દેશનું એકમાત્ર પરિવાર જેને આપ્યા છે આજ સુધીમાં કુલ 27 વખત સાંસદ!

|

May 13, 2019 | 3:42 PM

ભારતની રાજનીતિમાં ક્યાં પરીવારે સૌથી વધારે સાંસદ આપ્યા આ વાત આવે તો તેમાં કદાચ તમને ગાંધી પરીવાર યાદ આવી જાય. આ વાતને લઈને ગાંધી પરિવાર કરતાં પણ એક પરિવાર આગળ છે. આ પરીવારનું નામ સિંધિયા પરિવાર છે. સિંધિયા પરિવારે 1957માં રાજનીતિમાં પોતાનો પગ મુક્યો અને આજે તે પરિવારે કુલ 27 સાંસદો આપ્યા છે. આ ગણતરી […]

દેશનું એકમાત્ર પરિવાર જેને આપ્યા છે આજ સુધીમાં કુલ 27 વખત સાંસદ!

Follow us on

ભારતની રાજનીતિમાં ક્યાં પરીવારે સૌથી વધારે સાંસદ આપ્યા આ વાત આવે તો તેમાં કદાચ તમને ગાંધી પરીવાર યાદ આવી જાય. આ વાતને લઈને ગાંધી પરિવાર કરતાં પણ એક પરિવાર આગળ છે.

વસુંધરા રાજે સિંધિયા તેમની માતા વિજયારાજે સિંધિયા સાથે

આ પરીવારનું નામ સિંધિયા પરિવાર છે. સિંધિયા પરિવારે 1957માં રાજનીતિમાં પોતાનો પગ મુક્યો અને આજે તે પરિવારે કુલ 27 સાંસદો આપ્યા છે. આ ગણતરી લોકસભાની ચૂંટણી 1957થી લઈને 2014 સુધીની છે. સિંધિયા પરિવાર મધ્યપ્રદેશનું રહેવાસી છે. 1957ની લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત રાજમાતા સિંધિયા લડ્યા હતા અને તેમણે જીત પણ હાસલ કરી હતી.

TV9 Gujarati

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રાજમાતા સિંધિયાએ આજના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાના દાદી હતા. એક વખત તો તેઓ ઈંદિરા ગાંધી સામે પણ ચૂંટણી લડ્યા હતા અને તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. રાજસ્થાનના પહેલા મહિલા મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા રાજમાતા વિજયારાજે સિંધિયાના દીકરી છે. વસુંધરા રાજે રાજસ્થાનની ઝાલાવાડ સીટથી 4 વખત લોકસભાની ચૂંટણી જીત્યા છે.

આ પણ વાંચો: આ કામ કરો અને તમે WhatsApp પર કોઈપણ વ્યક્તિના સ્ટેટસને કરી શકશો SAVE

જ્યોતિરાદિત્ય સિંધિયાએ પેટાચૂંટણી લડીને રાજનીતિમાં પ્રવેશ કર્યો. તેમને 2002માં પોતાનું રાજનીતિક કરીયર શરુ કર્યું. આ બાદ તેમણે 3 લોકસભાની ચૂંટણીમાં જીત મેળવી. યશોધરા રાજે સિંધિયા જે વિજયારાજે સિંધિયાના સૌથી નાના દીકરી છે તેઓ પણ ભાજપમાંથી 2 વખત જીત મેળવી શક્યા છે.

સિંધિયા પરિવારમાંથી કોણ કેટલી વખત લોકસભાની ચૂંટણી જીત્યું?

1. વિજ્યારાજે સિંધિયા
વિજયારાજે સિંધિયા 2 વખત કોંગ્રેસ પાર્ટીમાંથી, એક વખત અપક્ષમાંથી, એક વખત જનસંઘમાંથી અને 4 વખત ભાજપમાંથી ચૂંટણી જીત્યા હતા. આમ તેઓએ 8 વખત લોકસભાની ચૂંટણીમાં જીત મેળવી છે.

2. માધવરાવ સિંધિયા
માધવરાવ સિંધિયા ગુના અને ગ્વાલિયર લોકસભાની બેઠક પરથી જ ચૂંટણી લડ્યા હતા. તેમણે આ બંને બેઠકો પર કુલ 9 વખત જીત મેળવી છે. તેઓએ પણ પ્રથમવખત ચૂંટણી જનસંઘ સાથે લડી હતી અને બાદમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયા હતા.

3. વસુંધરા રાજે


રાજસ્થાનના મુખ્યમંત્રી રહી ચૂકેલાં વસુંધરા રાજે સિંધિયા 4 વખત લોકસભાની ચૂંટણી જીતી ચૂક્યાં છે. તેઓએ બધી જ લોકસભાની ચૂંટણી રાજસ્થાનની ઝાલાવાડ સીટ પરથી લડી છે.

4. યશોધરા રાજે સિંધિયા
યશોધરા રાજે ભાજપમાંથી 2007 અને 2009ના વર્ષમાં ચૂંટણી લડી ચૂકયાં છે.

5. જ્યોતિરાદિત્ય સિંધિયા


જ્યોતિરાદિત્ય સિંધિયા 2002થી લઈને 2014 સુધી ચૂંટણી લડ્યા અને 4 વખત જીત મેળવી. આ વખતે પણ તેઓ ગુના સીટ પરથી ફરી મેદાનમાં છે. જો તેઓ જીતી જશે તો તેમના પરિવારની આ 28મી જીત હશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:41 pm, Mon, 13 May 19

Next Article