દેશના ભવિષ્ય સાથે રમત રમી રહી છે મોદી સરકાર, રાહુલ ગાંધીનો MSME ઉદ્યોગને લઇને પ્રહાર

|

Jun 24, 2021 | 5:59 PM

રાહુલ ગાંધી(Rahul Gandhi)એ ટ્વિટ કર્યું હતું કે, આજે એમએસએમઇ(MSME) ક્ષેત્રના નિયોજકો પોતે બેકારીનો સામનો કરી રહ્યા છે. પીએમ મોદી દેશના વર્તમાનને નાટ્ય શાસ્ત્રથી ભટકાવી રહ્યા છે અને ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે.

દેશના ભવિષ્ય સાથે રમત રમી રહી છે મોદી સરકાર, રાહુલ ગાંધીનો MSME ઉદ્યોગને લઇને પ્રહાર
રાહુલ ગાંધીનો MSME ઉદ્યોગને લઇને પ્રહાર

Follow us on

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)એ ફરી એકવાર મોદી  સરકાર(Modi Government) પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ સરકાર પર દેશના ભવિષ્ય સાથે રમત રમી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા રાહુલ ગાંધી(Rahul Gandhi)એ ટ્વિટ કર્યું હતું કે, આજે એમએસએમઇ(MSME)ક્ષેત્રના નિયોજકો પોતે બેકારીનો સામનો કરી રહ્યા છે. પીએમ મોદી દેશના વર્તમાનને નાટ્ય શાસ્ત્રથી ભટકાવી રહ્યા છે અને ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે.

આ પૂર્વે રાહુલ ગાંધીએ રસીકરણ મુદ્દે મોદી સરકાર(Modi Government) પર પ્રહાર કર્યા હતા. ટ્વીટ કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યાં સુધી સતત મોટા પાયે કોરોના રસીકરણ કરવામાં નહિ આવે ત્યાં સુધી આપણો દેશ સલામત નથી. અફસોસ કેન્દ્ર સરકાર પીઆર ઇવેન્ટ સાથે આગળ વધવા સમર્થ નથી.

રાહુલ ગાંધીએ કોરોના અંગે ‘વ્હાઇટ પેપર’ જાહેર કર્યું હતું

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

આ અગાઉ રાહુલ ગાંધીએ મંગલાવારને શ્વેતપત્ર જાહેર કર્યું હતું અને કહ્યું હતું કે આ કાગળની મદદથી સરકારને કોરોનાની બીજી લહેર દરમિયાન થયેલી ભૂલો વિશે માહિતગાર કરવામાં આવશે જેથી ત્રીજી લહેર માટેની તૈયારીઓ હવેથી શરૂ થઈ શકે. આમાં મોદી સરકારની ભૂલો કહેવામાં આવશે.

દેશના હિતમાં અમારા રચનાત્મક ઇનપુટ પર કામ કરવું જોઈએ

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોરોના અંગેના અમારા વ્હાઇટ પેપર પાછળનો અમારો હેતુ માહિતી પૂરી પાડવાનો છે જેથી આવનારી ત્રીજી લહેરમાં મોતને અટકાવી શકાય. ભારત સરકારે દેશના હિતમાં અમારા રચનાત્મક ઇનપુટ પર કામ કરવું જોઈએ. આની સાથે તેમણે કહ્યું કે કેન્દ્રને વૈજ્ઞાનિકો અને ડોકટરોની સલાહ લેવાની જરૂર છે. મનમોહનસિંહે સલાહ આપી ત્યારે સરકારી મંત્રીએ તેમની મજાક ઉડાવી હતી. પરંતુ બે મહિના પછી એ જ સરકારે પણ આવું જ કરવું પડ્યું.

Published On - 5:52 pm, Thu, 24 June 21

Next Article