જાણો 5 યુવા સાંસદો વિશે જે પ્રથમ વખતે ચૂંટાઈને બની ગયા હીરો, લોકો થઈ ગયા તેમના ભાષણથી મંત્રમુગ્ધ

|

Aug 09, 2019 | 11:54 AM

ભારતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપે જીત મેળવી અને નવા સાંસદોને પણ તક આપી. તો અન્ય પાર્ટીમાંથી હોંશિયાર સાંસદો આવ્યા છે.  સંસદમાં સિનિયર નેતાઓને તો બોલતા તો સાંભળ્યા હતા પણ નવા આવેલાં અમુક સાંસદોએ લોકોને પોતાના ભાષણો અને અંદાજથી મંત્રમુગ્ધ કરી દીધા છે. આપણે આવા યુવા સાંસદોની વાત કરીશું. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની […]

જાણો 5 યુવા સાંસદો વિશે જે પ્રથમ વખતે ચૂંટાઈને બની ગયા હીરો, લોકો થઈ ગયા તેમના ભાષણથી મંત્રમુગ્ધ

Follow us on

ભારતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપે જીત મેળવી અને નવા સાંસદોને પણ તક આપી. તો અન્ય પાર્ટીમાંથી હોંશિયાર સાંસદો આવ્યા છે.  સંસદમાં સિનિયર નેતાઓને તો બોલતા તો સાંભળ્યા હતા પણ નવા આવેલાં અમુક સાંસદોએ લોકોને પોતાના ભાષણો અને અંદાજથી મંત્રમુગ્ધ કરી દીધા છે. આપણે આવા યુવા સાંસદોની વાત કરીશું.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

1. જામ્યાંગ શેરિંગ
સંસદમાં જેમણે કલમ 370ને લઈને એવું જોરદાર ભાષણ આપ્યું કે વડાપ્રધાન મોદીએ પણ યુવા સાંસદના વખાણ કર્યા. જામ્યાંગે લદ્દાખના મુદ્દા પર એવું જોરદાર સંસદમાં સંબોધન કર્યું દરેક લોકો તેના ફેન થઈ ગયા. તેઓ લદ્દાખના યુવા સાંસદ છે અને ભાજપ તરફથી એક ભાષણે તેને ભારતમાં હીરો બનાવી દીધા હતા.

આ પણ વાંચો:   રાજ્યમાં 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

2. નવનીત રાણા
અમરાવતીથી સાંસદ નવનીત રવિ રાણા સંસદમાં મુદ્દાઓને ધારદાર રીતે ઉઠાવે છે. તેઓએ કલમ 370ને સાચી આઝાદી ગણાવીને લોકસભામાં દલીલો કરી હતી. તેમના ભાષણો તર્ક આધારિત હોવાથી લોકો વધારે પસંદ કરે છે. નવનીત રાણાએ તમિલની ફિલ્મોમાં કામ કર્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

3. હિબી ઈડન
અર્નાકુલમ ખાતેથી કોંગ્રેસ પાર્ટીના સાંસદ યુવા ચહેરો બની ગયા છે. તેઓએ ખાસ કરીને લોકોના મુદ્દા ઉઠાવ્યા છે. નાના લોકોને પોલીસ દ્વારા હેરાન ન કરવામાં આવે તેવી રજૂઆત પણ સંસદમાં તેઓએ કરી હતી. યુવા સાંસદે પોતાના બે પ્રાઈવેટ બિલ પણ સંસદમાં રજૂ કર્યા છે. તેઓ ધારદાર રીતે પોતાની વાત રજૂ કરે છે અને તેના લીધે જાણીતો યુવા ચહેરો બની ગયા છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

4. તેજસ્વી સુર્યા
કર્ણાટકની બેંગ્લુરુ દક્ષિણ સીટ પરથી જીતેલાં ભાજપ પાર્ટીના સાંસદ છે. તેઓ ભાજપના પાર્ટીના મુદ્દાઓને ટીવી ચેનલોમાં પણ ધારદાર રીતે ઉઠાવે છે. તેજસ્વી સુર્યા પોતાના ભાષણોને લીધે જાણીતા છે. અંગ્રેજી ભાષા પર તેમની સારી એવી પકડ છે. તેઓ સારી રીતે વાતને રજૂ કરી છે. સંસદમાં તેઓ પણ પોતાની અલગ છબીના લીધે જાણીતો ચહેરો બની ગયા છે.

[yop_poll id=”1″]

5. મહુઆ મોઈત્રા
મહુઆ મોઈત્રા કૃષ્ણાનગરથી ટીએમસની સાંસદ છે. તેઓ ધારદાર વક્તા છે. મહુઆ મોઈત્રાએ ફાંસવાદ પર જે ભાષણ આપ્યું જે વાઈરલ થયું હતું. તેઓ લોકસભામાં આવ્યા બાદ સતત ભાજપ સરકાર પર પ્રહારો કરી રહ્યાં છે.

 

Next Article