POLITICS : રાહુલ-પ્રિયંકાએ રેલી-જનસભાઓ કર્યા બાદ સોનિયા ગાંધીએ કહ્યું ચૂંટણીની રેલીઓ-જનસભાઓ રદ્દ કરવી જોઈએ

|

Apr 10, 2021 | 5:27 PM

સોનિયા ગાંધી (Sonia Gandhi)એ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કોરોના વાયરસની સ્થિતિની સમીક્ષા કરવા વર્ચ્યુઅલ બેઠક યોજી.

POLITICS  : રાહુલ-પ્રિયંકાએ રેલી-જનસભાઓ કર્યા બાદ સોનિયા ગાંધીએ કહ્યું ચૂંટણીની રેલીઓ-જનસભાઓ રદ્દ કરવી જોઈએ
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી

Follow us on

POLITICS : કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)એ કહ્યું કે ચૂંટણીની રેલીઓ-જનસભાઓ રદ્દ કરવી જોઈએ, જો કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ રેલીઓ કરી છે અને જનસભાઓ સંબોધી છે.

કોંગ્રેસની વર્ચ્યુઅલ બેઠક
સોનિયા ગાંધી (Sonia Gandhi)એ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કોરોના વાયરસની સ્થિતિની સમીક્ષા કરવા વર્ચ્યુઅલ બેઠક યોજી. આ બેઠકમાં સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે સરકારે કોવિડ-19 રસી નિકાસ કરી અને ભારતમાં તેને ઓછી કરી.બેઠકમાં સોનિયા ગાંધીએ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કોરોના વાયરસના ચેપ સામે લડવાના પ્રયત્નોની સમીક્ષા કરી અને તપાસ, ચેપગ્રસ્ત લોકોની શોધ અને રસીકરણને પ્રાધાન્ય આપવાની વાત પર ભાર મૂક્યો.

રેલીઓ-જનસભાઓ રદ્દ થવી જોઈએ
કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કોરોના વાયરસની સ્થિતિની સમીક્ષાની વર્ચ્યુઅલ બેઠકમાં કોંગ્રેસ પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) એ કહ્યું છે કે દેશની તમામ ચૂંટણીઓમાં રેલીઓ સહિતની જાહેરસભાઓ રદ્દ કરવી જોઈએ. સોનિયા ગાંધીએ કહ્યું કે, “કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને આવી સ્થિતિમાં, મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે આપની જવાબદારી છે કે આપણે સરકાર પર દબાણ લાવીએ જનસંપર્કની રણનીતિ અપનાવવાને બદલે જનહિતમાં કામ કરે.”

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રાહુલ-પ્રિયંકાએ પણ રેલી-જનસભાઓ સંબોધી છે
સોનિયા ગાંધીએ કોરોનાના કારણે દેશમાં વિવિધ ચૂંટણીઓમાં રેલી અને જનસભાઓ રદ્દ થવી જોઈએ તેવું નિવેદન આવ્યું, જો કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આસામ, પોંડીચેરી, કેરળ અને તમિલનાડુમાં રેલીઓ અને જનસભાઓ કરી ચુક્યા છે. આ ચારેય રાજ્યોમાં 6 એપ્રિલે ચૂંટણી પૂર્ણ થઇ ગઈ છે, હવે માત્ર પશ્ચિમ બંગાળમાં ચૂંટણી ચાલી રહી છે, ત્યાં મુખ્ય ટક્કર તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે, કોંગ્રેસ કોઈ ચિત્રમાં દેખાઈ રહી નથી. આવા સમયે સોનિયા ગાંધીનું આવું નિવેદન આવવું એ આશ્ચર્યની વાત છે. રાહુલ અને પ્રિયંકા ગાંધીએ પણ કોરોનાકાળમાં જ જનસભાઓ સંબોધી ત્યાર બાદ આજે સોનિયા ગાંધીને રાષ્ટ્રહિત યાદ આવ્યું છે.

સોનિયા ગાંધીએ કહ્યું, “ચૂંટણીઓ અને ધાર્મિક કાર્યક્રમોમાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થવાને કારણે કોરોનાના કેસોમાં ઉછાળો થઈ રહ્યો છે. આ માટે આપણે બધા ઘણા અંશે જવાબદાર છીએ. આપણે આ જવાબદારી સ્વીકારવાની અને રાષ્ટ્રના હિતને સર્વોપરી રાખીએ”

Next Article