રાહુલ ગાંધીની જગ્યાએ કોંગ્રેસ અધ્યક્ષ પદની જવાબદારી લેવા માટે આ પૂર્વ મંત્રી તૈયાર!

|

Jun 08, 2019 | 2:19 AM

લોકસભા ચૂંટણીમાં મળેલી કારમી હાર પછી રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ પદને છોડવા માટે અડગ થયા છે. ત્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હોકી ઓલિમ્પિયન અસલમ શેર ખાને કહ્યું કે તે 2 વર્ષ માટે કોંગ્રેસ અધ્યક્ષનું પદ સંભાળવા માટે તૈયાર છે. તેમને આ મામલે રાહુલ ગાંધીને ચિઠ્ઠી પણ લખી છે પણ તેમની ચિઠ્ઠીને ઘણાં કોંગ્રેસ નેતાઓ ગંભીરતાથી […]

રાહુલ ગાંધીની જગ્યાએ કોંગ્રેસ અધ્યક્ષ પદની જવાબદારી લેવા માટે આ પૂર્વ મંત્રી તૈયાર!

Follow us on

લોકસભા ચૂંટણીમાં મળેલી કારમી હાર પછી રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ પદને છોડવા માટે અડગ થયા છે. ત્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હોકી ઓલિમ્પિયન અસલમ શેર ખાને કહ્યું કે તે 2 વર્ષ માટે કોંગ્રેસ અધ્યક્ષનું પદ સંભાળવા માટે તૈયાર છે. તેમને આ મામલે રાહુલ ગાંધીને ચિઠ્ઠી પણ લખી છે પણ તેમની ચિઠ્ઠીને ઘણાં કોંગ્રેસ નેતાઓ ગંભીરતાથી લઈ રહ્યાં નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

તેમને ચિઠ્ઠીમાં લખ્યું કે રાહુલ ગાંધી એક ફાઈટર છે પણ હાલમાં તેમને પાર્ટી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે અને દરેક કોંગ્રેસીને તેનું સન્માન કરવું જોઈએ, રાજનિતીમાં થોડા ફેરફાર કરવાની જરૂર છે. આ માત્ર મારી વાત નથી પણ જે પાર્ટીને ચલાવવા માગે છે, તેને એક તક આપવી જોઈએ.

TV9 Gujarati

 

અસલમ શેર ખાન એવા પહેલા નેતા છે, જે 25મેના રોજ કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીના રાજીનામાંની જાહેરાત પછી પાર્ટીનો કાર્યભાર સંભાળવા માટે આગળ આવ્યા છે. ઉલ્લેખનીય છે કે CWCએ રાહુલ ગાંધીના રાજીનામાંને રદ કર્યુ હતું. CWCએ રાહુલ ગાંધીને એ અધિકાર આપ્યો હતો કે તે પાર્ટીમાં સંગઠનાત્મક બદલાવ કરી શકે છે. ઘણાં કોંગ્રેસી નેતાઓએ રાહુલ ગાંધીને તેમના નિર્ણય પર એક વાર ફરી વિચાર કરવા માટે કહ્યું છે.

આ પણ વાંચો: નકલી ડીવાયએસપી બનીને લોકો પાસે પૈસા પડાવતો યુવક ઝડપાયો, અમદાવાદથી કરાઈ ધરપકડ

અસલમ શેર ખાને 27મેના રોજ પત્ર લખ્યો હતો, તેમાં લખ્યું હતું કે હું પાર્ટીમાં સેવા આપવા ઈચ્છુ છુ અને 2 વર્ષ માટે કોંગ્રેસ અધ્યક્ષ પદ સંભાળવા માટે તૈયાર છુ. તેમને આંતરરાષ્ટ્રીય ખિલાડી અને રાજનેતાના અનુભવના આધાર પર આ ઓફર કરી છે. ઉલ્લેખનીય છે કે અસલમ શેર ખાન તે ભારતીય હોકી ટીમનો ભાગ હતા, જેને 1975માં મલેશિયાના કુઆલાલંપુરમાં હોકી વિશ્વકપ જીત્યા હતા.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article