PM Modi એ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની વેબસાઇટ લોન્ચ કરી

|

Mar 12, 2021 | 4:49 PM

દેશ 2022 માં આઝાદીની 75 મી વર્ષગાંઠની ઉજવણી કરશે. પરંતુ તેના 75 અઠવાડિયા પૂર્વે આઝાદીની 75 મી વર્ષગાંઠ પ્રસંગે 'આઝાદી કા અમૃત મહોત્સવ' કાર્યક્રમની 12 માર્ચથી શરૂઆત કરી છે.

PM Modi એ આઝાદી કા અમૃત મહોત્સવ ની વેબસાઇટ લોન્ચ કરી
Narendra Modi

Follow us on

દેશ 2022 માં આઝાદીની 75 મી વર્ષગાંઠની ઉજવણી કરશે. પરંતુ તેના 75 અઠવાડિયા પૂર્વે આઝાદીની 75 મી વર્ષગાંઠ પ્રસંગે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમની 12 માર્ચથી શરૂઆત કરી છે. આ પ્રસંગે PM Modi એ શુક્રવારે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ સંબંધિત વેબસાઇટ શરૂ કરી હતી. અમૃત મહોત્સવને લગતી ઘટનાઓના ફોટા અને વીડિયો આ વેબસાઇટ india75.nic.in પર અપલોડ કરી શકાશે.

વડાપ્રધાન મોદીએ ગાંધી આશ્રમમાં રાષ્ટ્રપિતાને શ્રધ્ધાંજલિ અર્પણ કરી

PM Modi શુક્રવારે સાબરમતી આશ્રમમાં પહોંચ્યા હતા અને સ્વતંત્રતાની 75 મી વર્ષગાંઠ નિમિત્તે અમૃત મહોત્સવની શરૂઆત પહેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન  PM Modi એ ગાંધીજીના નિવાસસ્થાન હૃદય કુંજની પણ મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે મહાત્મા ગાંધીને તસવીરને સુતાંજલી અર્પી હતી. તેના બાદ તેમણે વિઝિટર બુકમાં પોતાનો અનુભવ લખ્યો અને જાહેર કર્યો.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આઝાદીની 75 મી વર્ષગાંઠની ઉજવણીનો પ્રારંભ

આઝાદીની 75 મી વર્ષગાંઠના 75 અઠવાડિયા પહેલાથી શરૂ થતાં અમૃત મહોત્સવની ઉજવણી માટે 239 સભ્યોની એક સમિતિ બનાવવામાં આવી છે. તેમાં દેશભરના અગ્રણી નેતાઓ સામેલ છે. આ સમિતિની પહેલી બેઠક 8 માર્ચે થઈ હતી. ખાસ વાત એ છે કે આજે દાંડીયાત્રાની વર્ષગાંઠ છે અને આજના દિવસથી જ આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે અમૃત મહોત્સવની પીએમ મોદીએ શરૂઆત કરાવી હતી.

Next Article