નિભર્યા કેસ: રાષ્ટ્રપતિએ દોષી અક્ષય ઠાકુરની દયા અરજી ફગાવી, ફાંસીનો માર્ગ મોકળો

|

Feb 05, 2020 | 4:40 PM

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નિર્ભયા મામલે દોષીત અક્ષય ઠાકુરની દયા અરજી ફગાવી દીધી છે. અક્ષયે શનિવારના રોજ રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી કરી હતી. આ પહેલાં પણ નિર્ભયા ગેંગરેપના દોષિત વિનય શર્માની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી દીધી હતી. જ્યારે અન્ય એક દોષીત મુકેશ સિંહની અરજી રાષ્ટ્રપતિએ 17 જાન્યુઆરીના રોજ ફગાવી હતી. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]

નિભર્યા કેસ: રાષ્ટ્રપતિએ દોષી અક્ષય ઠાકુરની દયા અરજી ફગાવી, ફાંસીનો માર્ગ મોકળો

Follow us on

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નિર્ભયા મામલે દોષીત અક્ષય ઠાકુરની દયા અરજી ફગાવી દીધી છે. અક્ષયે શનિવારના રોજ રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી કરી હતી. આ પહેલાં પણ નિર્ભયા ગેંગરેપના દોષિત વિનય શર્માની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી દીધી હતી. જ્યારે અન્ય એક દોષીત મુકેશ સિંહની અરજી રાષ્ટ્રપતિએ 17 જાન્યુઆરીના રોજ ફગાવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

આ પણ વાંચો :   મુંબઈના બોરીવલી રેલવે સ્ટેશન પર યુવકે ટ્રેન નીચે લગાવી છલાંગ, જુઓ CCTV ફૂટેજ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

દિલ્હી હાઈકોર્ટે આ કેસની સુનાવણી કરતાં કહ્યું કે નિભર્યા ગેંગરેપના દોષીતોને એકસાથે જ ફાંસી પર લટકાવવામાં આવે. આ ઉપરાંત કોર્ટે કાયદાકીય પ્રક્રિયાઓ માટે દોષીતોને એક અઠવાડિયાનો સમય આપ્યો છે. ન્યાયધીશ સુરેશ કુમાર રૈતએ કહ્યું કે ડેથ વોરંટનું પાલન એકસાથે થવું જોઈએ. મુકેશને અન્ય દોષીતોથી અલગ કરી શકાય નહીં. આથી હું દોષીતોને કાયદાકીય ઉપચાર માટે એક સપ્તાહનો સમય આપું છું. આ આદેશ કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી એક અરજી પર આપવામાં આવ્યો હતો. જેમાં ડેથ વોરંટના આદેશ પર સ્ટે લગાવવામાં આવેલાં અદાલતના ચૂકાદાને પડકારવામાં આવ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઉલ્લેખનીય છે કે કોર્ટ દ્વારા વિજય, પવન, મુકેશ અને અક્ષયની ફાંસીની તારીખ 22 જાન્યુઆરી સવારે 7 વાગ્યે નક્કી કરવામાં આવી હતી. જે બાદ કાનૂની પ્રક્રિયાઓને લઈને 1 ફેબ્રુઆરી થઈ ગયી હતી. આ બાદ દોષી મુકેશે અરજી દાખલ કરી હતી કે અન્ય દોષીતોએ કાનૂની ઉપચારોનો લાભ મળ્યો નથી. આથી અલગ અલગ ફાંસી આપી શકાય નહીં. આમ દિલ્હી હાઈકોર્ટે એક અઠવાડિયાનો સમય આપી દીધો છે ત્યારબાદ કોઈ ફાંસીની ચોક્કસ તારીખ નક્કી થઈ શકશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article