ગુટ નિરપેક્ષ દેશના સંમેલનમાં PM મોદી જોડાશે નહીં, સંગઠનની સ્થાપનામાં જવાહરલાલ નેહરુની હતી આ ભૂમિકા

|

Oct 23, 2019 | 4:05 AM

ગુટ નિરપેક્ષ દેશના શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વખતે જોડાશે નહીં. આ સતત બીજી વખત છે PM મોદી આ બેઠકમાં જોડાશે નહીં. મહત્વનું છે કે, ભારત ગુટ નિરપેક્ષ આંદોલનનો સંસ્થાપક દેશ છે. જો કે સૂત્રો મુજબ ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડૂ આ ગુટ નિરપેક્ષ સંમેલનમાં ભારત તરફથી જોડાશે. ગુટ નિરપેક્ષ સંમેલન અજરબૈઝાનના બાકુમાં 25-26 ઓક્ટોબરના દિવસે […]

ગુટ નિરપેક્ષ દેશના સંમેલનમાં PM મોદી જોડાશે નહીં, સંગઠનની સ્થાપનામાં જવાહરલાલ નેહરુની હતી આ ભૂમિકા

Follow us on

ગુટ નિરપેક્ષ દેશના શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વખતે જોડાશે નહીં. આ સતત બીજી વખત છે PM મોદી આ બેઠકમાં જોડાશે નહીં. મહત્વનું છે કે, ભારત ગુટ નિરપેક્ષ આંદોલનનો સંસ્થાપક દેશ છે. જો કે સૂત્રો મુજબ ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડૂ આ ગુટ નિરપેક્ષ સંમેલનમાં ભારત તરફથી જોડાશે. ગુટ નિરપેક્ષ સંમેલન અજરબૈઝાનના બાકુમાં 25-26 ઓક્ટોબરના દિવસે યોજાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

 

PM મોદી સતત બીજી વખત આ સંમેલનમાં ગેરહાજર રહેશે. તો આ પહેલા 1979માં ચૌધરી ચરણસિંહ પણ હવાનામાં થયેલી ગુટ નિરપેક્ષ આંદોલનની બેઠકમાં હાજર રહ્યા નહોતા. લાંબા સમયથી ચાલતા આ આંદોલનમાં ભારતની મહત્વની ભૂમિકા છે. ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુનું મોટું યોગદાન આ સંસ્થાની શરૂઆત કરવામાં રહ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ગુટો નિરપેક્ષ આંદોલનની શરૂઆત 1961માં બેલગ્રેડમાં થઈ હતી. તેનો હેતુ બીજા વિશ્વ યુદ્ધ પછી અમેરિકા અને સોવિયત સંઘ વચ્ચે બે ધ્રુવોમાં વહેંચાયેલી દુનિયામાંથી કોઈનો પક્ષ લેવાના બદલે અવિકસિત અને વિકાસશીલ દેશોને એક ઝંડા નીચે લાવવાનો હતો. સોવિયત સંઘના વિઘટન પછી આ સમૂહનું મહત્વ પણ ઓછું થયું છે. આ વર્ષે ગુટ નિરપેક્ષ આંદોલનનું 19મું સંમેલન યોજાશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 3:14 am, Wed, 23 October 19

Next Article