Nepal માં રાજકીય સંકટ, પીએમ ઓલીની કોમ્યુનિસ્ટ પાર્ટીમાંથી હકાલપટ્ટી

|

Jan 24, 2021 | 9:29 PM

Nepal  માં રાજકીય સંકટ વધુ વિકટ બની રહ્યું છે. પીએમ કેપી શર્મા ઓલીને કોમ્યુનિસ્ટ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

Nepal માં રાજકીય સંકટ, પીએમ ઓલીની કોમ્યુનિસ્ટ પાર્ટીમાંથી હકાલપટ્ટી

Follow us on

Nepal  માં રાજકીય સંકટ વધુ વિકટ બની રહ્યું છે. જેમાં કોમ્યુનિસ્ટ પાર્ટી હવે બે હિસ્સામાં વિભાજિત થવાની અટકળો વચ્ચે વિરોધી જૂથે કાર્યવાહક પીએમ કેપી શર્મા ઓલીને પાર્ટીની બહાર નિકાળી દીધા હોવાનું એલાન કર્યું છે.

જેમાં પુષ્પ કમલ દહલ ઉર્ફે પ્રચંડની આગેવાની વાળા જૂથે સેન્ટ્રલ કમિટીની રવિવારની બેઠકમાં ઓલીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

Nepal માં વિરોધી જુથના પ્રવક્તા નારાયણ કાજી શ્રેષ્ઠની પૃષ્ટી કરતા કહ્યું કે તેમની સભ્યતા રદ કરી દીધી છે. ગત વર્ષે 22 ડિસેમ્બરના રોજ ઓલીને કોમ્યુનિસ્ટ પાર્ટીના સહ અધ્યક્ષથી હટાવી દેવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Nepal ના રાજકીય ઘટનાક્રમમાં વિરોધી જુથના નેતાઓએ ઓલીની સદસ્યતા રદ કરવાની ધમકી આપી દીધી હતી. વિરોધી જુથના નેતાઓ અને કાર્યકર્તાઓએ મહિનામાં બે વાર રસ્તા ઉતરીને વિરોધમાં પ્રદર્શન કર્યું હતું.

કેપી શર્મા ઓલીએ ગત વર્ષે 20 ડિસેમ્બરમાં રોજ સંસદ ભંગ કરવાના નિણર્યથી નારાજ છે. ઓલીએ સંસદને ભંગ કરવાની સાથે આ વર્ષે એપ્રિલ-મે માસમાં ચુંટણી યોજવાની જાહેરાત કરી હતી. ઓલીના ના નિર્ણય પર Nepal ના રાષ્ટ્રપતિ બિધાદેવી ભંડારીએ મોહર મારી હતી.

પુષ્પ કમલ દહલ ઉર્ફે પ્રચંડે શુક્રવારે સરકાર વિરોધી મોટી રેલી બાદ કહ્યું કે પીએમ કેપીશર્મા ઓલી તરફથી સંસદને ગેરકાયદે રીતે ભંગ કરીને દેશે ખૂબ મહેનતથી મેળવેલી સંઘીય લોકતાંત્રિક ગણરાજ્ય પ્રણાલી પર ગંભીર ખતરો પેદા કર્યો છે.

Next Article