મોદી સરકારે આપેલી 10 ટકા અનામતનો લાભ તમને મળશે કે નહીં ? શું છે અનામત માટેની કૅટેગરી ? જાણવા માટે બસ અહીં CLICK કરો

લોકસભા ચૂંટણી 2019 પહેલા મોદી સરકારે મોટો નિર્ણય કર્યો છે. આ એક મોટા નિર્ણય દ્વારા મોદી સરકારે મિશન 2019નો જાણે શંખનાદ કરી દિધો છે. મોદી કેબિનેટે સોમવારે જે મહત્વનો નિર્ણય કર્યો, તેના મુજબ દેશમાં સવર્ણોને 10 ટકા અનામત આપવામાં આવશે. કેબિનેટે સવર્ણોને 10 ટકા અનામત આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી. Web Stories View more મોનાલિસાએ સોફા […]

મોદી સરકારે આપેલી 10 ટકા અનામતનો લાભ તમને મળશે કે નહીં ? શું છે અનામત માટેની કૅટેગરી ? જાણવા માટે બસ અહીં CLICK કરો
pm modi to visit Gujarat
Follow Us:
| Updated on: Jan 07, 2019 | 10:29 AM

લોકસભા ચૂંટણી 2019 પહેલા મોદી સરકારે મોટો નિર્ણય કર્યો છે. આ એક મોટા નિર્ણય દ્વારા મોદી સરકારે મિશન 2019નો જાણે શંખનાદ કરી દિધો છે.

મોદી કેબિનેટે સોમવારે જે મહત્વનો નિર્ણય કર્યો, તેના મુજબ દેશમાં સવર્ણોને 10 ટકા અનામત આપવામાં આવશે. કેબિનેટે સવર્ણોને 10 ટકા અનામત આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી.

મોનાલિસાએ સોફા પર બેસીને કરાવ્યું હોટ ફોટોશૂટ, જુઓ ફોટો
શું છે 'લાડલી' સ્કીમ, જેણે શિવરાજને ફરી બનાવ્યા સાંસદના 'લાડલા' ?
પાંખ હોવા છતા નથી ઉડી શકતા આ 7 અનોખા જીવ !
બોસ લેડી લુકમાં જાહ્નવી કપૂરની કીલર તસવીરો આવી સામે, જુઓ Photos
ધોતી-શેરવાનીમાં જોવા મળ્યો હુડ્ડા, લગ્ન બાદ વાયરલ થઈ રણદીપ-લિનની તસ્વીરો
આજનું રાશિફળ તારીખ : 03-12-2023

ત્રણ રાજ્યોની ચૂંટણીમાં હાર બાદ મોદી સરકાર દબાણમાં હતી અને મોટાભાગે આ હારના કારણ પાછળ ઉચ્ચ જાતિના લોકોનું ભાજપથી મોઢું ફેરવી લેવાને ગણવામાં આવી રહ્યુ હતું.

મોદી સરકારે ઉચ્ચ જાતિના લોકોને આકર્ષવા માટે સવર્ણોને 10 ટકા અનામતનો આ મહત્વનો નિર્ણય કર્યો છે.

મોદી સરકારે લોકસભા ચૂંટણી પહેલા મોટો માસ્ટરસ્ટ્રોક મારતા ગરીબ સુવર્ણો માટે નોકરી અને શિક્ષણમાં 10 ટકા અનામતના પ્રસ્તાવને મંજૂરી આપી દિધી. કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો.

કેન્દ્ર સરકાર અનામતના આ નવા ફૉર્મ્યુલાને લાગૂ કરવા માટે અનામતનો કોટા વધારશે. સરકાર બંધારણમાં સંશોધન માટે પોતાના આ ગમચેંજર ગણાતા મૂવને અમલીજામો પહેરાવવાની કોશિશ કરશે.

અનામતનો કોટા 10 ટકા વધારાશે

સૂત્રોના જણાવ્યા મુજબ અનામતનો હાલનો કોટા 49.5 ટકાથી વધારી 59.5 ટકા કરવામાં આવશે. તેમાંથી 10 ટકા કોટા આર્થિક રીતે પછાત લોકો માટે રહેશે.

નોંધનીય છે કે લાંબા સમયથી આર્થિક રીતે પછાત સવર્ણો માટે અનામતની માંગણી થતી આવી છે. ગુજરાતમાં પાટીદારો સહિત વિવિધ રાજ્યોમાં ઉચ્ચ વર્ગના વિવિધ સમાજો અનામતની માંગણી માટે આંદોલન કરતા રહ્યા છે.

એટલું જ નહીં, એસસી/એસટી એક્ટ પર મોદી સરકારના નિર્ણયથી પણ સુવર્ણોમાં નારાજગી હતી. ત્રણ રાજ્યોની ચૂંટણીમાં ભાજપના પરાજય માટે આ નારાજગી પણ એક કારણ ગણવામાં આવી હતી.

સૌથી મોટો સવાલ

કેન્દ્ર સરકારે આર્થિક રીતે પછાત સવર્ણો માટે 10 ટકા કોટાનો પ્રસ્તાવ પાસ તો કરી દિધો, પરંતુ તેને લાગુ કરાવવાનો પથ ખૂબ જ મુશ્કેલ છે. સરકારે તેના માટે બંધારણમાં સંશોધન કરવું પડશે. તેના માટે સરકારે સંસદમાં બીજા પક્ષોના ટેકાની પણ જરૂર પડશે.

હાલની શું સ્થિતિ ?

અનુસૂચિત જાતિઓને 15 ટકા અનામત અનુસૂચિત જનજાતિઓને 7.5 ટકા અનામત અન્ય પછાત વર્ગ (ઓબીસી)ને 27 ટકા અનામત

કોને મળશે લાભ ?

સૂત્રોના જણાવ્યા મુજબ જે વ્યક્તિ પાસે નિર્ધારિત મર્યાદા કરતા વધુ સંપત્તિ હશે, તેને આ અનામતનો લાભ નહીં મળે. સૂત્રોએ જણાવ્યું કે આ અનામત 8 લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા અને 5 એકરથી ઓછી જમીન ધરાવતા સવર્ણોને મળી શકે છે. આ ઉપરાંત જેમની પાસે સરકારી જમીન પર પોતાનું મકાન હશે, તેમને પણ આ અનામતનો લાભ નહીં મળે.

આ તમામને મળશે ફાયદો ?

– જેમના પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયા કરતા ઓછી હોય

– જે પરિવાર પાસે 5 લાખ રૂપિયાથી ઓછી કિંમતની ખેતીની જમીન હોય

– જેમની પાસે 1000 વર્ગ ફુટથી ઓછાનું મકાન હોય

– જેમની પાસે સરકારી/નિગમની 109 ગજથી ઓછી અધિસૂચિત જમીન હોય

– જેમની પાસે 209 ગજથી ઓછી સરકારી/નિગમની બિન-અધિસૂચિત જમીન હોય

– જે અત્યાર સુધી કોઈ પણ અનામત શ્રેણીમાં આવતા ન હોય

એમી યાજ્ઞિક

કૉંગ્રેસના એમી યાજ્ઞિકનું કહેવું છે કે આ પ્રકારના અનામતમાં ઘણી ટેક્નિકલ મુશ્કેલીઓ છે. લોકસભા ચૂંટણી પહેલા આ પ્રકારને અનામત આપવવાનો મકસદ શું છે, તે પણ જોવું રહ્યું. તેમણે કહ્યું કે આ મુદ્દે બિલ આવવા અને પાસ થવામાં ઘણો સમય લાગી શકે છે. સરકાર આ મુદ્દાને લઈને ગંભીર નથી.

રામદાસ અઠાવલે

કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠાવલેએ આ નિર્ણયનું સ્વાગત કરતાં કહ્યું કે સરકારનો આ નિર્ણય બહુ સારો છે. આનાથી સમાજના એક મોટા વર્ગને ફાયદો મળશે. સવર્ણોમાં પણ ઘણા લોકો એવા છે કે જેઓ આર્થિક રીતે નબળા છે.

કેટીએસ તુલસી

કૉંગ્રેસ નેતા અને વરિષ્ઠ વકીલ કેટીએસ તુલસીએ મોદી સરકારના નિર્ણયને મજાક ગણાવ્યો. તેમણે કહ્યું કે આ લોકો પ્રજાને બેવકૂફ બનાવવાનું કામ કરી રહ્યાં છે. આ બિલને તેઓ પાસ પણ નહીં કરાવી શકે. જો કોઈ સામાન્ય બિલ પાસ નથી થઈ શકી રહ્યું, તો અનામતનું બિલ કઈ રીતે પાશ થશે.

શિવપ્રતાપ શુક્લા

કેન્દ્રીય પ્રધાન શિવપ્રતાપ શુક્લાનું કહેવું છે કે આ રીતનો નિર્ણય માત્ર 56 ઇંચની છાતી વાળી વ્યક્તિ જ લઈ શકે. આ એક ઐતિહાસિક નિર્ણય છે.

હરીશ રાવત

ઉત્તરાખંડના પૂર્વ સીએમ અને કૉંગ્રેસ નેતા હરીશ રાવતે કહ્યું કે બહુ મોડુ કરી નાખ્યું. આ નિર્ણય ચૂંટણીલક્ષી છે. હવે ભલે જે પણ જુમલા આપે, આ સરકાર બચવાની નથી.

[yop_poll id=507]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મહુવાના આ ગામનો રોડ 5 વર્ષથી બિસ્માર છતા તંત્ર દ્વારા કોઈ કામગીરી નહીં
મહુવાના આ ગામનો રોડ 5 વર્ષથી બિસ્માર છતા તંત્ર દ્વારા કોઈ કામગીરી નહીં
બનાસકાંઠા: દાંતાના તળેટી ગામની દયનીય સ્થિતિ
બનાસકાંઠા: દાંતાના તળેટી ગામની દયનીય સ્થિતિ
સૌરાષ્ટ્રમાં માવઠાની સ્થિતિએ વધારી ચિંતા, ભરશિયાળે વરસાદની આગાહી
સૌરાષ્ટ્રમાં માવઠાની સ્થિતિએ વધારી ચિંતા, ભરશિયાળે વરસાદની આગાહી
રાજકોટ : મિનરલ પાણીની બોટલમાંથી નીકળી જીવાત
રાજકોટ : મિનરલ પાણીની બોટલમાંથી નીકળી જીવાત
જનતા-જનાર્દનને નમન, ત્રણ રાજ્યોમાં ભવ્ય જીત પર PM મોદીનું ટ્વીટ
જનતા-જનાર્દનને નમન, ત્રણ રાજ્યોમાં ભવ્ય જીત પર PM મોદીનું ટ્વીટ
વડોદરાના શિનોરમાં ગરનાળામાં વરસાદી પાણી ભરાયા
વડોદરાના શિનોરમાં ગરનાળામાં વરસાદી પાણી ભરાયા
ચૂંટણીમાં જીત બાદ CR પાટીલની પહેલી પ્રતિક્રિયા આવી સામે
ચૂંટણીમાં જીત બાદ CR પાટીલની પહેલી પ્રતિક્રિયા આવી સામે
સુરત: રૂરલ પોલીસે શંકાસ્પદ આયુર્વેદિક સિરપની બોટલો ઝડપી પાડી
સુરત: રૂરલ પોલીસે શંકાસ્પદ આયુર્વેદિક સિરપની બોટલો ઝડપી પાડી
ભરૂચ વિડીયો : મેરેજ સીઝનમાં માવઠાથી લગ્ન સમારંભના રંગમાં ભંગ પડ્યો
ભરૂચ વિડીયો : મેરેજ સીઝનમાં માવઠાથી લગ્ન સમારંભના રંગમાં ભંગ પડ્યો
આ ચાર રાશિના જાતકોને આજે સ્વાસ્થ્ય અંગે રાખવી કાળજી
આ ચાર રાશિના જાતકોને આજે સ્વાસ્થ્ય અંગે રાખવી કાળજી
g clip-path="url(#clip0_868_265)">