Delhi : રાજકીય અટકળો વચ્ચે CM Yogi Adityanath કેન્દ્રીય ગૃહપ્રધાન Amit Shah ને મળ્યાં, PM MODI સાથે પણ કરશે મુલાકાત

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) અચાનક દિલ્હી પહોંચ્યા અને ઉત્તરપ્રદેશ સરકારમાં કેબિનેટ વિસ્તરણ અને સંગઠનમાં ફેરફારની ચર્ચા વચ્ચે ગૃહમંત્રી અમિત શાહને મળ્યા.

Delhi : રાજકીય અટકળો વચ્ચે CM Yogi Adityanath કેન્દ્રીય ગૃહપ્રધાન Amit Shah ને મળ્યાં, PM MODI સાથે પણ કરશે મુલાકાત
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દિલ્હીમાં ગૃહપ્રધાન અમિત શાહને મળ્યાં

Delhi : ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) આગામી ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી (Uttar Pradesh Assembly elections) મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) ના નેતૃત્વમાં લડશે કે નહિ તે અંગે રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું હતું. પરંતુ આ તમામ રાજકીય અટકળો વચ્ચે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાતેહ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત કરી છે.

 

ગૃહપ્રધાન અમિત શાહને મળ્યાં યોગી આદિત્યનાથ
ગુરુવારે સાંજે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) અચાનક દિલ્હી પહોંચ્યા અને ઉત્તરપ્રદેશ સરકારમાં કેબિનેટ વિસ્તરણ અને સંગઠનમાં ફેરફારની ચર્ચા વચ્ચે ગૃહમંત્રી અમિત શાહને મળ્યા.

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વચ્ચેની આ બેઠક અંગે કહેવામાં આવી રહ્યું છે કે મુખ્યપ્રધાન યોગીએ ગૃહપ્રધાન અમિત શાહને કોરોના નિયંત્રણ અંગે ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા લેવામાં આવેલા પગલા અંગે એક રીપોર્ટ આપ્યો છે. પરંતુ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ કઈક જુદા જ પ્રકારની ચાલી રહી છે.

ઉત્તરપ્રદેશમાં કેબિનેટ વિસ્તરણની ચર્ચાઓ
ઉત્તરપ્રદેશમાં આગામી ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી (Uttar Pradesh Assembly elections) ચૂંટણી પહેલા નેતાઓ વચ્ચે બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. આ બેઠકો અંગેની સૌથી મોટી ચર્ચા કેબિનેટના વિસ્તરણને લઈને થઈ રહી છે.

ગુજરાત કેડરના IAS અધિકારી અને PM MODI ખુબ નજીકના માનવામાં આવતા એ.કે.શર્મા ઉત્તરપ્રદેશ વિધાન પરિષદના સભ્ય બન્યા બાદ ઉત્તરપ્રદેશ સરકારમાં કેબિનેટ વિસ્તરણની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

PM MODI સાથે પણ મુલાકાત કરશે યોગી આદિત્યનાથ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની મુલાકાત બાદ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) કેટલાક અન્ય કેન્દ્રીય પ્રધાનો અને પાર્ટીના કાર્યકરો સાથે મુલાકાત કરી શકે છે. શુક્રવારે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો કાર્યક્રમ પણ નિશ્ચિત છે. આ સાથે ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડાને મળવાનો મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો એક કાર્યક્રમ પણ છે.

એ.કે.શર્માને બનાવાશે નાયબ મુખ્યપ્રધાન?
લગભગ બે અઠવાડિયા પહેલા ભાજપના રાષ્ટ્રીય સંગઠન મંત્રી બી.એલ. સંતોષ લખનઉની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે ઉત્તરપ્રદેશના બંને નાયબ મુખ્યપ્રધાનો, પ્રધાનો અને ધારાસભ્યો સાથે અલગ બેઠક યોજી હતી. ચર્ચાઓ શરૂ થઈ હતી કે ભારતીય જનતા પાર્ટી (BJP) ઉત્તરપ્રદેશમાં ફેરફાર કરવા જઈ રહી છે. ઉત્તરપ્રદેશ વિધાન પરિષદના સભ્ય બનેલા એ.કે.શર્માને નાયબ મુખ્યપ્રધાન તેમજ કેશવપ્રસાદ મૌર્યને ફરીથી પ્રદેશ અધ્યક્ષ બનાવવાની અટકળો શરૂ થઈ હતી.

આ પણ વાંચો : Udyam Registration : કોરોનાકાળમાં રાજ્યમાં 1,89,303 MSME નું રજીસ્ટ્રેશન થયું, સરકાર આપે છે આ લાભો