્મૃતિએ બીજુ ટ્વીચટ કર્યું, ‘સાથે-સાથે આજે દેશને બતાવી દઉં કે કેવી રીતે આપે તે સંસ્થાનું પણ શિલાન્યાસ કર્યું કે જેનું આપના જ એક નેતાએ લગભગ 2 દાયકા પહેલા શિલાન્યાસ કર્યુ હતું.’
लगे हाथ आज देश को बता दें की कैसे आपने तो उस संस्थान का भी शिलान्यास किया जिसका आप ही के एक नेता ने लगभग 2 दशक पहले शिलान्यास किया था। @RahulGandhi pic.twitter.com/UpmrYU6wbI
— Smriti Z Irani (@smritiirani) March 4, 2019
હકીકતમાં 2010નો જે ન્યૂઝ રિપોર્ટનો હવાલો સ્મૃતિએ આપ્યો છે, તેમાં જણાવાયુ હતું કે અમેઠીની ઑર્ડિનંસ ફૅક્ટરીને સંરક્ષણ મંત્રાલયે 2007માં મંજૂરી આપી હતી અને તેને ઑક્ટોબર-2010 સુધી સ્થાપિત કરવાની હતી. ઑગસ્ટ 2010ના કૅગના રિપોર્ટના હવાલાથી આ મીડિયા રિપોર્ટમાં જણાવાયુ હતું કે ખોટી જગ્યાની પસંગી અને અપુરતા મૉનિટરિંગના કારણે પ્રોજેક્ટની પ્રગતિ બહુ ધીમી છે. કૅગે પોતાના રિપોર્ટમાં કહ્યુ હતું કે પ્રોજેક્ટમાં બહુ જ વિલંબ થવાની શંકા છે. ફૅક્ટરી માટે 60 એકર જમીનની જરૂર હતી, પણ હિન્દુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડે માત્ર 34 એકર જમીન ઑફર કરી હતી. ઑગસ્ટ-2010 સુધી બાકીની જમીનનું સંપાદન સુદ્ધા નહોતું થયું. કૅગે પોતાના રિપોર્ટમાં સરકાર સમક્ષ કોરવા ઑર્ડિનંસ ફૅક્ટરીની તાત્કાલિક સમીક્ષાની માંગણી કરી હતી. કૅગે કહ્યુ હતું કે ફૅક્ટરીની ઇમારત ખાલી છે અને અહીંથી હથિયારોના ઉત્પાદન માટે લાંબો ઇંતેજાર કરવો પડશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]