સુપ્રીમની કેન્દ્રને નોટિસ – જો NOTA મતની સંખ્યા વધુ હોય તો ચૂંટણી રદ થવી જોઈએ ?

|

Mar 15, 2021 | 3:15 PM

સમય જતા નોટાની સંખ્યા વધી રહી છે. આવામાં ભાજપના નેતા અને વકીલ અશ્વનીકુમાર ઉપાધ્યાયે અરજી દાખલ કરી છે કે જો નોટાની સંખ્યા વધુ હોય તો ચૂંટણી રદ થવી જોઈએ. સુપ્રીમે આ બાબત પર કેન્દ્ર અને ECનો જવાબ માંગ્યો છે.

સુપ્રીમની કેન્દ્રને નોટિસ - જો NOTA મતની સંખ્યા વધુ હોય તો ચૂંટણી રદ થવી જોઈએ ?
NOTA

Follow us on

જો સંસદીય અથવા વિધાનસભા મત વિસ્તારમાં NOTA (None of the Above)માં સૌથી વધુ મતદાન હોય, તો ચૂંટણી પરિણામ રદ કરવા અને નવી ચૂંટણીની માંગ કરવા માટે એક અરજી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ અરજી પર કેન્દ્ર અને ચૂંટણી પંચને નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે.

મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડે, ન્યાયમૂર્તિ એ.એસ. બોપન્ના અને ન્યાયાધીશ વી.રામસુબ્રમણ્યમે કાયદા અને ન્યાય મંત્રાલય તેમજ ભારતના ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે. જેમાં તેઓને અરજી પર જવાબ આપવા કહ્યું છે. અરજદાર વતી સિનિયર એડવોકેટ મેનકા ગુરુસ્વામી હાજર હતા.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ભાજપના નેતા અને વકીલ અશ્વનીકુમાર ઉપાધ્યાયે દાખલ કરેલી અરજીમાં એવી પણ વિનંતી કરી છે કે, ઉમેદવારો અને રાજકીય પક્ષોને, જેમની ચૂંટણી રદ કરવામાં આવે છે, તેને નવી ચૂંટણીઓમાં ભાગ લેતા અટકાવવા.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, “ઉમેદવારને બરતરફ કરવાનો અને નવા ઉમેદવારની પસંદગી કરવાનો અધિકાર લોકોને અસંતોષ વ્યક્ત કરવાની શક્તિ આપશે. જો મતદારો ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારની પૃષ્ઠભૂમિ અને કામગીરીથી અસંતુષ્ટ છે, તો તેઓ નોટા બટન દબાવશે અને આવા ઉમેદવારને બરતરફ કરવા માટે નવા ઉમેદવારની પસંદગી કરશે. ”

 

 

આ અરજીની સુનાવણી કરતી વખતે સીજેઆઈએ પણ આ માંગ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે જો આ માંગ સ્વીકારવામાં આવે તો આવી બેઠકો પર કોઈ પ્રતિનિધિત્વ રહેશે નહીં. તો આવામાં સદન કેવી રીતે ચાલશે?

હાલમાં NOTA ની ચૂંટણીમાં કોઈ અસર નથી. તે મતદારની નારાજગી વ્યક્ત કરવા માટે જ છે. મતદારો આ દ્વારા કહે છે કે તેઓ કોઈપણ ઉમેદવારને પસંદ નથી કરતા અને તેઓએ કોઈને પણ મત આપ્યો નથી. ખરેખર નોટા અસ્વીકારના અધિકારથી સંબંધિત છે. આવામાં સુપ્રીમે

સુપ્રીમ સોમવારે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને નોટિસ ફટકારીને પૂછ્યું છે કે મોટાભાગના લોકો જો ચૂંટણી મતદાનમાં નોટાનું બટન દબાવે છે. તો ચૂંટણી રદ થવી જોઈએ અને ત્યાં નવી ચૂંટણી યોજાવી જોઈએ. આવામાં હારેલા ઉમેદવારો ફરી ચૂંટણીમાં ભાગ લઇ શકશે નહીં.

Next Article