અરવિંદ કેજરીવાલ બાદ મનીષ સિસોદિયાની સુરત મુલાકાત, એરપોર્ટ પર આ નેતાઓએ કર્યું સ્વાગત

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2021 | 3:44 PM

મનીષ સિસોદિયા આજે એટલે કે રવિવારે સુરતની મુલાકાતે છે. વહેલી સવારે તેઓ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ત્યાં આપના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું.

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને આપ આદમી પાર્ટીના નેતા (AAP) આજે સુરતની મુલાકાતે છે. અહેવાલો અનુસાર 24 જૂને સુરત આવવાના હતા પરંતુ તબિયતના કારણે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. રવિવારે સવારે મનીષ સિસોદિયા સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા. મનીષ સિસોદિયાના આગમનથી તેમના સ્વાગત માટે આમ આદમી પાર્ટીના ઘણા કાર્યકરો ઉમટી પડ્યા. આપના પ્રદેશ પ્રભારી ગુલાબસિંહ યાદવ, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા, ઈસુદાન ગઢવી, પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા એરપોર્ટ પર હાજર રહ્યા હતા.

ગુજરાતમાં વિધાનસભા ચુંટણી 2022 પૂર્વે રાજ્યમાં પોતાનો પ્રભાવ વધારવા માટે આમ આદમી પાર્ટી( AAP) કાર્યરત થઇ છે. જેના ભાગરૂપે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા (Manish Sisodia) આજે એટલે કે રવિવારે સુરતની મુલાકાતે આવ્યા છે. એરપોર્ટથી તેઓ સર્કીટ હાઉસ પહોંચ્ય. અને હવે તેઓ 12 વાગે એક પત્રકાર પરિષદને સંબોધિત કરશે.

જાણવા મળ્યું છે કે પ્રેસ કોન્ફરન્સ બાદ મનીષ સિસોદિયા કાઉન્સિલરો સાથે બેઠક કરશે. ત્યાર બાદ સામાજિક અગ્રણી અને ઉધ્યો સાથે જોડાયેલા લોકોની પણ મુલાકાત લેશે. મનીષ સિસોદિયાની આ સુરત મુલાકાત અને આયોજન પરથી સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગકારોની આપમાં જોડાવાની શક્યાતાઓ આંકવામાં આવી રહી છે.

 

આ પણ વાંચો: Banaskantha : અંબાજીમાં પ્રસાદના નામે ચાલતી લૂંટ બંધ થશે, દરેક વેપારીઓએ ભાવપત્રક લગાવવું ફરજિયાત

આ પણ વાંચો: Corona vaccination : દેશમાં કુલ રસીકરણનો આંકડો 32 કરોડને પાર, એક દિવસમાં 64 લાખથી વધુ ડોઝનું રસીકરણ

Published on: Jun 27, 2021 08:50 AM
g clip-path="url(#clip0_868_265)">