PM Modi એ કેબિનેટ બેઠકમાં મંત્રીઓને આપી સલાહ, કહ્યું ખોટા નિવેદનો આપવાથી દૂર રહેવું જોઇએ

|

Jul 08, 2021 | 11:00 PM

પીએમ મોદીએ મંત્રીઓને કહ્યું કે માત્ર તમારા મંત્રાલય સાથે જોડાયેલા મુદ્દા જોડે વાત કરો. મંત્રાલય પર ફોકસ કરો અને સરકારી યોજનાઓને જમીની સ્તર પર લઈ જાઓ.

પીએમ મોદી(PM Modi) એ આજે કેબીનેટની બેઠકમાં મંત્રીઓને સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે ખોટા નિવેદનો આપવાથી બચવું જોઈએ. તેમજ જે લોકો મંત્રીમંડળ( Cabinet) માંથી દૂર થયા છે તેમના અનુભવથી શીખવાની જરૂર છે. તેમજ અનેક વાર નિર્ણય વ્યવસ્થાના પગલે લેવો પડતો હોય છે.

 

પીએમ મોદીએ મંત્રીઓને કહ્યું કે માત્ર તમારા મંત્રાલય સાથે જોડાયેલા મુદ્દા જોડે વાત કરો. મંત્રાલય પર ફોકસ કરો અને સરકારી યોજનાઓને જમીની સ્તર પર લઈ જાઓ. સરકાર અને મંત્રાલયનો સોશિયલ મીડિયા પર પ્રચાર કરો. તમારે બધાએ મહેનત કરવી પડશે અને મહેનત રંગ લાવશે.એવા કામ કરો જેનાથી સામાન્ય વ્યક્તિના જીવનમાં બદલાવ લાવી શકો.

આ પણ  વાંચો : શિવભક્તો માટે ખુશખબર, હવે બાબા Amarnath ની ઓનલાઇન પૂજા અને હવનનો લાભ લઈ શકાશે

આ પણ  વાંચો :  Facebook ને આપ્યો સુપ્રીમ કોર્ટે આંચકો, વાઇસ પ્રેસિડેન્ટને થવું પડશે દિલ્હી વિધાનસભા સમિતિ સમક્ષ હાજર

 

 

Published On - 10:51 pm, Thu, 8 July 21

Next Video