Mamata Banerjee નો માસ્ટર સ્ટ્રોક, બંગાળમા કોરોના વેક્સિન મફતમા આપવાની જાહેરાત

|

Jan 10, 2021 | 3:30 PM

દેશમાં 16 જાન્યુઆરીના રોજથી કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરવાની કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે. જેના પગલે હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી Mamata Banerjee  એ કોરોના રાજ્યમા કોરોના વેક્સિન મફતમા આપવામાં આવશે તેની જાહેરાત કરી છે.

Mamata Banerjee નો માસ્ટર સ્ટ્રોક, બંગાળમા કોરોના વેક્સિન મફતમા આપવાની જાહેરાત

Follow us on

દેશમાં 16 જાન્યુઆરીના રોજથી કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરવાની કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે. જેના પગલે હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી Mamata Banerjee  એ કોરોના રાજ્યમા કોરોના વેક્સિન મફતમા આપવામાં આવશે તેની જાહેરાત કરી છે.

મમતા બેનર્જીએ જાહેરાત કરી છે કે રાજ્યના લોકોને મફતમાં કોરોના વેક્સિન આપવામા આવશે. તેમજ અમે તેની માટેની પૂરતી વ્યવસ્થા કરીશું. પશ્વિમ બંગાળમાં આ જ વર્ષે વિધાનસભાની ચુંટણી યોજાવવાની છે. તેમજ આ વખતે ભાજપ એડી-ચોટીનું જોર લગાવીને વિધાનસભા ચુંટણી જીતવા માટે પ્રયાસ કરી રહ્યું છે. જેના પગલે મમતા બેનર્જીએ કોરોનાની ફ્રી વેક્સિનની જાહેરાત કરીને માસ્ટર સ્ટ્રોક મારી દીધો છે. તેમજ આ જાહેરાતના પગલે મમતા બેનર્જીએ પોતાની વોટબેંકને જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઉલ્લેખનીય છે કે, દેશમાં Covid- 19 ની વેક્સિનને લઇએ મોદી સરકારે શનિવારે નિર્ણય જાહેર કર્યો હતો. જેમાં મોદી સરકારે જાહેરાત કરી હતી કે 16 જાન્યુઆરીના રોજથી કોરોના રસીકરણ શરૂ કરવામા આવશે. જેમાં જણાવ્યા અનુસાર આરોગ્ય કર્મચારીઓ અને પ્રથમ હરોળના કર્મચારીઓને પ્રાથમિકતા આપવામાં આવશે. આ લોકોની સંખ્યા અંદાજે 3 કરોડની આસપાસ છે. જેમા 50 વર્ષથી ઉપરના લોકોને વેકસીન આપવામા આવશે.

Published On - 3:22 pm, Sun, 10 January 21

Next Article