AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PATAN : રાધનપુરમાં તાલુકા ભાજપના પૂર્વ મંત્રી સાથે 100 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 05, 2021 | 6:48 PM
Share

PATAN : રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈએ સૌ આગેવાનોએ કોંગ્રેસ પક્ષમાં આવકાર્યા.

PATAN : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પાટણ જિલ્લાના રાધનપુરમાં ભાજપને મોટો ઝટકો મળ્યો છે. રાધનપુર તાલુકા ભાજપના પૂર્વ મંત્રી તેમજ ઠાકોર સમાજના અગ્રણી નાથાલાલ ઠાકોર સહિત 100થી વધુ ભાજપ આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે.

ધરવડી ગામના ઠાકોર સેનાના કાર્યકરો, ઠાકોર સેનાના પ્રમુખ વાલાજી માધાજી ઠાકોર કોંગ્રેસમાં જોડાયા છે તો પોરાણા ગામના ભૂરાજી ઠાકોરે કોંગ્રેસનો ખેસ પહેર્યો છે. રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈએ સૌ આગેવાનોએ કોંગ્રેસ પક્ષમાં આવકાર્યા.

ધરવડી સીટ પર ઠાકોર સેના પ્રમુખ વાલાજી માધાજી ઠાકોર કોંગ્રેસમાં જોડાતા દાવેદારી માટે પસંદ થઇ શકે છે. કામલપુરની સીટ પર કોંગ્રેસના દાવેદારી માટે નાથાલાલના પત્નીનુ નામ પણ કોંગ્રેસ દ્વારા જાહેર કરવાની ખાતરી આપતા ભાજપના કાર્યકરો કોંગ્રેસમા જોડાયા છે.

g clip-path="url(#clip0_868_265)">