પુલવામા હુમલા પર અફઘાનિસ્તાન પણ ગુસ્સામાં, પાકિસ્તાનને આપી દીધો આ મોટો ઝાટકો

|

Feb 18, 2019 | 9:58 AM

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનના કહેવાથી મંગળવારે યોજાનાર તાલિબાનની સાથે અફગાનિસ્તાન શાંતિ વાર્તા રદ થવાથી પાકિસ્તાનને ઝાટકો લાગ્યો છે. અફગાનિસ્તાને આ શાંતિ વાર્તા શરૂ કરવાના થોડા કલાક પહેલા પૂર્વ સંયુકત રાષ્ટ્ર પરિષદને એક પત્ર લખીને આ શાંતિ વાર્તાને અફગાનિસ્તાનની સુરક્ષા માટે એક ખતરો જણાવ્યો હતો. આ શાંતિ વાર્તામાં અફગાનિસ્તાન સરકારને કોઈ આમંત્રણ આપવામાં આવ્યું નથી અને […]

પુલવામા હુમલા પર અફઘાનિસ્તાન પણ ગુસ્સામાં, પાકિસ્તાનને આપી દીધો આ મોટો ઝાટકો

Follow us on

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનના કહેવાથી મંગળવારે યોજાનાર તાલિબાનની સાથે અફગાનિસ્તાન શાંતિ વાર્તા રદ થવાથી પાકિસ્તાનને ઝાટકો લાગ્યો છે.

અફગાનિસ્તાને આ શાંતિ વાર્તા શરૂ કરવાના થોડા કલાક પહેલા પૂર્વ સંયુકત રાષ્ટ્ર પરિષદને એક પત્ર લખીને આ શાંતિ વાર્તાને અફગાનિસ્તાનની સુરક્ષા માટે એક ખતરો જણાવ્યો હતો. આ શાંતિ વાર્તામાં અફગાનિસ્તાન સરકારને કોઈ આમંત્રણ આપવામાં આવ્યું નથી અને આ વાર્તાને લઈને અમેરીકાના પ્રતિનિધી જલમય ખલીલજાદ તરફથી કોઈ સહમતિ આપવામાં આવી નથી. અફગાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ ભારત અને ઈરાનમાં પાકિસ્તાનના જેશ એ મોહમ્મદ અને જેશ એ અલ અદલ તરફથી કરેલ આતંકી હુમલાને વખોડી નાખ્યો હતો.

આ પણ વાંચો : BOLLYWOODની મોટી કાર્યવાહી, તમામ પાકિસ્તાની અભિનેતાઓ અને કલાકારો પર પ્રતિબંધ લગાવવાની કરી જાહેરાત

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

અફગાનિસ્તાનના પ્રતિનિધીએ રવિવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને લખેલ પત્રમાં કહ્યું હતું કે ઈમરાન ખાનનો એક સશસ્ત્ર મિલિટેન્ટ ગ્રુપે તાલિબાનને આમંત્રણ આપવા મિલિટેન્ટ તાલિબાનના કામોને યોગ્ય ગણાવ્યું જેનો તે ક્યારે પણ સ્વીકાર નહીં કરે. ઈસ્લામબાદ શાંતિ વાર્તા માટે અમેરીકાએ કોઈ સહમતિ આપી નથી. આ શાંતિ વાર્તામાં તાલિબાનના 15 સભ્યોનું પ્રતિનિધી મંડળ ઈસ્લામબાદ પહોંચવાનો વિચાર કરી રહ્યું છે. તેમાંથી 5 સભ્યો તે હતા, જે અમેરીકાની ‘ગવંટેનેમો બે જેલ’ થી મુકત કર્યા હતા, પણ તેમની વિદેશની મુસાફરીઓ પર પ્રતિબંધ હતો.

TV9 Gujarati

અશરફ ગની સરકારે સ્પષ્ટ કર્યું હતું કે અફગાનિસ્તાન સરકારે માસ્કોમાં થયેલ તાલિબાની શાંતિ વાર્તા માટે પણ વિરોધ નોંધાવ્યો હતો, જેમાં અફગાનિસ્તાન સરકારને કોઈ આમંત્રણ આપવામાં આવ્યું નહોતું.

અફગાનિસ્તાન સરકાર તેમની તરફથી અધિકૃત પ્રતિનિધિમંડળને શાંતિ વાર્તામાં ભાગ લીધા વિના તે કોઈ પણ શાંતિ વાર્તા યોગ્ય છે કે નહીં તે કહી શકે નહિ. આ સંબંધમાં ભારત સરકારનો પણ આ નિર્ણય રહ્યો છે કે વાર્તા અફગાનિસ્તાનમાં ચૂંટાયેલ સરકારના નેતૃત્વમાં થાય. અમેરીકાના વિશેષ પ્રતિનિધી જલમય ખલીલજાદ અને તાલિબાનની વચ્ચે 25 ફેબ્રુઆરીએ શાંતિ વાર્તા નકકી કરી હતી, જ્યારે અશરફ ગનીએ શનિવારે વારસામાં નાટોના મહાસચિવ જેન્સ સ્ટોલનબર્ગ સાથે અફગાનિસ્તાનમાં શાંતિ અને સુરક્ષા વિશે વાતચીત કરી. તાલિબાનના પ્રવકતા જબિલ્લાહ મુજાહિદે અધિકૃત રીતે મીડિયાને ઈસ્લામાબાદ શાંતિ વાર્તા ભંગ થવાની જાણકારી આપી હતી.

[yop_poll id=1561]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 9:55 am, Mon, 18 February 19

Next Article