આતંકવાદનુ સમર્થન કરનાર વિશ્વ માટે ચિંતાનો વિષય, સરહદની સુરક્ષા માટે ભારતની નજર-નજરીયા બદલાઈ, રાજકીય સ્વાર્થ માટે ગંદી રાજનીતી ના કરવા વિપક્ષને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપિલ

|

Oct 31, 2020 | 10:11 AM

આતંકવાદનો ખુલીને સમર્થન કરનારાઓ આજે વિશ્વ માટે ચિંતાનો વિષય બન્યા હોવાનું વડાપ્રધાને જણાવ્યું હતું. એકતા દિવસ નિમિત્તે રાષ્ટ્રને સંબોઘન કરતા મોદીએ, વિપક્ષને આડે હાથે લેતા અપીલ કરી હતી કે રાજકીય સ્વાર્થ માટે ગંદી રાજનીતિ ના કરો. ચીનને આડકતરી રીતે કહેતા મોદીએ કહ્યું કે,  સીમા સુરક્ષા માટે ભારતની નજર અને નજરીયા હવે બદલાઈ ગઈ છે. રાષ્ટ્રીય […]

આતંકવાદનુ સમર્થન કરનાર વિશ્વ માટે ચિંતાનો વિષય, સરહદની સુરક્ષા માટે ભારતની નજર-નજરીયા બદલાઈ, રાજકીય સ્વાર્થ માટે ગંદી રાજનીતી ના કરવા વિપક્ષને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપિલ

Follow us on

આતંકવાદનો ખુલીને સમર્થન કરનારાઓ આજે વિશ્વ માટે ચિંતાનો વિષય બન્યા હોવાનું વડાપ્રધાને જણાવ્યું હતું. એકતા દિવસ નિમિત્તે રાષ્ટ્રને સંબોઘન કરતા મોદીએ, વિપક્ષને આડે હાથે લેતા અપીલ કરી હતી કે રાજકીય સ્વાર્થ માટે ગંદી રાજનીતિ ના કરો. ચીનને આડકતરી રીતે કહેતા મોદીએ કહ્યું કે,  સીમા સુરક્ષા માટે ભારતની નજર અને નજરીયા હવે બદલાઈ ગઈ છે.

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાજલી કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડીયાને નવા ભારતનું તીર્થસ્થળ ગણાવ્યું હતું. નરેન્દ્ર મોદીએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કેવડીયા, વિશ્વના ટુરીઝમ મેપ ઉપર સ્થાન બનાવશે.

સરદાર સરોવરથી સાબરમતી નદી સુધી સી પ્લેન સેવાનો પ્રારંભ થશે. જે દેશની સૌ પ્રથમ સી પ્લેન સેવા છે. કેવડીયામાં વિકસેવા વિવિધ પ્રોજેક્ટને કારણે અહીયા સ્થાનિક રોજગારીની તકો ઉપલબ્ધ થઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આદીવાસી બાળાઓએ ગાઈડ તરીકે સેવા આપી રહી છે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

મહર્ષી વાલ્મિકીનો પણ જન્મદિવસ છે. આપણને સૌને એક સાથે જોડી રાખવાનો શ્રેય પણ મહર્ષી વાલ્મિકીને જાય છે. જનની જન્મભૂમિનો મંત્ર તેમણે જ આપ્યો છે. જે રાષ્ટ્ર પ્રથમ, ઈન્ડિયા ફર્સ્ટનો સંકલ્પ મજબૂત કરે છે.

આઝાદી બાદ, દેશમાં 35000 પોલીસ જવાનો કોરોનામાં શહીદ થયા છે. ઈતિહાસ કયારેય આ પળને નહી ભૂલે. પોલીસના સમર્પણ ભાવને નતમસ્તક કરીને આદર કરે છે. કોરોનાના આ સંકટકાળમાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને સાચ શ્રધ્ધાંજલી છે.

વિપદા અને કસોટીના સમયમાં પણ એવા કામ કરાયા છે કે જેને અસંભવ કહી શકાય..370 દુર થયા બાદ કાશ્મિરએ એક વર્ષ પૂરુ કર્યું છે. ગત 31 ઓક્ટોબરે આ અમલમાં આવ્યુ હતું. જો સરદાર જીવતા હોત તો આ કામ કરવાનુ શ્રેય મારે ભાગે ના આવત. કાશ્મિરના વિકાસમાં જે બાધા આવી રહી છે તે પાછળ છોડીને વિકાસના માર્ગે આગળ વધ્યુ છે.

સરદાર વલ્લભભાઈ પટેલે, સોમનાથના પુનઃનિર્માણ દ્વારા દેશનુ સન્માન પરત અપાવ્યુ હતુ.  તે જ તર્જ ઉપર રામમંદિરનું પણ નિર્માણ કરાશે. 130 કરોડ ભેગા થઈ ભારતને સક્ષમ અને સશક્ત ભારત બનાવીશુ. દુનિયાનો આધાર ખેડુત અને મજૂર છે. ખેડૂતો અને મજૂરોને આર્થિક રીતે વધુ મજબૂત કરવા છે. પણ આ ત્યારે જ થાય જ્યારે આત્મનિર્ભર બને. જો ખેડૂત અને મજૂરો આત્મનિર્ભર બને તો દેશ પણ આત્મનિર્ભર બને.

દેશ રક્ષા ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે. સિમા ઉપર ભારતની નજર અને નજરીયા બદલાઈ ગઈ છે. ભારતની ભૂમિ ઉપર નજર નાખનારને જડબાતોડ જવાબ આપવાની તાકાત જવાનોમાં છે.  સરહદ ઉપર સેકંડો કિલોમીટર લાંબી સડક, બ્રિજ, સુરગ બનાવાઈ રહી છે.  આપણી સંપ્રભુતા જાળવી રાખવા ભારત સજજ છે. કટ્ટીબધ્ધ છે. પૂર્ણ રીતે તૈયાર છે.

પ્રગતિ વચ્ચે કેટલીક કસોટી પણ છે. જેનો સામનો ભારત સહિત વિશ્વ કરી રહ્યું છે. વિશ્વમાં જે રીતે આતંકવાદના સમર્થનમાં બહાર આવી રહ્યાં છે તે વૈશ્વિક ચિંતાનો વિષય બન્યો છે. દુનિયાના તમામ દેશ, સરકારોએ આતંકવાદ વિરુધ્ધ એકજૂથ થવાની સૌથી પહેલી જરૂરીયાત છે.

શાંતિ એકતા અને સદભાવ તેનો માર્ગ છે, આતંકવાદ હિસાથી કોઈનુ કલ્યાણ ના થાય. ભારત તો કેટલાક દશકથો આતકવાદનો ભોગ બન્યુ આવ્યુ છે. પિડીત રહ્યું છેચ હજ્જારો નિર્દોષ નાગરિકો આતંકવાદમાં ગુમાવ્યા છે. ભારતે વિશ્વને શાંતિ અને એકતાનો સંદેશ આપ્યો છે.

વિપક્ષ ઉપર શાબ્દિક હુમલો કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પુલવામાં હુમલામાં પોલીસ જવાનો શહીદ થયા તે અર્ધસૈન્યદળના હતા. દેશ ક્યારેય તે નહી ભૂલી શકે. દેશ જ્યારે દુઃખમાં હતો ત્યારે કેટલાક લોકો તેમાં સામેલ નહોતા. પુલવામા હુમાલામાં પણ રાજનૈતિક સ્વાર્થ શોધી રહ્યાં હતા. કેવી કેવી વાતો કહેવાઈ તેવા બહાના બતાવ્યા.

સ્વાર્થ અને અહકાર ભરી ગંદી રાજનીતી ચરમસીમાએ હતી. પણ એ સમયે શહીદોના માનમાં કોઈ વિવાદ સર્જયા વિના, હુ ભદ્દી વાતો સાંભળતો રહ્યો. મારા દિલમાં વીર શહીદોનો ઘેરો ઘાવ હતો. પરતુ પાછલા દિવસોમાં પાકિસ્તાનમાંથી જે સમાચાર આવ્યા. સંસદમાં  પુલવામાં હુમલાની વાતો સ્વીકારાઈ, તેનાથી આ લોકોની સાચી છબી સામે લાવ્યા. રાજનીતી માટે કઈ હદે જઈ શકે છે તેનુ ઉદાહરણ છે. એવા લોકોને, રાજકીય પક્ષોને હુ આગ્રહ કરીશ કે, દેશના હિતમાં, દેશની સુરક્ષા માટે, સુરક્ષા જવાનોના મનોબળ માટે એવી રાજનિતી ના કરે. સ્વાર્થ માટે જાણ્યે અજાણ્યે દેશ વિરોધી તાકાતનો હાથો બનીને મહોરુ ના બનો. આપણા માટે સર્વોચ્ચ હિત, દેશ હિત હોવું જોઈએ. આજે અવસર છે વિરાટ વ્યક્તિત્વના ચરણોમાં એ સંકલ્પ દોહરાવીએ જે સરદારે જોયુ હતું.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 10:09 am, Sat, 31 October 20

Next Article