Maharashtra માં રાજકીય નિવેદનબાજી, શિવસેનાએ કહ્યું ઠાકરે પાંચ વર્ષ સીએમ રહેશે, કોંગ્રેસે કહ્યું અમે એકલા હાથે ચૂંટણી લડીશું

મહારાષ્ટ્ર(Maharashtra)માં રાજકીય સમીકરણો ઝડપથી બદલાતા નજરે પડી રહ્યા છે. જેમાં શિવસેના દ્વારા કહેવામાં આવ્યું કે ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી રહેશે. જેની બાદ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલે(Nana Patole)કહ્યું હતું કે કોંગ્રેસ હવે સ્થાનિક ચૂંટણીથી લઈને તમામ ચૂંટણીઓ એકલા હાથે લડશે.

Maharashtra માં રાજકીય નિવેદનબાજી, શિવસેનાએ કહ્યું ઠાકરે પાંચ વર્ષ સીએમ રહેશે, કોંગ્રેસે કહ્યું અમે એકલા હાથે ચૂંટણી લડીશું
શિવસેનાએ કહ્યું ઠાકરે પાંચ વર્ષ સીએમ રહેશે, કોંગ્રેસે કહ્યું અમે એકલા હાથે ચૂંટણી લડીશું
Follow Us:
| Updated on: Jun 13, 2021 | 3:03 PM

મહારાષ્ટ્ર(Maharashtra)માં રાજકીય સમીકરણો ઝડપથી બદલાતા નજરે પડી રહ્યા છે. જેમાં તાજેતરમાં જ એક તરફ રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. જ્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના વડા શરદ પવારે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર સાથે બેઠક કરી હતી.

તેમજ હવે તેના બાદ શિવસેના દ્વારા કહેવામાં આવ્યું કે ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી રહેશે. જેની બાદ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલે(Nana Patole)કહ્યું હતું કે કોંગ્રેસ હવે સ્થાનિક ચૂંટણીથી લઈને તમામ ચૂંટણીઓ એકલા હાથે લડશે.

કોંગ્રેસ આગામી ચૂંટણી એકલા હાથે લડશે

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

મહા વિકાસ અધાડીમાં શામેલ થયા બાદ એનસીપી અને શિવસેના આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે લડવાની વાત કરી રહ્યા છે પરંતુ કોંગ્રેસ આ બંને સાથીઓ સાથે સંમત હોવાનું જણાતું નથી. પ્રદેશ પ્રમુખ નાના પટોલે(Nana Patole)એ સ્પષ્ટ કર્યું છે કે કોંગ્રેસ આગામી ચૂંટણી એકલા હાથે લડશે. આ પૂર્વે મુંબઈ કોંગ્રેસના નેતાઓ પણ આગામી વર્ષે શરૂઆતમાં યોજાનારી મુંબઇ મ્યુનિસિપલ ચૂંટણીઓ સંદર્ભે આવું જ નિવેદન આપી ચૂક્યા છે. જો કોંગ્રેસ પોતાના વલણને વળગી રહી છે. તો શરદ પવારની મહારાષ્ટ્રમાં ત્રણ પક્ષની મહાવિકાસ અઘાડીની રચના કરીને ભાજપ પર કબજો મેળવવાની યોજના ખોરંભે પડે તેમ લાગે છે.

કોંગ્રેસના કાર્યકરો તેમની પાર્ટીના મુખ્યમંત્રી ઇચ્છે છે મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલે(Nana Patole)અમરાવતીમાં કહ્યું હતું કે, હું રાજ્યનો કોંગ્રેસ પ્રમુખ છું. તેથી જ હું મારા પક્ષના મંતવ્યો મુકીશ. અન્ય કોઈ પણ પક્ષનો કોઈ નેતા કોંગ્રેસના મંતવ્ય મૂકી શકે નહીં. શરદ પવારે શું કહ્યું તે મને ખબર નથી, પરંતુ કોંગ્રેસે સ્પષ્ટ કરી દીધું છે કે રાજ્યની આગામી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓથી લઈને વિધાનસભાની ચૂંટણી સુધી પક્ષ એકલા હાથે લડશે. એટલું જ નહીં, નાના પટોલે કહ્યું કે, કોંગ્રેસના કાર્યકરો ઇચ્છે છે કે મુખ્યમંત્રી તેમના પક્ષના બનવા જોઈએ. કાર્યકરોના મનની વાત દરેકની સામે મૂકવાની મારી જવાબદારી છે.

મહા વિકાસ અઘાડી સરકાર પોતાનો કાર્યકાળ પૂરો કરશે

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં શરદ પવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી સરકારનું શાસન પોતાનો કાર્યકાળ પૂરો કરશે. પરંતુ કોંગ્રેસ-એનસીપી અને શિવસેના મળીને આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં સારી સફળતા પ્રાપ્ત કરશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">