મીટીંગ વિવાદ અંગે Mamata Banerjee એ કહ્યું PM MODI ના પગમાં પડવા પણ તૈયાર

|

May 29, 2021 | 10:04 PM

મમતા બેનર્જી (Mamata Banerjee) એ ભાજપના નેતૃત્વ પર બદલાની રાજનીતિનો આક્ષેપ કર્યો હતો.

મીટીંગ વિવાદ અંગે Mamata Banerjee એ કહ્યું PM MODI ના પગમાં પડવા પણ તૈયાર
FILE PHOTO

Follow us on

West Bengal : ઓડીસા અને પશ્ચિમ બંગાળ પર ત્રાટકેલા યાસ વાવાઝોડા ( Yaas Cyclone ) થી થયેલા નુકસાનનું વડાપ્રધાન મોદી (PM MODI) એ નિરીક્ષણ કર્યુ હતું. નુકસાનની સમીક્ષા કરવા 28 મે ના રોજ કાલીકુંડામાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યપ્રધાન તરીકે મમતા બેનર્જી (Mamata Banerjee)નું હાજર રહેવું જરૂરી અને મહત્વનું હતું. પરંતુ મુખ્યપ્રધાન મમતા બેનર્જી આ બેઠકમાં શામેલ થયા નહોતા. આ સમગ્ર ઘટના અંગે વિવાદ થયો હતો.

PM MODI ના પગમાં પડવા પણ તૈયાર : મમતા
બેઠક અંગેના વિવાદ અંગે મમતા બેનર્જી (Mamata Banerjee) એ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) અને ગૃહપ્રધાન અમિત શાહ (AMIT SHAH) તેમની સરકાર માટે દરેક નિર્ણયો પર મુશ્કેલી ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કારણ કે તેઓ હજી પણ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની હારને પચાવી શક્યા નથી. મમતા બેનર્જીએ વધુમાં કહ્યું કે, જો તેમને બંગાળના વિકાસ માટે વડાપ્રધાન મોદીના પગમાં પડવાનું કહેવામાં આવે તો તેના માટે પણ તેઓ તૈયાર છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મમતા બેનર્જીએ કહ્યું, “તમે ભાજપના પરાજયને પચાવવામાં અસમર્થ છો, તેથી તમે પહેલા દિવસથી જ અમારા માટે મુશ્કેલીઓ ઉભી કરવાનું શરૂ કર્યું. મુખ્ય સચિવની ભૂલ શું છે? કોવિડ-19 કટોકટી દરમિયાન મુખ્ય સચિવને પાછા બોલાવવ એ બતાવે છે કે કેન્દ્ર બદલો લેવાની રાજનીતિ કરી રહ્યું છે.”

ભાજપ પર લગાવ્યો બદલાની રાજનીતિનો આરોપ
મમતા બેનર્જી (Mamata Banerjee) એ ભાજપના નેતૃત્વ પર બદલાની રાજનીતિનો આક્ષેપ કર્યો હતો. મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી કે કેન્દ્ર સરકારે બંગાળના મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયને બોલાવવાનો નિર્ણય પાછો ખેંચી લેવો જોઈએ અને કોવીડ-19 કટોકટી દરમિયાન વરિષ્ઠ અધિકારીઓને લોકો માટે કામ કરવાની મંજૂરી આપવી જોઈએ.

બેઠક અંગે કરી સ્પષ્ટતા
યાસ વાવાઝોડા ( Yaas Cyclone ) થી થયેલા નુકસાન અંગેની વડાપ્રધાન મોદી(PM MODI)ની સમીક્ષા બેઠકમાં હાજર ન હોવાને કારણે થઈ રહેલી ટીકા અંગે મમતા બેનર્જીએ કહ્યું હતું કે, આ બેઠક વડાપ્રધાન અને મુખ્યપ્રધાન વચ્ચે થવાની હતી. ભાજપના નેતાઓને આમંત્રણ કેમ અપાયું? તેમણે દાવો કર્યો હતો કે વાવાઝોડાથી અસરગ્રસ્ત ગુજરાત અને ઓડિસા રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોમાં મળેલી આવી જ સમીક્ષા બેઠકોમાં વિપક્ષી નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો : CM RUPANI એ કોરોનામાં અનાથ થયેલા બાળકો માટે મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની જાહેરાત કરી

Next Article