ભારતે જે કાશ્મીરને લઈને જે ફેંસલો લીધો છે તેના લીધે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. પાકિસ્તાને આ ફેંસલાના લીધે રાજનીતિક સંબંધો પણ ઘટાડી દીધા છે. પાકિસ્તાન સરકારની સિક્યુરીટી કમિટિ દ્વારા આ નિર્ણચ લેવામાં આવ્યો છે. જેમાં ભારતની સાથે દ્રિપક્ષીય વેપાર પણ રદ કરવાની વાત પાકિસ્તાન દ્વારા કરવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: અમૂલ આવ્યું આગળ, જમ્મુ-કાશ્મીરમાં ડેરી ઉદ્યોગમાં રોકાણ કરીને સ્થાનિકોને આપશે રોજગારી
ભારતે કાશ્મીરમાંથી કલમ 370 જે વિશેષ રાજ્યનો દરજ્જો આપતી હતી તેને હટાવી લીધી છે. ભારત સરકારના આ નિર્ણયથી ઈમરાન ખાને તાત્કાલિક બેઠક બોલાવી હતી અને તેમાં ભારતની સાથે રાજકીય સંબંધો ઓછા કરવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાને એવી ધમકી આપી છે કે તેઓ આ મામલે સંયુક્ત રાષ્ટ્રમાં પણ જશે. આ ફેંસલો પાકિસ્તાનની નેશનલ સિક્યુરીટી કમિટિ દ્વારા લેવાયો છે. ભારતીય રાજદૂતને પણ પાકિસ્તાન પાછા મોકલશે તેવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ભારતની સાથે પાકિસ્તાને દ્રી-પક્ષીય વ્યાપારને પણ રદ કરી દીધો છે. આમ પાકિસ્તાન ભારતના નિર્ણયથી ભડક્યું છે. ભારત સરકારે જમ્મુ કાશ્મીરના બે ભાગ કરીને તેને જમ્મુ કાશ્મીર અને લદાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દીધું છે. આ ઉપરાંત કાશ્મીરની વિશેષ રાજ્યનો દરજ્જો ધરાવતી કલમ 370ને પણ બિલ લાવીને કેન્દ્ર સરકારે હટાવી દીધી છે જેના લીધે પાકિસ્તાન ભારતથી ગુસ્સે ભરાયું છે. પાકિસ્તાને ઈસ્લામાબાદ સ્થિત ભારતના રાજદૂતને પણ પાકિસ્તાન છોડવા કહી દીધું છે. ટૂંક સમયમાંં પાકિસ્તાન એર-સ્પેસ પણ ભારતીય વિમાનો માટે બંધ કરી શકે છે.
[yop_poll id=”1″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 2:22 pm, Wed, 7 August 19