પૂર્વ લદ્દાખની LAC પર ફરી ચીનની આડાઈ, પૈગોંગ ત્સો વિસ્તારમાંથી ભારતની અપીલને ફગાવીને ચીની સેનાએ જમાવી રાખ્યો છે અડ્ડો?

|

Jun 13, 2020 | 1:39 PM

અનેક તબક્કાની વાતચીત બાદ પણ LAC પર તણાવ બરકરાર હોવાનું સૂત્ર તરફથી જાણવા મળી રહ્યું છે, ભારતીય જવાનોને ફિંગર આંઠ સુધી ચીની સૈનિકો નથી જવા દઈ રહ્યા. સૂત્રો તરફથી જે રીતે જાણવા મળી રહ્યું છે તે મુજબ છ જૂનનાં રોજ બંને સેના વચ્ચે થયેલી કમાંડર સ્તરની બેઠકમાં પણ ચીને પૈગોંગ ત્સો વિસ્તારમાં ભારતના વાંધાને દરકિનાર […]

પૂર્વ લદ્દાખની LAC પર ફરી ચીનની આડાઈ, પૈગોંગ ત્સો વિસ્તારમાંથી ભારતની અપીલને ફગાવીને ચીની સેનાએ જમાવી રાખ્યો છે અડ્ડો?
http://tv9gujarati.in/purv-ladakhni-la…ar-ma-china-army/

Follow us on

અનેક તબક્કાની વાતચીત બાદ પણ LAC પર તણાવ બરકરાર હોવાનું સૂત્ર તરફથી જાણવા મળી રહ્યું છે, ભારતીય જવાનોને ફિંગર આંઠ સુધી ચીની સૈનિકો નથી જવા દઈ રહ્યા. સૂત્રો તરફથી જે રીતે જાણવા મળી રહ્યું છે તે મુજબ છ જૂનનાં રોજ બંને સેના વચ્ચે થયેલી કમાંડર સ્તરની બેઠકમાં પણ ચીને પૈગોંગ ત્સો વિસ્તારમાં ભારતના વાંધાને દરકિનાર કરીને ચીની સેના પાછળ હટવા તૈયાર નથી થઈ. કેન્દ્રીય રક્ષા પ્રધાન રાજનાથ સિંહે શુક્રવારે સેનાનાં મોટા અધિકારીઓ સાથેની બેઠક કરીને લદ્દાખ સીમા પર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. ચીની સેના વાતચીત બાદ પણ LAC પોઈન્ટ પરથી પાછળ હટવા માટે તૈયાર થઈ હતી પરંતુ પૈગોંગ ત્સો વિસ્તારમાંથી હજુ સુધી ચીની સેનાએ પ્રતિક્રિયા નથી આપી તે વિસ્તારમાં હજુ પણ મોટી સંખ્યામાં ચીની સેના ઉપલબ્ધ છે. જણાવી દઈએ કે પાંચ અને છ મે એ ભારત અને ચીનની સેના વચ્ચે ઝડપ થઈ હતી તે લદ્દાખનાં પૈગોંગ ત્સો વિસ્તારમાં જ થી હતી કે જેના પછી જ સીમા પર બંને દેશની સેના આમને સામને આવી ગઈ હતી. ભારતીય સેનાનાં સૂત્રોની વાત માનીએ તો ચીની સેનાએ ઘણાં પોઈન્ટ પર ભારતની વાત માની લીધી છે અને પાછી પણ હટી ગઈ છે પરંતુ પૈગોંગ ત્સો વિસ્તાર પરથી ચીન કબજો છોડવા તૈયાર નથી.

બતાવી દઈએ કે પૈગોંગ ત્સો વિસ્તારમાં ચીની સૈનિકો ભારતીય સેનાની પેટ્રોલિંગ ટીમને ફિંગર ચાર વિસ્તારથી આગળ નથી જવા દેતી. ફિંગર ચાર વિસ્તારથી આંઠ કિલોમીટર આગળ ફિંગર આંઠ સુધી ભારત LAC માને છે પરંતુ હવે ચીની સેના દ્વારા ફિંગર ચાર થી આગળ ભારતીય સૈનિકોની પેટ્રોલિંગ ટીમને જવા નથી દઈ રહી. સેનાથી સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે બધી જગ્યા પર ચીની સેનાએ આપણી ચિંતાને સમજી છે અને સ્વીકાર પણ કર્યો છે, પરંતુ પૈગોંગ ત્સો વિસ્તાર પર તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી જેને જોઈને લાગે છે કે ચીન આ વિસ્તારમાં લાંબો સમય સુધી ટકી શકે છે.

27 મે ના રોજ એક સેટેલાઈટ ઈમેજથી ખબર પડી હતી કે ચીની સેના એ ફિંગર 4 અને ફિંગર 8 વિસ્તારમાં પોતાના સૈનિકોનો મોટો પાયા પર ખડકલો કર્યો છે. આ એ જ વિસ્તાર છે કે જ્યાં પહેલા બંને દેશોની સેના પેટ્રોલિંગ કરતી હતી. ભારતીય સેનાએ માંગ કરી છે કે આ સ્થળે સ્થિતિ યથાવત બની જાય. ફિંગર 4  પહાડી વિસ્તાર પર ચીની સૈનિકોને વાંધો છે જેના પછી ગયા સપ્ટેમ્બરનાં બીજા અઠવાડિયામાં ભારતીય સેનાનાં જવાન ફિંગર 8 સુધી પેટ્રોલિંગ કરી રહ્યા હતા જેના પર ચીને વાંધો ઉઠાવ્યો છે. સેનાંનાં એક પૂર્વ અધિકારીની વાત માનીએ તો ચીની સેના એ ફિંગર 4 થી આગળનો વિસ્તાર બ્લોક કરી દીધો છે અને 60 વર્ગ કિલોમીટરનાં વિવાદાસ્પદ વિસ્તાર પર પોતાનો કંટ્રોલ લઈ લીધો છે. જો કે બુધવારે જ વિવાદને ઠંડો પાડવા માટે ડિવિઝનલ કમાંડર લેવલની વાતચીત થઈ હતી, હવે આગળની વાતચીતની પુષ્ટી નથી થઈ અને તેમાં સમય લાગી શકે તેમ સૂત્રોનું કહેવું છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Next Article