Mehbooba Muftiએ ફરી આલાપ્યો આર્ટીકલ 370નો રાગ, કહ્યું જમ્મુ કાશ્મીરમાં લાગુ ન થવા દેત કૃષિ કાયદા

|

Jan 31, 2021 | 9:18 PM

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના અધ્યક્ષ Mehbooba Muftiએ ત્રણ કૃષિ કાયદાને લઈને કેન્દ્ર સરકાર પર આક્રમક પ્રહાર કર્યા છે.

Mehbooba Muftiએ ફરી આલાપ્યો આર્ટીકલ 370નો રાગ, કહ્યું જમ્મુ કાશ્મીરમાં લાગુ ન થવા દેત કૃષિ કાયદા
File Photo

Follow us on

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના અધ્યક્ષ Mehbooba Muftiએ ત્રણ કૃષિ કાયદાને લઈને કેન્દ્ર સરકાર પર આક્રમક પ્રહાર કર્યા છે. તેમણે આર્ટીકલ 370નો રાગ આલાપતા કહ્યું કે તેમની પાસે જો આર્ટીકલ 370ના અધિકાર હોત તો નવા કૃષિ કાયદાને જમ્મુ કાશ્મીરમાં લાગુ ના થવા દેત. તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં એ જ કાયદા લાગુ પડત જે ઈચ્છતા. Mehbooba Muftiએ કટાક્ષ કરતાં કહ્યું કે જે કાયદા દિલ્હી ઈચ્છતા તે કાયદા તે કયારેય લાગુ ના પડતાં દેત.

 

મહેબુબા મુફ્તીએ પાડોશી દેશોના સંબંધો પર વાત કરતાં કેન્દ્ર પર કટાક્ષ કરતાં કહ્યું કે પાકિસ્તાન અને ચીન ઉપરાંત ભારતના સંબંધ નેપાલ, બાંગલાદેશ અને શ્રીલંકાની સાથે સારા નથી. તેની સાથે તેમણે કહ્યું પાકિસ્તાન સાથે સંબંધ ખરાબ હોવાના લીધે સરહદ પર લોકોને ભોગવવું પડે છે. મહેબુબા મુફ્તીએ ક્હ્યું કે ચીન સાથે 22 સૈનિકોને પોતાના જીવ ગુમાવ્યા હતા. મહેબુબા મુફ્તીએ સરકારને જીતવાવાળું મશીન આપ્યું છે. તેમણે ક્હ્યું કે સરકાર ચૂંટણી જીતવા માટે કશું પણ કરી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

 

કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોના આંદોલન બાદ વિપક્ષ સતત હુમલો કરી રહ્યા છે. તેની સાથે વિપક્ષ આંદોલનકારીનું સમર્થન કરી રહ્યા છે. તેની સાથે આરોપ લગાવવામાં આવી રહ્યો છે, સરકાર કેટલાક લોકોના ફાયદા માટે ખેડૂતોને મોહરા બનાવી રહ્યા છે. પીડીપી અધ્યક્ષ મહેબુબા મુફ્તીએ પણ કૃષિ કાયદાઓને લઈને કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. તેમનું કહેવું છે કે સરકાર માત્ર ચૂંટણી જીતવાનું મશીન છે. મહેબુબાનું માનવું છે જો તેમની સાથે આર્ટીકલ 370ના અધિકાર હોત તો તે દિલ્હીમાં લાગુ કૃષિ કાયદાઓને તે જમ્મુ કાશ્મીરમાં લાગુ ના થવા દેત. તેમજ તેની સાથે પાડોશી દેશો સાથે ભારતના સબંધોને લઈને સરકાર પર કટાક્ષ કર્યો હતો.

 

આ પણ વાંચો: 30 વર્ષનો ઈતિહાસ, જાણો કોની સરકારમાં કેટલો હતો Tax?

Next Article