રાફેલને લગતાં મહત્ત્વના દસ્તાવેજો મંત્રાલયમાંથી ચોરાયા તેવું સરકારે કબૂલતાં સુપ્રીમ કોર્ટમાં હંગામો, રાફેલ વિવાદની આગામી સુનાવણી હવે 14 માર્ચે

|

Mar 06, 2019 | 3:16 PM

રાફેલના અમુક દસ્તાવેજો મંત્રાલયમાંથી જ ચોરી થઈ જવાનું સરકારે સુપ્રીમ કોર્ટમાં કબૂલ્યુ છે. જેના લીધે કોર્ટમાં હોબાળો મચી જવા પામ્યો હતો.  કેન્દ્ર સરકાર તરફથી એટર્ની જનરલ કેકે વેણુગોપાલે બુધવારે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરતા કહ્યું કે, રાફેલ તપાસના કેટલાક દસ્તાવેજ સંરક્ષણ મંત્રાલયમાંથી ચોરી થયા છે. એટર્ની જનરલના ચીફ જસ્ટિસ રંજન ગોગાઈએ કહ્યું કે, ખોટી રીતે મેળવેલા […]

રાફેલને લગતાં મહત્ત્વના દસ્તાવેજો મંત્રાલયમાંથી ચોરાયા તેવું સરકારે કબૂલતાં સુપ્રીમ કોર્ટમાં હંગામો, રાફેલ વિવાદની આગામી સુનાવણી હવે 14 માર્ચે

Follow us on

રાફેલના અમુક દસ્તાવેજો મંત્રાલયમાંથી જ ચોરી થઈ જવાનું સરકારે સુપ્રીમ કોર્ટમાં કબૂલ્યુ છે. જેના લીધે કોર્ટમાં હોબાળો મચી જવા પામ્યો હતો. 

કેન્દ્ર સરકાર તરફથી એટર્ની જનરલ કેકે વેણુગોપાલે બુધવારે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરતા કહ્યું કે, રાફેલ તપાસના કેટલાક દસ્તાવેજ સંરક્ષણ મંત્રાલયમાંથી ચોરી થયા છે. એટર્ની જનરલના ચીફ જસ્ટિસ રંજન ગોગાઈએ કહ્યું કે, ખોટી રીતે મેળવેલા દસ્તાવેજો પણ કોર્ટમાં માન્ય છે, એવિડન્સ એક્ટ (પુરાવા અધિનિયમ) હેઠળ દસ્તાવેજ કોર્ટમાં માન્ય છે.

TV9 Gujarati

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

 

સરકારે દલીલ કરી કે અજ્ઞાત માધ્યમો ધ્વારા પ્રાપ્ત કરેલા દસ્તાવેજો પર કોર્ટ વિચાર કરી શકતી નથી. જેના પર જસ્ટિસ કેએમ જોસેફે કડક શબ્દોમાં કહ્યું કે, “બોફોર્સમાં પણ ભ્રષ્ટાચારનો આરોપ હતો. શું હવે પણ તમે કહેશો કે કોર્ટે આવા દસ્તાવેજો પર વિચાર ન કરવો જોઈએ ? ” વધુમાં તેમણે કહ્યું કે અમે અંહિયા કાયદાનું પાલન કરવા બેઠા છીએ. જસ્ટિસ ઝોસફે સવાલ કરતાં કહ્યું કે, “અમે કયા અધિકારથી એવુ કહીં શકીયે કે, કોઈ દસ્તાવેજ ગેરકાયદે મેળવેલા હોય તો તેના પર વિચાર ન કરવો જોઈએ ? ”

રાફેલ મામલા પર ફેરબદલ અરજીઓ પર બુધવારે મહત્વપૂર્ણ સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન એટર્ની જનરલ કે કે વેણુગોપાલે કહ્યું કે , જે દસ્તાવેજો પર એડવોકેટ પ્રશાંત ભૂષણને વિશ્વાસ હતો  તે સંરક્ષણ મંત્રાલયમાંથી ચોરાયા છે. સુનાવણી દરમિયાન એટર્ની જનરલે કહ્યું કે, અમને F-16થી સારા વિમાન નથી જોઈતા. અમે માનીએ છીએ કે મિગ વિમાને સારુ કામ કર્યું જે 1960માં નિર્માણ પામ્યા છે. જેની સીબીઆઈ તપાસથી રાફેલ ડીલમાં નુકસાન થશે તો તે દેશહિતમાં યોગ્ય નહી હોય. આ દલીલો બાદ વધુ સુનાવણી હવે સુપ્રીમ કોર્ટમાં 14 માર્ચે કરવામાં આવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article