Punjab : નવજોતસિંહ સિદ્ધુની પ્રિયંકા ગાંધી બાદ રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત, સિદ્ધુને મોટી જવાબદારી સોંપવાના સંકેત

|

Jul 01, 2021 | 7:46 PM

પંજાબ કોંગ્રેસમાં વિવાદના સમાધાન માટે રચાયેલી કમિટીએ પણ આવું જ સૂચન કર્યું છે. તેમજ એવી પણ ચર્ચા છે કે પાર્ટી હાઈકમાન્ડ કેપ્ટન અમરિંદર સિંહથી નારાજ છે.

Punjab : નવજોતસિંહ સિદ્ધુની પ્રિયંકા ગાંધી બાદ રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત, સિદ્ધુને મોટી જવાબદારી સોંપવાના સંકેત
નવજોતસિંહ સિદ્ધુની પ્રિયંકા ગાંધી બાદ રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત

Follow us on

પંજાબ(Punjab)કોંગ્રેસના સીએમ અમરિન્દર સિંહ અને નવજોતસિંહ સિદ્ધુ(Navjot Singh Sidhu)  વચ્ચે ચાલી રહેલા વિવાદને હાઇ કમાન્ડ ઉકેલવાની દિશામાં આગળ વધી રહ્યું છે. જેમાં કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુએ પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. જો કે તેની બાદ સૂત્રોના હવાલેથી સમાચાર આવ્યા છે કે નવજોતસિંહ સિદ્ધુએ રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાત 45 મિનિટ સુધી ચાલી હતી. તેમજ આ મુલાકાત પ્રિયંકા ગાંધીના પ્રયાસો બાદ થઇ હતી.

નવજોતસિંહ સિદ્ધુ સાથે મુલાકાતે રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચા ઉભી કરી

પંજાબ(Punjab)માં કોંગ્રેસમાં વિવાદ અને દિલ્હીમાં હાઇ કમાન્ડ દ્વારા નવજોતસિંહ સિદ્ધુ(Navjot Singh Sidhu) સાથે મુલાકાતે રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચા ઉભી કરી છે. જેમાં સૂત્રોના જણાવ્યા અનુસાર નવજોત સિંહ સિદ્ધુને મોટી જવાબદારી મળી શકે છે. કોંગ્રેસ રાજ્યમાં એન્ટિ-ઇન્કમ્બન્સીની અસર ઘટાડવા માટે કેબિનેટમાં કેટલાક ફેરબદલ કરી શકે છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

પંજાબ (Punjab)કોંગ્રેસમાં વિવાદના સમાધાન માટે રચાયેલી કમિટીએ પણ આવું જ સૂચન કર્યું છે. તેમજ એવી પણ ચર્ચા છે કે પાર્ટી હાઈકમાન્ડ કેપ્ટન અમરિંદર સિંહથી નારાજ છે.

પંજાબમાં રેતીના કરાર હજી અકાલીઓ પાસે છે

જ્યારે બીજી નવજોત સિંહ સિદ્ધુ(Navjot Singh Sidhu)ની રાહુલ ગાંધી સાથેની મુલાકાત અંગે સૂત્રોએ જણાવ્યું છે કે નવજોતસિંહ સિદ્ધુએ સંસ્કાર કેસ પર કાર્યવાહી કરવાની માંગ કરી છે. સિદ્ધુએ કહ્યું કે ડ્રગના મામલે પણ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. પંજાબમાં રેતીના કરાર હજી અકાલીઓ પાસે છે. પંજાબમાં પરિવહન અને કેબલ હજી પણ અકાલીઓના નિયંત્રણમાં છે કેપ્ટન અમરિન્દરસિંહે હાઈકમાન્ડની સૂચના બાદ પણ કોઈ પ્રેસ કોન્ફરન્સ કરી નહોતી.

કેપ્ટન અમરિન્દરસિંહે તેમના નિવાસ સ્થાને ધારાસભ્યો સાથે બેઠક યોજી

સીએમ કેપ્ટન અમરિંદર સિંહને વીજળીના બિલમાં 200 યુનિટની મફત જાહેરાત કરવાનું કહેવામાં આવ્યું હતું. જો કે આ ઘટનાક્રમ વચ્ચે ચંડીગઢમાં પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે તેમના નિવાસ સ્થાને ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવતે કહ્યું કે નવજોત સિંહ સિદ્ધુ રાહુલ અને પ્રિયંકા ગાંધીને મળ્યા છે તે એક સારો સંકેત છે અને તે બાબતોને ઉકેલવામાં અમને મદદ કરશે. તેમજ નવજોત સિદ્ધુની બોલવાની શૈલી એવી છે કે તેઓ ગુસ્સામાં કશું પણ કહેતા જોવા મળે છે કારણ કે તે હૃદયથી બોલે છે.

Published On - 7:45 pm, Thu, 1 July 21

Next Article