UttarPradesh માં મોટા રાજકીય પરિવર્તનના એંધાણ, PM Modi અને J.P.Nadda વચ્ચે થઇ મુલાકાત

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ વડાપ્રધાન મોદી (PM Modi) અને ભાજપા અધ્યક્ષ જે.પી.નડ્ડા (J.P.Nadda) સાથે પણ મુલાકાત કરવાના છે.

UttarPradesh માં મોટા રાજકીય પરિવર્તનના એંધાણ, PM Modi અને J.P.Nadda વચ્ચે થઇ મુલાકાત
FILE PHOTO
Follow Us:
| Updated on: Jun 10, 2021 | 6:38 PM

UttarPradesh સરકાર અને સંગઠનમાં ફેરબદલની ચાલી રહેલી રાજકીય અટકળો વચ્ચે ગુરુવારે સાંજે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) અચાનક દિલ્હી પહોંચ્યા અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત કરી. શુક્રવારે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો કાર્યક્રમ પણ નિશ્ચિત છે. આ સાથે ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડાને મળવાનો મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો એક કાર્યક્રમ પણ છે. પણ આ પહેલા વડાપ્રધાન મોદી (PM Modi) અને ભાજપા અધ્યક્ષ જે.પી.નડ્ડા (J.P.Nadda) વચ્ચે મુલાકાત થઇ છે.

PM Modi અને J.P.Nadda વચ્ચે થઇ મુલાકાત એક તરફ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અમિત શાહને મળ્યા અને બીજી તરફ મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા (J.P.Nadda) પણ વડાપ્રધાન મોદી (PM Modi) ને મળવા પહોંચ્યા હતા. એક પછી એક આ બેઠકોને ઉત્તરપ્રદેશમાં ચાલી રહેલી રાજકીય ગતિવિધિઓ સાથે જોડવામાં આવી રહી છે. જોકે, પક્ષના કોઈ નેતાએ આ મુદ્દે હજી સુધી કંઈ કહ્યું નથી. જો કે, રાજ્યના રાજકીય વર્તુળોમાં ઉત્તરપ્રદેશમાં પાર્ટીના સંગઠનમાં પરિવર્તન અને મંત્રીમંડળના વિસ્તરણ અંગે સતત ચર્ચાઓ થઈ રહી છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ઉત્તરપ્રદેશ સંગઠન-કેબીનેટમાં ફેરફારની ચર્ચાઓ વડાપ્રધાન મોદી (PM Modi) અને ભાજપા અધ્યક્ષ જે.પી.નડ્ડા (J.P.Nadda) પહેલા યોગી આદિત્યનાથ અમિત શાહને મળ્યા. સત્તાવાર રીતે એવું કહેવામાં આવી રહ્યું છે કે મુખ્યપ્રધાન યોગીએ ગૃહપ્રધાન અમિત શાહને કોરોના નિયંત્રણ અંગે ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા લેવામાં આવેલા પગલા અંગે એક રીપોર્ટ આપવા માટે આવ્યા છે. પરંતુ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ જુદી છે. તાજેતરમાં જ ભાજપના સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ ઉત્તરપ્રદેશ પહોંચ્યા હતા અને સતત બે દિવસ રોકાણ કર્યું હતું. તેઓ ઘણા મંત્રીઓ અને ધારાસભ્યોને અલગથી મળ્યા હતા.

અચાનક દિલ્હી રવાના થયા યોગી આદિત્યનાથ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ વડાપ્રધાન મોદી (PM Modi) અને ભાજપા અધ્યક્ષ જે.પી.નડ્ડા (J.P.Nadda) સાથે પણ મુલાકાત કરવાના છે. દિલ્હી આવ્યાં પહેલા યોગી આદિત્યનાથે લખનઉંમાં ઉત્તરપ્રદેશ ભાજપ અધ્યક્ષ સ્વતંત્રદેવસિંહ અને સંગઠન મહામંત્રી સુનિલ બંસલ સાથે એક બેઠક કરી હતી. આ પછી અચાનક મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ગુરુવારે બપોરે એક વાગ્યે દિલ્હી જવા રવાના થયા હતા.

આ પણ વાંચો : Delhi : રાજકીય અટકળો વચ્ચે CM Yogi Adityanath કેન્દ્રીય ગૃહપ્રધાન Amit Shah ને મળ્યાં, PM MODI સાથે પણ કરશે મુલાકાત

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">