PoKને લઈને મોટો સંકેત, ભારતના હવામાન વિભાગે જે હવે આ વિસ્તારોનું પણ બુલેટિન કર્યું જારી!

|

Sep 29, 2020 | 12:14 PM

ભારત અને પાકિસ્તાન વચ્ચે ગિલગિટ-બાલ્ટિસ્તાને લઈને વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. આ વિવાદની વચ્ચે ભારતના હવામાન વિભાગે જમ્મુ અને કાશ્મીરનું બુલેટિન જારી કર્યું છે. જો કે આ બુલેટિનમાં એક નાનકડો સુધારો કરવામાં આવ્યો છે. હવામાન વિભાગે પોતાના વિભાગનો ઉલ્લેખ જમ્મુ કાશ્મીર, લદાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુજ્ફ્ફરાબાદ સ્વરુપે કર્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]

PoKને લઈને મોટો સંકેત, ભારતના હવામાન વિભાગે જે હવે આ વિસ્તારોનું પણ બુલેટિન કર્યું જારી!

Follow us on

ભારત અને પાકિસ્તાન વચ્ચે ગિલગિટ-બાલ્ટિસ્તાને લઈને વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. આ વિવાદની વચ્ચે ભારતના હવામાન વિભાગે જમ્મુ અને કાશ્મીરનું બુલેટિન જારી કર્યું છે. જો કે આ બુલેટિનમાં એક નાનકડો સુધારો કરવામાં આવ્યો છે. હવામાન વિભાગે પોતાના વિભાગનો ઉલ્લેખ જમ્મુ કાશ્મીર, લદાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુજ્ફ્ફરાબાદ સ્વરુપે કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

 

 

આ પણ વાંચો :  જાણો કોરોના ના ફેલાય તે માટે ક્યાં જિલ્લામાં અમદાવાદથી અવરજવર પર પ્રતિબંધ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તમને જણાવી દઈએ કે મુજફ્ફરાબાદ, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનો હિસ્સો છે. જ્યારે ગિલગિટ-બાલ્ટિસ્તાનના વિસ્તાર પર પાકિસ્તાને ગેરકાયદે કબ્જો કરી લીધો છે. નવી દિલ્હી સ્થિતિ જે બુલેટિન જારી કરવામાં આવ્યું છે તેમાં મંગળવારથી નામ બદલાયા છે. આમ ભારત પોતાના જે વિસ્તારો છે જે હાલ પાકિસ્તાનના કબ્જામાં છે તેના પર દાવો કરી રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટે ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં ચૂંટણી કરાવવાની મંજૂરી આપી દીધી છે. કોર્ટે ગિલગિટ-બાલ્ટિસ્તાન ઓર્ડર 2018માં સંશોધનમાં કરવાની પણ મંજૂરી આપી છે. આથી આ વિસ્તારમાં સામાન્ય ચૂંટણીઓ થઈ શકશે. પાકિસ્તાનની કોર્ટના આ નિર્ણય પર ભારત સરકારે કહ્યું કે જમ્મુ કાશ્મીર, લદાખ અને ગિલગિટ-બાલ્ટિસ્તાનો વિસ્તાર ભારતનું અભિન્ન અંગ છે. પાકિસ્તાને તાત્કાલિક ગેરકાયદે કબ્જો કર્યો છે તે વિસ્તારને ખાલી કરવો જોઈએ.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 1:17 pm, Thu, 7 May 20

Next Article