Gujarati NewsPoliticsQuestion hour of gujarat assembly revels some big issue of gujarat state vidhansabha ni prashnottari ma bhjapani pol khuli
વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં ખુલી ભાજપ સરકારની પોલ, ધારાસભ્યોના સવાલો પર આ જવાબ આપીને જ સરકાર મુકાઈ ગઈ મુશ્કેલીમાં!
ગુજરાત વિધાનસભાનું લેખાનુદાન સત્ર મળી રહ્યું છે, જેમા પ્રમથ કલાક હંમેશા પ્રશ્નોત્તરીનો હોય છે. સામાન્ય રીતે ધારાસભ્યો વિવિધ મુદ્દે સરકાર પાસે સવાલોનો જવાબ માંગતા હોય છે. જે સવાલોના જવાબ આપવામાં સરકારની મુશ્કેલી વધી છે. વિધાનસભાનુ ટુંકુ સત્ર મળી રહ્યુ છે,ત્યારે વિવિધા ધારાસભ્યોએ પુછેલા સવાલો માટે જે જવાબો આપ્યા તે સાંભળીને ગુજરાતની જનતાને વિશ્વાસ નહી આવે,કારણ […]
Follow us on
ગુજરાત વિધાનસભાનું લેખાનુદાન સત્ર મળી રહ્યું છે, જેમા પ્રમથ કલાક હંમેશા પ્રશ્નોત્તરીનો હોય છે. સામાન્ય રીતે ધારાસભ્યો વિવિધ મુદ્દે સરકાર પાસે સવાલોનો જવાબ માંગતા હોય છે. જે સવાલોના જવાબ આપવામાં સરકારની મુશ્કેલી વધી છે.
વિધાનસભાનુ ટુંકુ સત્ર મળી રહ્યુ છે,ત્યારે વિવિધા ધારાસભ્યોએ પુછેલા સવાલો માટે જે જવાબો આપ્યા તે સાંભળીને ગુજરાતની જનતાને વિશ્વાસ નહી આવે,કારણ કે સરકાર કાયદો અને વ્યવસ્થામાં તો નિષ્ફળ ગઇ છે સાથે બુલેટ ટ્રેનની જમીન સંપાદનમાં પણ ખેડુતોએ જે વાંધો લીધો છે, તેના સમાધાન માટે પ્રયત્નોમાં પણ સરકાર નિષ્ફળ ગઇ છે. અમદાવાદનો નામ બદલીને કર્ણાવતી કરવા માટે ભલે જાહેરાત થઇ હોય, પણ કોઇ કાયદાકીય નિર્ણયો લેવાયા નથી. મહત્વની વાત એ છે પોલીસને આધુનિકરણ કરવામાં પણ કેન્દ્રે ગુજરાત સાથે અન્યાય કર્યો છે અને વધુમાં સરકારને એ પણ ખબર નથી કે અછતગ્રસ્ત વિસ્તાર માટે કેન્દ્ર સરકારે સહાય કરી છે કે નહી? આથી સરકારે સ્વીકાર કર્યો તે કે તે નિષ્ફળ ગઈ છે.
નલિયા કાંડની ચર્ચા
કોગ્રેસના ધારાસભ્ય પ્રવિણ મુસડીયાએ નલીયા સેક્સ કાંડની તપાસ વિશે સવાલો પુછ્યા સરકારે જવાબ આપ્યો કે આ કાંડની તપાસ માટે જસ્ટીસ દવે પંચની રચના કરાઇ છે. જેની પાછળ અત્યાર સુધી 7027238 રુપિયાનો ખર્ચ કરી નાખ્યો છે અને કમિશનની બેઠક માત્ર એક વખત મળી છે તે પણ માર્ચ 19 માર્ચ 2018ના દિવસે. મહત્વની વાત એટલી છે કે આટલો ખર્ચ થવા છતાં સીધી રીતે કોઇ પરિણામ આવ્યુ નથી. ઉલ્લેખનિય છે કે ભાજપના પુર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાળીની હત્યા પણ આ કારણે જ થઇ હોઇ શકે છે તેવી ચર્ચા પણ ચાલી રહી છે,,
મહાત્મા મંદીરમાં સરકાર કાર્યક્રમ કરે છે પણ ભાડુ ચુકવવામાં ગલ્લા તલ્લાધાંગ્રધાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ મહાત્મા મંદીરના ભાડા વસુલાતના સવાલ પુછ્યો તો સરકારની મુશ્કેલી તેમાં વધી સરકારે જવાબ આપ્યો કે ખાનગી એજન્સીઓ પાસેથી 1,53,27000ની રકમ બાકી,જ્યારે સરકારે જે કાર્યક્રમો કર્યા તેના 3,9227000ની રકમની વસુલાત બાકી છે. સવાલ એ ઉઠે છે કે જો સરકાર પોતે ભાડાની રકમ ચુકવવામા ઉદાસીન હોય તો ખાનગી એજન્સી તો બાકી રાખે જ ને! આ ઘટનામાં દલા તરવાડી કહેવાત સાચી પડે છે.
લોકરક્ષક પેપર લીક મામલામાં 16 આરોપીઓને પોલીસ પકડવામાં પોલીસ નિષ્ફળજંબુસરના ધારાસભ્ય સંજય સોલંકીએ લોકરક્ષક પેપર લીકનો સવાલ પુછ્યો ત્યારે ગૃહ વિભાગે જવાબ આપ્યુ કે આ ઘટનામા પોલીસે 20 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે 16 આરોપીઓ હજુ પણ પોલીસ પકડની બહાર છે. આ ઘટનામાં રાજ્ય સરકાર સામે મોટા સવાલો ઉભા થયા હતા, આરોપ પ્રત્યારોપો પણ રાજકીય રીતે થયા હતા.
દારુબંંધી સાબિત થયું નાટકઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાએ પુછ્યુ કે લાયસંસ ઉપર ગુજરાતમાં કેટલો દારુ વેચાયો ત્યારે સરકારે જવાબ આપ્યો કે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં લાયસંસ ઉપર 501938 લીટર વિદેશી દારુ વેચાયો. જ્યારે 31616888 લિટર બીયરનુ વેચાણ થયુ છે જે બતાવે છે કે રાજ્યમાં દારુ બંધી માત્ર દેખાડો સાબિત થઇ છે. સરકાર આધિકારિક રીતે સ્વીકારે છે કે કરોડોનો દારુ લોકો લાયસંસ લઇને પી જાય છે અને સરકાર કઇ કરી શકતી નથી.
સરકારે કહ્યું અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવા માટે કોઇ પ્રયાસ નહી.અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમન સિહ જાડેજાએ પુછ્યું કે અમદાવાદનું નામ કર્ણાવતી કરવામાં સરકારના પ્રયાસો કેવા રહ્યાં રાજ્ય સરકારે જવાબ આપ્યો કે છેલ્લા બે વર્ષમાં કેન્દ્રમાં કોઇ દરખાસ્ત કરાઇ નથી. તમને બતાવી દઇએ કે યુપીમાં જ્યારે યોગી સરકારે અલ્લાહાબાદનો નામ બદલીને પ્રયાગ કર્યો તો ગુજરાતમાં પણ અમદાવાદ શહેરનો નામ બદલીને કર્ણાવતી કરવુ જોઇએ તેવી માંગ ઉઠી ત્યારે સરકારે તત્કાલિન સમયે તત્પરતા પણ દાખવી હતી અને સીએમ વિજય રુપાણીએ ચૂંટણી પહેલા આ કાર્યવાહી થશે તેવી ખાતરી આપી હતી. હજી પણ તેના માટે કોઇ દરખાસ્ત નથી કરાઇ તે પણ એક હકીકત છે.
રાજ્ય પોલીસ દળના આધુનિકરણ માટે કેન્દ્રે ઘટાડ્યુ ફંડમોડાસાના ધારાસભ્ય રાજેન્દ્ર સિહના પ્રશ્નના જવાબમાં સરકારનો જવાબ વર્ષ 2017-18માં 33.057 કરોડ રાજ્યના પોલીસ અને અન્ય દળોના આધુનિકરણ માટે કેન્દ્રસરકારે સ્થાનિક સરકારે ગ્રાન્ટ આપી હતી. જે વર્ષ 2018-19માં 27.073 કરોડ કરવામાં આવી એટલે કે દસ કરોડ ઓછી કરાઇ હોવાની વિગતો સામે આવી છે. જે કેન્દ્રનો અન્યાય હોય તેમ ગણવામા આવી રહી છે.
બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન પણ મુશ્કેલીબુલેટ ટ્રેન પ્રોજેક્ટ મુદ્દે ગૃહમાં અલગ અલગ પ્રશ્નો પુછાયા, જેમાં સરકારે જાહેરાત કરી કે 32 તાલુકા ના 197 ગામોની જમીન સંપાદિત થશે. અત્યાર સુધી ખેડૂતોને 620 કરોડની વળતર ચૂકવણી થઇ ગઇ છે. વડોદરા જિલ્લાની 9 લાખ 22 હજાર 145 ચોરસ મીટર, ભરૂચ જિલ્લાની 11 લાખ 33 હજાર ચોરસ મીટર જમીન, નવસારી જિલ્લાની 8 લાખ 41 હજાર 972 ચોરસ મીટર જમીન, અમદાવાદ જિલ્લાની 3 લાખ 51 હજાર 129 ચોરસ મીટર, ખેડા જિલ્લાની 10 લાખ 55 હજાર 275 ચોરસ મીટર જમીન, આણંદ જિલ્લાની 4 લાખ 47 હજાર ચોરસ મીટર જમીન સંપાદિત થશે. આ જમીન સંપાદણીમાં પણ ખેડુતોએ વાધાં પણ લીધા છે, જેમાં આણંદ જિલ્લાના 40, અમદાવાદ જિલ્લાના 15, ખેડા જિલ્લાના 43, નવસારી જિલ્લાના 198 , વડોદરા જિલ્લાના 499 અને ભરૂચ જિલ્લા ના 408 ખેડૂતોએ જમીન સંપાદન અંગે વાંધા ફરિયાદો રજૂ કરી છે.
સરકારી દાવા મુજબ રોજગારી ના મળી, તો નેનોનો ઉત્પાદન પણ ધટ્યુંગુજરાત સરકારે વાયબ્રન્ટ સમીટ 2017માં દાવો કર્યો હતો કે 42 લાખથી વધારે રોજગારી મળશે,તેની સામે 14816 પ્રોજેકટની વાત થઇ જ્યારે માત્ર 2.95 લાખ જેટલી જ રોજગારી મળી હોવાની સરકારે વિધાનસભામા કબુલાત કરી. જ્યારે ટાટાનેનોના ઉત્પાદનને લઈ જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઈનો પ્રશ્ન કર્યો અને પુછ્યું કે દર વર્ષે ટાટાનું ઉત્પાદન 250000 કરવાનુ હતુ.. જે પૈકી ઉત્પાદન કેટલુ થયું? સરકારના લેખીત જવાબ મુજબ વર્ષ 2017 મા 3120 જ્યારે 2018મા માત્ર 516 નંગ જ નેનો કારનું ઉત્પાદન થયુ એટલે કે ટાટા નેનોને અપાયેલી કરોડોની સહાય એળે ગઇ.
રાજ્ય સરકારને એ પણ ખબર નથી કે દુષ્કાળ માટે કેન્દ્ર સરકારે કેટલી સહાય આપી
રાજ્ય જ્યારે દુષ્કાળ-ગ્રસ્ત સ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર પાસે 1725. 25 કરોડની માંગ કરી હતી જેમાં રાજ્યના 11 જિલ્લાના 3291 ગામોને અસરગ્રસ્ત બતાવાયા હતા. આમાં પણ આ માગણી પુર્ણ થઇ છે કે કેમ તે અંગે સરકાર તરફથી કહેવાયુ કે તેમને જાણ નથી કે આવી કોઇ રકમ કેન્દ્રે આપી છે કે કેમ? તમને જણાવી દઇએ કે થોડાં સમય પહેલા જ કેન્દ્ર્ સરકારે દુષ્કાળ રાહત ફંડ માટે વિવિધ રાજ્યોને કંટીજન્સી ફંડ આપ્યુ હતુ જેમાં ગુજરાતને સૌથી ઓછુ અપાતા વિવાદ થયો હતો. છતાં રાજ્ય સરકાર રાહત મળ્યાની જાણ બહાર ગણી છે, એટલેકે જો સરકાર સ્વીકારે તો ગુજરાત સરકાર સામે કેન્દ્રે અન્યાય કર્યો છે તેવી વાત સાબિત થાય જેથી રાજ્ય સરકારે જાણ ન હોવાની વાત કહી છે.