LJP માં રાજકીય ઘમાસાણ, પ્રમુખ પશુપતિ કુમાર પારસે નવી રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત કરી

|

Jun 19, 2021 | 8:02 PM

લોક જનશક્તિ પાર્ટી (LJP)ના પ્રમુખ પશુપતિ કુમાર પારસે(Pashupati Kumar Paras) શનિવારે ચિરાગ પાસવાન દ્વારા બોલાવેલ સમિતિની બેઠકના એક દિવસ પૂર્વે જ નવી રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત કરી હતી

LJP માં રાજકીય ઘમાસાણ, પ્રમુખ પશુપતિ કુમાર પારસે નવી રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત કરી
એલજેપી અધ્યક્ષ પશુપતિ કુમાર પારસે નવી રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત કરી

Follow us on

લોક જનશક્તિ પાર્ટી (LJP)ના પ્રમુખ પશુપતિ કુમાર પારસે(Pashupati Kumar Paras) શનિવારે ચિરાગ પાસવાન દ્વારા બોલાવેલ સમિતિની બેઠકના એક દિવસ પૂર્વે જ નવી રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત કરી હતી. પારસે આઠ સભ્યોના નામની જાહેરાત કરી હતી જે નવી કારોબારીનો હિસ્સો બનશે. શુક્રવારે ચિરાગ પાસવાનની આગેવાની હેઠળ અન્ય એક પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને મળ્યું હતું.

તમામ સમિતિઓ તાત્કાલિક અસરથી વિસર્જિત 

એલજેપી(LJP) દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ રાજ્ય અને પાર્ટીના વિવિધ વિભાગની સમિતિઓ લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પશુપતિ કુમાર પારસ દ્વારા તાત્કાલિક અસરથી વિસર્જિત કરવામાં આવે છે. તેમજ નવી રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત કરવામાં આવી છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

ચિરાગ પાસવાને ઇસી સાથે બેઠક બાદ નિવેદન આપ્યું હતું

શુક્રવારે ચૂંટણી પંચને મળ્યા બાદ ચિરાગ પાસવાને કહ્યું, ‘પશુપતિ પારસ(Pashupati Kumar Paras) જણાવી રહ્યા છે કે હવે હું પાર્ટીનો અધ્યક્ષ નથી પરંતુ તેમ નથી. અમે ચૂંટણી પંચને મળ્યા છે, જેથી ભવિષ્યમાં જો તે પાર્ટી અને તેના પ્રતીકને પોતાનો જાહેર કરશે તો ચૂંટણી પંચ પણ અમારી વાત સાંભળશે.

લોકસભા અધ્યક્ષને પણ મળીશું

જેથી અમે તેમને ખાતરી આપી શકીએ કે બધું પાર્ટીના બંધારણ મુજબ ચાલે છે. જો ચૂંટણી પંચ ભવિષ્યમાં કોઈપણ પ્રકારના પુરાવા માંગે છે, તો અમે તે આપવા પણ તૈયાર છીએ. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ અમારી વાત સાંભળી નહીં અને પશુપતિ પારસને નેતા જાહેર કર્યા. તે ખોટું થયું છે તેમણ અમારો પક્ષ સાંભળવો જોઇતો હતો. અમે આ મુદ્દે લોકસભા અધ્યક્ષને પણ મળીશું.

પશુપતિ કુમાર એલજેપીના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા 

ગુરુવારે લોક જનશક્તિ પાર્ટી(LJP)ના સાંસદ પશુપતિ કુમાર પારસ(Pashupati Kumar Paras)ના જૂથે તેમને પક્ષના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે. પારસે તાજેતરમાં જ તેમના ભત્રીજા ચિરાગ પાસવાનને પાર્ટીમાં રાજકીય બળવો કરો પાર્ટીના પ્રમુખપદ પરથી હટાવ્યા હતા.

પારસ જૂથ દ્વારા પક્ષના નેતા અને રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી ચિરાગ પાસવાનને હટાવ્યા પછી એલજેપીના વર્કિંગ પ્રેસિડેન્ટ બનાવવામાં આવેલા ભૂતપૂર્વ એલજેપી સાંસદ સૂરજભાન સિંહે પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પશુપતિ કુમાર પારસ(Pashupati Kumar Paras)ને બિનહરીફ ચૂંટાયેલા હોવાની જાહેરાત કરી હતી.

Published On - 7:59 pm, Sat, 19 June 21

Next Article