PM નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં મહેબૂબા મુફ્તી ભાગ લેશે? ફારુક અબ્દુલ્લાને વાતચીત માટે નોમિનેટ કરી શકે છે

|

Jun 20, 2021 | 12:45 PM

મહેબૂબા મુફ્તીએ કહ્યું હતું કે, 24 મી જૂને તેમને દિલ્હીની બેઠકમાં ભાગ લેવા માટે કેન્દ્રનો ફોન આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ બેઠકમાં 8 રાજકીય પક્ષોના 14 નેતાઓને આમંત્રણ અપાયું છે.

PM નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં મહેબૂબા મુફ્તી ભાગ લેશે? ફારુક અબ્દુલ્લાને વાતચીત માટે નોમિનેટ કરી શકે છે
PM નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં મહેબૂબા મુફ્તી ભાગ લેશે?

Follow us on

PM નરેન્દ્ર મોદી (Narendra Modi) જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષોના અગ્રણી નેતાઓ સાથે વાતચીત કરશે, પરંતુ તે પહેલા એવા અહેવાલો છે કે પીડીપીના (PDP) વડા અને ભૂતપૂર્વ સીએમ મહેબૂબા મુફ્તી (Mehbooba Mufti) બેઠકમાં ભાગ નહીં લે. મહેબૂબા મુફ્તીએ અગાઉ કહ્યું હતું કે, 24 મી જૂને તેમને દિલ્હીની બેઠકમાં ભાગ લેવા માટે કેન્દ્રનો ફોન આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ બેઠકમાં 8 રાજકીય પક્ષોના 14 નેતાઓને આમંત્રણ અપાયું છે.

સૂત્રોના જણાવ્યા મૂજબ, મહેબૂબા મુફ્તીની હાજરી અંગેનો અંતિમ નિર્ણય તેના પક્ષના સાથીઓ સાથે ચર્ચા કર્યા પછી લેવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, મહેબૂબા મુફ્તી પીએમ મોદી સાથેની બેઠકમાં રાષ્ટ્રીય પરિષદના સાત પક્ષોના જૂથનું પ્રતિનિધિત્વ કરવા માટે પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાને નોમિનેટ કરી શકે છે.

નેશનલ કોન્ફરન્સ, પીડીપી અને કોંગ્રેસે શનિવારે કહ્યું હતું કે, તેઓ તેમના સંબંધિત પક્ષો વચ્ચે સલાહ-સૂચનો કર્યા પછી દિલ્હીની બેઠકમાં ભાગ લેવાનું નક્કી કરશે. ભાજપ અને અલ્તાફ બુખારીની આગેવાનીવાળી જમ્મુ-કાશ્મીરની અપની પાર્ટીએ બેઠકમાં ભાગ લેવાની વાત કહી છે. જ્યારે પાંચ – નેશનલ કોન્ફરન્સ, પીડીપી, કોંગ્રેસ, પીપલ્સ કોન્ફરન્સ અને સીપીઆઈ (MA) ને પાર્ટીમાં ચર્ચા-વિચારણા બાદ જાણ કરવામાં આવશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

370 રદ થયા પછી પ્રથમ બેઠક

ઓગસ્ટ 2019 માં કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને રદ કરીને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજનની ઘોષણા કરી ત્યારબાદ આ પહેલી બેઠક હશે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય કેન્દ્રીય નેતાઓ ભાગ લઈ શકે છે. અપેક્ષા છે કે બેઠકનો નિર્ણય જમ્મુ-કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવા સહિતના રાજકીય પ્રક્રિયાઓને મજબૂત બનાવવા માટે લેવામાં આવ્યો છે.

Next Article