પશ્ચિમ બંગાળમાં ચુંટણી પ્રચાર પૂર્વે મિથુન ચક્રવર્તીને મળી વાય શ્રેણીની સુરક્ષા, 12 માર્ચથી નિશાના પર મમતા બેનર્જી

|

Mar 11, 2021 | 4:09 PM

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માં જોડાયેલા અભિનેતા Mithun Chakraborty ને 'વાય' કેટેગરીની સુરક્ષા પૂરી પાડી છે. 7 માર્ચે અભિનેતા કોલકત્તાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભાજપની રેલીમાં પક્ષમાં જોડાયા હતા.

પશ્ચિમ બંગાળમાં ચુંટણી પ્રચાર પૂર્વે મિથુન ચક્રવર્તીને મળી વાય શ્રેણીની સુરક્ષા, 12 માર્ચથી નિશાના પર મમતા બેનર્જી

Follow us on

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માં જોડાયેલા અભિનેતા Mithun Chakraborty ને ‘વાય’ કેટેગરીની સુરક્ષા પૂરી પાડી છે. 7 માર્ચે અભિનેતા કોલકત્તાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભાજપની રેલીમાં પક્ષમાં જોડાયા હતા. આ મેગા રેલીને પીએમ મોદીએ સંબોધિત કરી હતી. ભાજપે મિથુનને તેના 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં સમાવી લીધા છે. તેઓ 12 માર્ચથી પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર કરવા જઈ રહ્યા છે.

સમાચાર એજન્સી પીટીઆઈએ વરિષ્ઠ અધિકારીઓને ટાંકીને કહ્યું છે કે બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન, Mithun Chakraborty ની સુરક્ષા માટે સેન્ટ્રલ ઔદ્યોગિક સુરક્ષા દળના જવાનોને તૈનાત કરવામાં આવશે. ભાજપમાં જોડાયા બાદ 70 વર્ષીય અભિનેતાએ કહ્યું કે પીએમ મોદી સાથે સ્ટેજ શેર કરીને તેમનું સ્વપ્ન સાકાર થઈ ગયું છે. ગયા રવિવારે અભિનેતાએ કહ્યું, “મારું સ્વપ્ન ગરીબ અને વંચિતોની સેવા કરવાનું હતું, આજે આ સ્વપ્ન સાકાર થયું.

Mithun Chakraborty  હિન્દી સિનેમાના એક મોટા અભિનેતા છે. તેમણે બોલિવૂડ, બંગાળી અને પ્રાદેશિક સિનેમામાં કામ કર્યું છે. રાજકારણ સાથે તેમનો જૂનો સંબંધ છે. તે ટીએમસીમાં જોડાતા પહેલા ડાબેરી પક્ષમાં જોડાયા હતા. મમતાની પાર્ટીએ તેમને વર્ષ 2014 માં રાજ્યસભામાં મોકલ્યા હતા પરંતુ સ્વાસ્થ્યના કારણો અને શારદા કૌભાંડમાં નામ આવ્યા બાદ તેમણે રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું હતું. 1976 માં મિથુનને મૃણાલ સેનની ફિલ્મ મૃગયા માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

પશ્ચિમ બંગાળની 294 વિધાનસભા બેઠકો માટે આઠ તબક્કામાં મતદાન થશે. આ વખતે ચૂંટણીમાં ટીએમસી અને ભાજપ વચ્ચે સતત ટકરાવ જોવા મળી રહ્યો છે. ટીએમસી પાસે ફિલ્મ અને ટેલિવિઝનના મોટી સંખ્યામાં સ્ટાર્સ છે. મિથુન ચક્રવર્તીને ટીએમસીની સામે ભાજપ દ્વારા ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સિવાય ભાજપ ઘણા સમયથી સ્થાનિક અને લોકપ્રિય ચહેરો શોધી રહ્યો હતો અને તે ચહેરો મિથુનના રૂપમાં તેમને મળ્યો છે.

Next Article