KISAN RAIL : PM નરેન્દ્ર મોદી આજે દેશની 100 મી ‘કિસાન રેલ’ ને મહારાષ્ટ્રના સાંગોલાથી રવાના કરાવશે

|

Dec 28, 2020 | 3:43 PM

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (NARENDRA MODI) આજે મહારાષ્ટ્રના સાંગોલાથી પશ્ચિમ બંગાળના શાલીમાર સુધી ચાલનારી 100 મી ‘કિસાન રેલ’ (KISAN RAIL)ને રવાના કરશે. વડા પ્રધાન આજે સાંજે 4:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ટ્રેનને રવાના કરશે. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને રેલ્વે મંત્રી પિયુષ ગોયલ પણ ઉપસ્થિત રહેશે. કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ […]

KISAN RAIL : PM નરેન્દ્ર મોદી આજે દેશની 100 મી કિસાન રેલ ને મહારાષ્ટ્રના સાંગોલાથી રવાના કરાવશે

Follow us on

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (NARENDRA MODI) આજે મહારાષ્ટ્રના સાંગોલાથી પશ્ચિમ બંગાળના શાલીમાર સુધી ચાલનારી 100 મી ‘કિસાન રેલ’ (KISAN RAIL)ને રવાના કરશે. વડા પ્રધાન આજે સાંજે 4:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ટ્રેનને રવાના કરશે. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને રેલ્વે મંત્રી પિયુષ ગોયલ પણ ઉપસ્થિત રહેશે. કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ દિલ્હીની સરહદો પર ખેડુતોના એક વર્ગ દ્વારા કરવામાં આવેલા વિરોધ વચ્ચે મોદી ટ્રેનને લીલી ઝંડી દેખાડશે.

PMOએ જણાવ્યું હતું કે આ ટ્રેનમાં કોબીચ, કેપ્સિકમ,મરચા અને ડુંગળી જેવા શાકભાજી અને દ્રાક્ષ, નારંગી, દાડમ, કેળા અને સીતાફળ જેવા ફળ રવાના કરવામાં આવશે. વધુમાં કહેવામાં આવ્યું છે કે નાશ પામી શકે તેવી ચીજોને માર્ગ પરના તમામ સ્ટોપ પર લોડિંગ – અનલોડીંગ માટે મંજૂરી આપવામાં આવી છે. શિપમેન્ટની માત્રાની પણ કોઈ મર્યાદા રહેશે નહીં.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

PMO મુજબ કેન્દ્ર દ્વારા ફળો અને શાકભાજીના પરિવહન પર 50 ટકા સબસિડી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પહેલી ખેડૂત ટ્રેન 7 ઓગસ્ટે દેવલાલીથી દાનાપુરની વચ્ચે દોડાવવામાં આવી હતી, જે બાદમાં મુઝફ્ફરપુર સુધી લંબાવાઈ હતી. ખેડૂતોના સારા પ્રતિસાદ બાદ તેના સાપ્તાહિક સેવાથી અઠવાડિયામાં ત્રણ વખત ફેરા વધારી દેવામાં આવ્યા છે. વડા પ્રધાન કચેરીએ કહ્યું કે કિસાન રેલ આખા દેશમાં કૃષિ પેદાશો વધુ ઝડપથી પહોંચાડવા માટે ક્રાંતિકારી સાબિત થઈ રહી છે તે નાશ પામનાર ઉત્પાદનો માટે આપૂર્તિ શૃંખલા પ્રદાન કરે છે.

ભારતીય રેલ્વેએ દેશના મોટા બજારો સુધી ખેડૂતોના ઉત્પાદનને પહોંચાડવાના લક્ષ્ય સાથે 2020 ના બજેટમાં કિસાન રેલ ચલાવવાની જાહેરાત કરી હતી.

 

Next Article