મમતા બેનર્જીએ કહ્યું Cyclone Yaas થી 15,000 કરોડનું નુકશાનનું અનુમાન, સંપૂર્ણ સર્વે કરાશે

|

May 27, 2021 | 8:21 PM

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી( Mamata Banarjee)એ ગુરુવારે કહ્યું હતું કે Cyclone Yaas એ રાજ્યમાં 15,000 કરોડની સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે. આ સાથે તેમણે રાહત અને બચાવ કાર્ય માટે 1000 કરોડ રૂપિયાના પ્રારંભિક પેકેજની જાહેરાત કરી હતી.

મમતા બેનર્જીએ કહ્યું Cyclone Yaas થી 15,000 કરોડનું નુકશાનનું અનુમાન, સંપૂર્ણ સર્વે કરાશે
મમતા બેનર્જીએ કહ્યું Cyclone Yass થી 15,000 કરોડનું નુકશાન

Follow us on

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી( Mamata Banarjee)એ ગુરુવારે કહ્યું હતું કે Cyclone Yaas એ રાજ્યમાં 15,000 કરોડની સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે. આ સાથે તેમણે રાહત અને બચાવ કાર્ય માટે 1000 કરોડ રૂપિયાના પ્રારંભિક પેકેજની જાહેરાત કરી હતી. પીએમ નરેન્દ્ર મોદી શુક્રવારે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના અસર ગ્રસ્ત વિસ્તારનું હવાઈ સર્વે કરશે.

મુખ્યમંત્રી મમતા બેનર્જી( Mamata Banarjee)પણ તેમને મિદનાપુરમાં મળી શકે છે. આ પહેલા તે અસરગ્રસ્ત વિસ્તારોનો હવાઈ પ્રવાસ પણ કરશે.

મમતા બેનર્જી( Mamata Banarjee)એ કહ્યું હતું કે, ‘અત્યાર સુધી જે નુકશાનનું મૂલ્યાંકન કર્યું છે તે લગભગ 15 હજાર કરોડ રૂપિયાનું છે. આ એક ખૂબ જ પ્રારંભિક આકરણી છે. ગુરુવારે કેટલાક જિલ્લામાં Cyclone Yaas ના લીધે ભારે પવન અને વરસાદના સમાચાર પણ મળ્યા છે. જેના કારણે અનેક ઘરોને નુકસાન થયું છે. વીજળી પડવાના કારણે બે લોકોનાં મોત નીપજ્યાં છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ટીએમસી કાર્યકર્તાઓ પર મે 2020 માં ચક્રવાતી તોફાન અમફાનમાં બાદ રાહત અને બચાવ કામગીરીમાં ભ્રષ્ટાચારનો આરોપ મૂકાયો હતો. શાસક પક્ષને નિશાન બનાવવા માટે ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં તેને મોટો ચૂંટણીલક્ષી મુદ્દો બનાવ્યો હતો.

આનો બોધપાઠ લેતાં મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે આ વખતે રાહત કામગીરી સીધી સરકાર કરશે. આ વખતે સ્થાનિક પંચાયત નેતાઓને સામેલ કર્યા વિના લાભ સીધો અસરગ્રસ્ત લોકોના ખાતામાં મોકલવામાં આવશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, રાહત અને પુનવસન કાર્ય શરૂ કરતા પહેલા અમારે પર્યાપ્ત સર્વે કરવાની જરૂર છે. આ માટે અમે “ઘરે રાહત” પ્રોજેક્ટ શરૂ કરીશું. 3 જૂનથી 18 જૂન દરમિયાન ગામોમાં કેમ્પ લગાવવામાં આવશે.

જેમાં લોકો ઘર અને પાકને નુકસાન વિશેની માહિતી સાથે અરજી કરશે. આ તપાસ 19 જૂનથી 30 જૂન દરમિયાન થશે.આ રકમ અસરગ્રસ્ત લોકોના ખાતામાં 1 થી 8 જુલાઇ દરમિયાન જમા કરવામાં આવશે.

Published On - 8:18 pm, Thu, 27 May 21

Next Article